“માનવી નું જીવન”

“માનવી નું જીવન”

મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,              
ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ .
ક્યારેક મૈત્રી ના રંગો ભર્યું ઝાકમઝોળ ,
તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .
ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમ ની દોર ,
ને વળી અજોડ એવી દાંપત્ય ની સોનેરી કોર .
ક્યાંક છે સંબંધો ની ઘનિષ્ઠ ગુંથણ ,
તો ક્યારેક વળી રૂઢી ઓં ની આંટી ઘુંટી .
ક્યાંક વળી સામાજિક બંધનો ની ગૂંચવણ ,
તો વળી ગૃહિણી ને ગૃહસ્થી ની જંજાળ .
જાણે કે ગૂંચાઈ ને ગૂંગળાતી જીવન દોર,                   પણ જો ગ્રહદશામાં ગ્રાહી ને રાખીએ હાથ,                    ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મન ની આંટી ,
તો સંબંધો માં રહે રેશમ ની ગાંઠી ,
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન .                                                                  પારૂ કૃષ્ણકાંત   “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો. Bookmark the permalink.

7 Responses to “માનવી નું જીવન”

  1. Vijay says:

    અતિ સુંદર …… સુંદર વિચાર……સુંદર શબ્દો ….સુંદર કાવ્ય

    Like

  2. Mahishi says:

    એક એક લીટી માંથી જીવન અંગે નું તત્વજ્ઞાન નીતરે છે…..
    ખુબજ પ્રભાવશાળી રચના .

    Like

  3. Ruju says:

    really really gr8 1 mom

    Like

  4. mjpurohit says:

    પ્રભાવશાળી રચના !!!!!!!!!!!!!!!!!!!!

    Like

  5. shashvat says:

    adbhut……
    akdam sachu 6 ben.

    Like

  6. hansvahini says:

    માનવ જીવનની એજ તો મજા છે કે સબંધોના તાણાવાણા,સુખ-દુખ,હર્ષ-ગ્લાની વી. માંથી જલક્મલવત પસાર થઇ જવું અને નદી નાવ સંજોગ સમજી પોતાના અસ્તિત્વમાં મસ્ત રહેવું તેમાજ
    માનવ જીવનની સાર્થકતા છે.

    Like

  7. આદરણીયશ્રી. પારૂબેન

    ખુબજ સરસ રચના અને સરસ પંક્તિઓ

    ” ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમ ની દોર ,
    ને વળી અજોડ એવી દાંપત્ય ની સોનેરી કોર.”

    કિશોરભાઈ પટેલ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s