લગ્નમાંગલ્ય 1

લગ્નમાંગલ્ય

************************************************

આજે તમે નવદંપતી સંસારમાં સમજપૂર્વક પ્રવેશ કરો છો, તમારા માટે આ શુભ દિવસ છે. તમારા વડીલો તરફથી તમારા લગ્નની પસંદગી થઈ ત્યારથી જ તમે એકબીજાં સાથે માનસિક રીતે તો વરી ચૂક્યાં છો પણ આજે વડીલો, શુભેચ્છકો અને સમાજના સજ્જન પુરુષોના સાંનિધ્યમાં પ્રત્યક્ષ રીતે વરો છો અને આશીર્વાદ મેળવો છો. પ્રભુ તમારું કલ્યાણ કરો. તમારો સંસાર સુખરૂપ નીવડે એટલા ખાતર થોડી સલાહ આપું છું :

લગ્ન એ સંસ્કાર છે. એમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગનું પ્રાધાન્ય છે. લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર રહેલો છે. એટલે જેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈએ, એની પાસેથી સુખ મળશે એવી આશા રાખ્યા કરતાં, હું એને સુખી કરીશ, એવી ભાવનાથી લગ્ન કરવું જોઈએ. આમ થાય તો કદી દુ:ખ ભોગવવા વારો આવે નહીં. લગ્ન એટલે જ્ઞાનપૂર્વક શુદ્ધ પ્રેમનું સમર્પણ. તમે એકબીજાની શાંતિ માટે તમારું સર્વસ્વ અર્પણ કરજો જેથી તમારાં શરીર જુદા દેખાવા છતાં એક જ હોય. તમારા વાણી, વિચાર અને વર્તન એક જ હોય. જુદી જુદી નદીઓનાં પાણી ભેગાં થાય છે ત્યારે ઓળખાતાં નથી તેમ તમારાં કાર્યો જુદાં છે એમ તમને પણ ન દેખાય એ રીતે વર્તજો.

તમારું એકેએક કાર્ય સાથે વિચારેલું અને સુખદુ:ખ જ્ઞાનપૂર્વક ભોગવેલું હોવું જોઈએ. સંજોગોવશાત જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં રસપૂર્વક સાથે રહેતાં શીખજો. સુખ માટે બહાર ફાંફાં નહીં મારતાં અંદર શોધજો અને આવતી આપત્તિ ટાળવા નૈતિક દષ્ટિએ પુરુષાર્થ કરજો. સત્કાર્યો અને સજ્જનોનો સહવાસ શોધજો, એ હંમેશાં સુખકર નીવડે છે. શુદ્ધ શારીરિક શ્રમ અને જીવનવહેવાર કરકસરથી કરતાં જરૂરિયાતો ઘટે છે. ઓછી જરૂરિયાતો જ જીવનમાં શાંતિ આપે છે. ધનની લાલસા વધારશો નહીં. છતાં પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન સેવશો. હસતે મોઢે મર્દાઈથી જીવજો. જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહીં. તૂટેલી ગૂંચ કદાચ સંધાય ખરી પણ વચ્ચે ગાંઠ રહી જાય છે.

આજનો આ પવિત્ર દિવસ યાદ રાખી શુદ્ધ પ્રેમની મૂડી વધારજો. સાંસારિક ભોગો ભોગવવામાં સંયમ સેવજો. પ્રભુ તમારાં શુભ કાર્યોમાં રસ પૂરો.

લિ. શુભેચ્છક, રવિશંકર વ્યાસના આશીર્વાદ

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in લગ્નમાંગલ્ય. Bookmark the permalink.

One Response to લગ્નમાંગલ્ય 1

  1. Bhupendrasinh Raol કહે છે:

    *ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન.કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડ નો.પ્રાણી,જંતુ અને પક્ષી જગત ની જેમ માનવ જગત ની માદા ઓ પણ સિલેકશન કરતી જ હશે.હશે એટલા માટેલખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવા ની ચોઈસ રહી નથી.સિલેકશન માતા પિતા કરે છે.સ્ત્રીઓ સુંઘીને તથા જોઇને પામી જાય છે.કયા પુરુશ મા ટેસ્ટાટોરિન મેલ હાર્મોન્સ વધારે છે.જે એની મજ્બુતાઇ નુ પ્રમાણ છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવર ની પ્રથા આવી હશે.સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે,જે એના અંડ ને ફેઈલ નહિ કરે.*માનવ જગત માં આ કુદરતી નારી માટે ની સિલેકશન ની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી.કમજોર નું તો સિલેકશન થાય નહિ.માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી.હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી.હાલીમવાલી ,માયકાંગલા,કમજોર,કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી.જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાનીજ. પક્ષી જગત ના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડી ની પ્રથા અપનાવે છે,પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે.ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે.ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે.પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજી નું ધનુષ તોડાવીને કરેલું.ધનુષ ઉચકવું જ અશક્ય હતું.સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નર ની મજબૂતાઈ ના પ્રમાણ હતા,જે પ્રાચીન ભારત માં સામાન્ય હતું.અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી.ભારત ની પ્રજાને બહાદુર,મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓ ને સિલેકશન કરવા દો,સ્વયંવર ની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે.જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે.અને એટલીજ એની ફળદ્રુપતા વધારે.જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય.જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ ખોરાક ની.પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.*એકવાર માદા માં તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિ નો હેતુ તો સરે નહિ.અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે.નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય.આમાંથી પેદા થઇ મોનોગેમી.પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે,પશુઓમાં મોનોગેમી જોવા ના મળે.એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે.સિંહ ફેમીલી પોલીગેમી છે.એક નર વધારે માદાઓ.મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન.નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે,વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય.સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે.માનવ જગત માં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા,સમાજ વ્યવસ્થા.એક તો પહેલા મજબુત નર ને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી.કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ.ઉદાલક મુની નો પુત્ર શ્વેતકેતુ ખુબ નાનો હતો.પણ બુદ્ધિશાળી હતો.એ સમયે લગ્ન ના પવિત્ર બંધન હતા જ નહિ.એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલક ની સ્ત્રી ને કહે ચાલ મારી સાથે.સ્ત્રી એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો.બ્રાહ્મણો માં મજબુત કોણ કહેવાય?જે વધારે વિદ્વાન હોય તે.પેલી નાના શ્વેતકેતુ ને અને ઉદાલક ને મૂકી ને ધરાર ચાલી ગઈ.બસ નાના શ્વેતકેતુ નાં મનમાં થયું કે આ કેવું?એણે મોટા થઇ ને લગ્નવ્યવસ્થા ની રચના કરી.અને પવિત્રતા નાં વાઘા પહેરાવી દીધા.

    પારુ બહેન મારા જુદા જુદા લેખોમાથી ઉપરના અવતરણો મુક્યા છે.બહુ જુદા લાગશે આ વિચારો.આપને બધા લેખ કયાં વાચવાનુ કહુ?માટે જે મહ્ત્વ ના હતા તે મુક્યા છે.કદચ આપને ના પણ ગમે.બહુ ક્રાન્તીકારી છે લખેલુ કદાચ પહેલા કોઇ એ આવુ બધુ લખ્યુ હોય તો મને જાણ નથિ.સાયન્સ છે.પુર્વગ્રહ રાખી ને વાચશો તો નહી ગમે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s