“પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”
આજ ના જાણે થયું શું એકાએક ?
મન માંહી શમણાંની શું જમાવટ ?
કોઈ મહેક પમરે છે હવામાં ,
ખુશીઓથી ભરી જમીન છે !
વાદળીએ પ્રસારી પાંખડી ,
ખુશનુમા નવેલી સવાર છે !
ચાંદલિયો ટહુકતો કાનમાં ,
થશે પુરા શમણાઓ જે સેવ્યા છે !
રાહોમાં ખુશીઓની સવારી ,
ને નેનોમાં ડોકાતી ખુમારી છે !
લાંબી તરસતી તલાશોની ,
હવે બસ મંઝીલ દીસે ઢુકડી છે !
ધરીને રાખી હતી ધીરજ જે ,
હવે બસ ફળ તેના મધમીઠા છે !
ઉમ્રભર હતું પ્રારથ્યું જે ,
પ્રારબ્ધ હવેતથાસ્તું છે !
આજ ના જાણે થયું શું એકાએક ?
મન માંહી શમણાંની શું જમાવટ ?
કોઈ મહેક પમરે છે હવામાં ,
ખુશીઓથી ભરી જમીન છે !
પારૂ કૃષ્ણકાંત “પિયુની”



ઘણી ખુશીની વાત છે. બસ તો હવે સારા સમાચાર પણ જણાવી દો !! ઃ)
on going…dream projects on the verge of successful complition…
સારી રચના છે.
તથાત્સું ને બદલે તથાસ્તું હોવું ન જોઈએ?
ઓહ હા … બિલકુલ સાચું….! actually લખતી વખતે જ મનમાં ગરબડ હતી…. તથાત્સું ને બદલે તથાસ્તું ..સુધારી લઉં છું …thanks .
શ્રી પારુ બહેન
આજ ના જાણે થયું શું એકાએક ?
મન માંહી શમણાંની શું જમાવટ ?
કોઈ મહેક પમરે છે હવામાં ,
ખુશીઓથી ભરી જમીન છે !
ઘણા સમયે પાવન પગલાથી એક અનેરો ઉત્સાહ ભર્યો સંદેશ લાવ્યા છો.
ખુબ અભિનંદન.
ઘણા વખતે તમારી રચના વાચીને આનંદ થયો . WELCOME BACK