“જીવન એવું જીવ્યું”

“જીવન એવું જીવ્યું”

જીવન મેં કંઈક એવું જીવ્યું ,
એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
પ્રેમ નું ઝરણું બની વહ્યું ,
લાગણીઓ ની લહેરખી એ ચઢી,
ઇન્દ્ર ધનુષ ને આંબવા ને ચાહ્યું ,
ખુદ ને ઓગાળી ને રહેવાને ચાહ્યું ,
પ્રિયજનો માં એકરસ થવાને ચાહ્યું ,
આદર્શો ને દિલ માં આરુઢી ,
આદ્રતા થી આરાધવાને ચાહ્યું ,
સ્વજનો ના હ્રદય મહીં ,
મોગરો બની ને મહેકવાને ચાહ્યું ,
પિયુ ને આધીન રહીને ,
આભલું મેં તો આંબવાને ચાહ્યું ,
અભિલાષા ઓ અનાવિલ મન માં ધરી ને ,
પ્રેમ અમૃત મેં તો ચાખવાને ચાહ્યું ,
પ્રાર્થુ હમેંશા હું તો પ્રભુ ને ,
ન તૂટે આ સુખ સ્વપ્ન ,
ન છુટે આ મીઠી તંદ્રા ,
લાગે કદીય ના જરૂર મુજને ‘મારી’ ,
ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

One Response to “જીવન એવું જીવ્યું”

  1. ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
    રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’.
    શ્રી પારુબહેન,
    ખુબ જ સુંદર, અતિ સુંદર, એકદમ સુંદર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s