અભીપ્સા અને આરોહણ

લગ્નમાંગલ્ય…5

*********************************************************

અભીપ્સા અને આરોહણ

તમારાં શારીરિક જીવનને જોડવાં, તમારા સ્થૂળ હિતની વસ્તુઓને જોડવી, જીવનની મુશ્કેલીઓ, પરાજયો-વિજયોનો સાથે રહીને સામનો કરવાને જીવનમાં સહકાર સાધવો-લગ્નનો આ જ પાયો છે. પણ તમે જાણો જ છો કે આટલી વસ્તુ પૂરતી નથી. એ સર્વથી પર, આપણા અનુભવના છેક તળિયે, મધ્યમાં અને ટોચ ઉપર અસ્તિત્વનું એક પરમ સત્ય, એક શાશ્વત પ્રકાશ આવી રહેલ છે; જન્મ, દેશ, પરિસ્થિતિ, કેળવણી એ બધાના સર્વ સંયોગથી સ્વતંત્ર એવા આપણા આધ્યાત્મિક વિકાસનું મૂળ છે. એ તત્વ આપણા અસ્તિત્વને એક ચોક્કસ નવી ગતિ આપે છે. આપણા ભાવિનો નિર્ણય એ તત્વ કરે છે. આ તત્વની સભાનતામાં તમારે મિલન સાધવાનું છે. અભીપ્સા અને આરોહણમાં એક થઈ રહેવું, આધ્યાત્મિક પથ ઉપર એકીસાથે ડગલાં ભરતાં ભરતાં આગળ વધવું એક સ્થાયી મિલનનું રહસ્ય આવું છે.

શ્રી માતાજી

************************************************************

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in લગ્નમાંગલ્ય. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s