જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ”
આવતી જો રીમઝીમ વર્ષાની હેલી,
સોહામણા ભવિષની કરતી આગાહી,
ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી.
રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ,
સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર!
શ્યામલ વાદળી માંહી વર્ષા,
ને વર્ષા માંહીજ મેઘધનૂષ!
ઝટ સરી જતી પળો ખુશીની,
આનંદે તે ભોગવી રહેવું પ્રભુનાં આભારી.
ક્યારેક જો વળી આવે આપત્તિ,
આસ્તિક કદી નવ થાજો આશાહીન,
એજ તો છે આપણી આસમાની સુલતાની!
જો વળી કદી સુખ થતું દુઃખને આધીન,
જાણવી જુક્તિ એ સર્જનહારની,
જાતકની  જિજીવિષા પ્રબળ ઘણી,
રહેતી અખંડિત અમર આશા ઘણી!
ઉદ્વિગ્ન ઉરમાં તે ભરતી ઉત્સાહનો ઉછરંગ,
ખમીખમી ને પછડાટ અડીખમ રહેતી જિંદગી!
પ્રસારીને સોનેરી પાંખો વળી ઉડવાને તૈયાર જિંદગી !
થઇ સાહસિક વહેવાને બોજ તૈયાર જિંદગી !
થતી કદીના આશાહીન જિંદગી !
ધૈર્ય અને શૌર્યથી વિજયાંકિત જિંદગી!
પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

 1. nitinvyas કહે છે:

  we are lucky because Parubhabhi is part of our family. God bless you. May you always live life king size.

  Like

 2. narendra કહે છે:

  Vadali mahi varsha ane varsha mahi Meghadhanus
  pan dishe jyare Surya prakashe

  Meghadhanushna Rango chhe Surya Prakash mahi

  Pan Dishata Vadali ane Varsha sangath mahi

  Narendra

  Like

 3. શ્રી પારુબહેન,

  રહેતું નથી કાંઈ હંમેશા સમૂળ,
  સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર!
  શ્યામલ વાદળી માંહી વર્ષા,
  ને વર્ષા માંહીજ મેઘધનૂષ!
  ઝટ સરી જતી પળો ખુશીની,
  આનંદે તે ભોગવી રહેવું પ્રભુનાં આભારી.

  જિંદગી જીવનના ઝંઝાવાતો સામે કેવી રીતે ઝઝૂમવું

  તેની સુંદર રજૂઆત. ધન્યવાદ કવીયેત્રીને ….

  Like

 4. praheladprajapati કહે છે:

  રહેતું નથી કાંઈ હંમેશા સમૂળ,
  સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર!
  પારૂ બહેન અભિનંદન બહુ સરસ .

  Like

 5. hansvahini કહે છે:

  પારૂબેન, સુંદર કાવ્ય રચના છે. ક્ષનિક અને ક્ષન્ભન્ગુર છે એટલેજ તેનું મૂલ્ય છે.પરિવર્તન એ પ્રભુનો પ્રસાદ છે. આ પહેલા તમે જાણવા માંગતા હતા તો જણાવુંકે મારો બ્લોગ : hansvahini.wordpress.com છે.

  Like

 6. gurjaree કહે છે:

  ખમીખમી ને પછડાટ અડીખમ રહેતી જિંદગી!

  ખુબ સુંદર અને સુચક….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s