“જીવન પિયુનીએ એવું જીવ્યું”

“જીવન પિયુની એવું જીવ્યું”


જીવન મેં કંઈક એવું જીવ્યું ,
એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
પ્રેમ નું ઝરણું બની વહ્યું ,
લાગણીઓ ની લહેરખી એ ચઢી,
ઇન્દ્ર ધનુષ ને આંબવા ને ચાહ્યું ,
ખુદ ને ઓગાળી ને રહેવાને ચાહ્યું ,
પ્રિયજનો માં એકરસ થવાને ચાહ્યું ,
આદર્શો ને દિલ માં આરુઢી ,
આદ્રતા થી આરાધવાને ચાહ્યું ,
સ્વજનો ના હ્રદય મહીં,
મોગરો બની ને મહેકવાને ચાહ્યું ,
પિયુ ને આધીન રહીને ,
આભલું મેં તો આંબવાને ચાહ્યું ,
અભિલાષા ઓ અનાવિલ મન માં ધરી ને ,
પ્રેમ અમૃત મેં તો ચાખવાને ચાહ્યું ,
પ્રાર્થુ હમેંશા હું તો પ્રભુ ને,
ન તૂટે આ સુખ સ્વપ્ન ,
ન છુટે આ મીઠી તંદ્રા ,
લાગે કદીય ના જરૂર મુજને ‘મારી’ ,
ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’  .
પારૂ કૃષ્ણકાંત…….. “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો. Bookmark the permalink.

5 Responses to “જીવન પિયુનીએ એવું જીવ્યું”

 1. laaganee says:

  ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
  રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ .

  બનવુ સહેલુ તો નથી જ!!!!! છતાઁ અશક્ય પણ નથી….. ખુબ સુન્દર વાત કહી છે આપે….અભિનન્દન!!!

  Like

 2. ‘લાગે કદીય ના જરૂર મુજને ‘મારી’ ,
  ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
  રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ ‘

  વાહ, ખુબ સુંદર અને ઉંચી કલ્પના, પ્રભુ પ્રત્યે ભાવ અને વિશ્વાસ નું ખુબ સુંદર નિરૂપણ!
  ‘મારૂ’ થી ‘અમારું’ યાત્રા ઉચ્ચ વિચારો પર જ પૂર્ણ થાય.
  અને એ બધા ઉચ્ચ વિચાર આપની રચનામાં છે!!

  Like

 3. Mita Bhojak says:

  પારુબહેન, ખૂબ જ સુંદર બ્લોગ.

  જીવન મેં કંઈક એવું જીવ્યું ,
  એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
  પ્રેમ નું ઝરણું બની વહ્યું ,
  લાગણીઓ ની લહેરખી એ ચઢી,

  ખૂબ જ સરસ પંક્તિઓ.

  Like

 4. માનનિય પારુબહેન,
  તમારી રચના ઘણું કહી જાયછે, આનંદની વાત છે, સરસ ભાવવાહી લખી શકો છો.
  “સાજ” મેવાડા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s