“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે”

તોફાની નદીની જેમ હું ,
ધસમસતી આવતી ને ,
તમે સાગરની જેમ મને ,
ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે .

બળબળતી બપોરે હું ,
વૈશાખી વાયરાની જેમ લહેરાતી ,
ને તમે ગુલમહોર સમા ,
ખીલી ઉઠતા તે હજી યાદ છે .

કોઈ ભીની સાંજે તમે
ઝરમરિયા શ્રાવણ સમું વરસતા ,
ને હું રોમ રોમ ભીંજાતી તે હજી યાદ છે.
આજે, તોફાની નદી બની શાંત સરિતા ,

ઘૂઘવતો સાગર બન્યો રત્નાકર ,
બપોર બની જીવન સંધ્યા સલૂણી !
વાતિ શીતલ સુગંધિત પવન લહેર ,
ગુલમહોર મહોર્યો છે ઘટાટોપ !

પ્રેમહેલી પ્રીતમ કેરી વરસે અનરાધાર ,
પ્રેમઘેલી પ્રિયા તેમાં ભીંજાય તરબતર !

પારૂ કૃષ્ણકાંત.   ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to “તે હજી યાદ છે”

 1. kanan કહે છે:

  mani haji yad che, e bal bal ti amdavad ni bapore, mane haji yad che e elaxiben na ghar ni bahar tahukta mor, mane haji yad che nimlamasi ne tya todt setur, mane haji yad che peli badam na frok uper lagel dag, mane haji yad che mummy e fekeli chuti salsi same no taro rosh, mane haji yad che pela society na programo ma jiti ne stage uper bolatu taru ne maru nam, mane haji yad che bhagwannagar na tekre apli school na pehla diwas tane shodhti mari najar, mane haji yad che mari pardi, apla ba ni gheli, ne papa no wagh. nathi yad fakt mane piyuni………………..

  Like

 2. nishitjoshi કહે છે:

  બહુ જ સરસ રચના પિયુ જી,

  યાદોના સફરને ન તો કોઇ વિરામ આવે છે,
  યાદોના સફરમાં બસ મુજને આરામ આવે છે,
  ના ભુલાય વિતાવેલી ક્ષણો ક્યારેય ‘નીશીત’,
  ભુલી જઇએ તો જીવનમા પુર્ણવિરામ આવે છે.

  Like

 3. bhavini કહે છે:

  its really very heart touching!!! Superb… 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s