“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ”


ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ”

કોઈ પણ વિષય કે કાર્યક્ષેત્ર માં, કોઈ સારો અને સહ્રદયી , હોશિયાર શીખવનાર મળી જાય તો તે વિષય માં કે કાર્યક્ષેત્ર માં કુશળતા મેળવવી, શીખનાર માટે ઘણીજ સહેલી થઇ પડે છે . સંસાર માં જ્યાં જ્યાં નજર નાખીશું ત્યાં સમજાય જાશે કે, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ શીખવનાર પાસે થી પોતાને જરૂરી એવું શીખીજ લે છે. અજાણ્યા જંગલમાર્ગે (trekking ) આપણે ભૂલા ના પડીએ , અને સંકટ માંથી ઉગરી જઈએ તે માટે આપણે ભોમિયા ને સાથે લઇ જઈએ છીએ તેવુજ, આધ્યાત્મ માર્ગે પણ છે. જેઓને પ્રભુ ના માર્ગે વળવું છે, અને જીવન માં ઊધ્વૅગામી થવું છે તેને એવા કોઈક નો સંપર્ક રાખવો જરૂરી છે, કે જેથી કરીને તેઓના સંપર્ક ને કારણે પોતાનામાં પણ એવાજ સુંદર વિચારો નો સંચાર થાય અને એવીજ ચેતનાશક્તિ કેળવાય. શરત બસ એટલીજ કે ગુરુ તરીકે સ્થાપીએ તે વ્યક્તિ યોગ્ય હોવી જોઈએ.

સાચા સદગુરુ ની પરખ કરવી તે તો બુટ ની દોરી વડે હિમાલય ને માપવા જેવું કઠીન કામ છે. તે છતાંય  આજકાલ જ્યાં ને ત્યાં બિલાડી ની ટોપ પેઠે આશ્રમો અને મહાત્મા ઓ ફૂટી નીકળે છે અને આવા કહેવાતા પાખંડી સાધુઓ અને ગુરુ ઓ પોતાના ભક્તો નાં ખર્ચે સ્વનું આર્થિક કલ્યાણ કરે છે . જે લોકો પોતાને ભગવાન કે ઈશ્વર માને છે ,કે મનાવે છે ,તે સાચા નથી તેનાથી દુર રહેવું, કોઈ પણ માણસ ગમે તેટલો સમર્થ હોય તો પણ તેની ઈશ્વર સ્વરૂપે પૂજા કરવી નહિ . વ્યક્તિ પૂજા અધમ છે માટે તેનાથી બચવું. ઈશ્વર સાક્ષાત્કાર નો દાવો કરનાર કે સાક્ષાત્કાર કરાવી આપનાર ની વાતો પર વિશ્વાસ કરવો નહિ. જે ખરેખર ઈશ્વર સાક્ષાત્કારી હોય તે આવો દાવો કરતો ફરેજ નહિ. કર્તવ્ય ત્યાગ ને ત્યાગ ન કહેવાય તે તો પલાયનવાદ છે .પરંતુ  મોટે ભાગે કર્તવ્ય ત્યાગી ઓ નેજ મહાન માનવામાં આવે છે. કર્તવ્યત્યાગી કરતા કર્તવ્યપારાયણ વધારે મહાન છે. વાળી ધાર્મિક શોષણ કરનાર ગુરુ ઓ ને પણ સહન ના કરાય, જે લોકો ધર્મ ને નામે આર્થિક કે યૌન શોષણ કરતા હોય તેમનો અંધ વિશ્વાસ ન કરતા તેમને પડકારવા . હંમેશા યાદ રાખવું માનવતાજ મોટો ધર્મ છે , માટે જે ગુરુ ધર્મ ને નામે ઘર તોડાવતો  હોય કે સંસાર ઉજ્જડ કરતો હોય તેને મહત્વ નાં આપતા તેનાથી હંમેશા દુર રહેવું.વળી જે ગુરુ, ધર્મ ને નામે લોકો ને કામધંધા છોડાવી ને પરાવલંબી કરતો હોય તે સદગુરુ હોય શકેજ નહિ. જે ગુરુ ઓ એ આશ્રમ કે મંદિર ને ધંધા ની જગા બનાવી ને તેને કોમર્શીયલ રૂપ આપ્યું હોય ત્યાં ન જવું. બધું નશ્વર છે,અને ક્ષણભંગુર છે,  આજ છે અને કાલે નથી, કાલે મારી જવાનું છે અને સાથે કઈ આવવાનું નથી, બધું અહી નું અહીજ રહી જશે….. વગેરે ઉપદેશ આપી ને લોકો ને ભય બતાવી ને જીવન પ્રત્યે વૈરાગ જન્માવે તે સાચા સદગુરુ હોય શકેજ નહિ. પરમસુખ, અખંડસુખ, આત્મસુખ….. વગેરે શબ્દો  ની જાળ રચ્યા વિના , વર્તમાન પરિસ્થિતિ માં જીવન પ્રત્યે ની સાચી સમજણ અને અભિગમ કેળવવામાં મદદ કરે તેજ સાચા સદગુરુ.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Food for thought. Bookmark the permalink.

5 Responses to “ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ”

 1. Rupen patel કહે છે:

  પારુબહેન આપના વિચારો ગમ્યા.
  જીવનમાં કોઈ ગુરુ ન હોય તો પણ ગીતામાં લખ્યું છે કે કૃષ્ણ ભગવાનને ગુરુ માનો ( શ્રીકૃષ્ણં વંદે જગદગુરુ) અને ગીતાને અનુસરો તો જીન્દગી સફળ થઇ જશે. સદગુરુની શોધમાં કદાચ જીન્દગી પણ પૂરી થઇ જાય , સદગુરુ મળી જાય અને તે માત્ર સદશિષ્ય જ બનાવે તો બધાને શિષ્ય ના પણ બનાવે.
  જેમ આપણે સાચા સદગુરુની શોધમાં હોઈએ તો સદગુરુ સદશિષ્ય ની શોધમાં ના હોઈ શકે ?

  Like

 2. બહેનશ્રી, સ_રસ અને વિચારવંત લેખ.
  “સાચા સદગુરુ ની પરખ કરવી તે તો બુટ ની દોરી વડે હિમાલય ને માપવા જેવું કઠીન કામ છે.” આ વાક્ય એકદમ ગમ્યું, કંઇક નવીનતાસભર પણ લાગ્યું.
  રૂપેનભાઇનું ” સદ્‌ગુરુ સદ્‌શિષ્ય ની શોધમાં ના હોઈ શકે ?” સુંદર અને વિચારવા યોગ્ય. આભાર.

  Like

 3. chandravadan કહે છે:

  વર્તમાન પરિસ્થિતિ માં જીવન પ્રત્યે ની સાચી સમજણ અને અભિગમ કેળવવામાં મદદ કરે તેજ સાચા સદગુરુ……
  Nice post ! The last lines of your Post as above !
  There are “so many” who self-proclaim themselves as “Guru”..some even venture to claim themselves as “Bhagvan…or God “….The Public is blind ! That is the sad story !
  In this World one do not need the live Person as a Guru..one can follow a Saint or Bhakt who is no more here….if one make the “Jivan ” in their “footprint” then he/she is your “True Guru” !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru…Hope to see you on Chandrapukar !

  Like

 4. Bhupendrasinh Raol કહે છે:

  ભારત મા પહેલા સદગુરુઓ શિષ્યો ની શોધ કરતા હતા.હવે નહી.હવે બકરા શોધે છે.મન્ફાવે ત્યારે અને જરુર પડે ત્યારે હલાલ કરી શકાય.શ્રી રામક્રુશ્ણ પરમહંસ વિવેકાનન્દ નિ રાહ જોતા હતા એવુ કહેવાય છે.

  Like

 5. Mita Bhojak કહે છે:

  પારુબહેન સરસ લેખ.
  કોઈ પણ માણસ ગમે તેટલો સમર્થ હોય તો પણ તેની ઈશ્વર સ્વરૂપે પૂજા કરવી નહિ . વ્યક્તિ પૂજા અધમ છે માટે તેનાથી બચવું. ઈશ્વર સાક્ષાત્કાર નો દાવો કરનાર કે સાક્ષાત્કાર કરાવી આપનાર ની વાતો પર વિશ્વાસ કરવો નહિ. જે ખરેખર ઈશ્વર સાક્ષાત્કારી હોય તે આવો દાવો કરતો ફરેજ નહિ. કર્તવ્ય ત્યાગ ને ત્યાગ ન કહેવાય તે તો પલાયનવાદ છે .પરંતુ મોટે ભાગે કર્તવ્ય ત્યાગી ઓ નેજ મહાન માનવામાં આવે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s