‘પ્રતિકાવ્ય’ સાહ્યબો મારો શ્રી કૃષ્ણ, ને સાહ્યબો જ મારો સાંઈ , ઘર અમારું દ્વારિકા , ને ઘરજ મારું દ્વારિકામાઈ .

વ્હાલા મિત્રો,                                                                                                                                           કાલે વાળી એક બીજી વાત બની, મારા “મન ની દોરી” કાવ્ય ઉપર શ્રી જયકાંતભાઈ એ એક પ્રતિ કાવ્ય લખી ને મોકલ્યું અને તેના જવાબ રૂપે મને  પણ વળી એક પ્રતિકાવ્ય જ સ્ફૂરી આવ્યું , આ તો અંતરની  લાગણીઓ દર્શાવતો સંવાદ  છે ,અને… એટલેજ  શક્ય છે કે કાવ્યત્મકતા કદાચ ઓછી હોય …પરંતુ  સાવ spontaneous …. અને ખાસ વિચાર કે માવજત  વિનાની રચનાઓ છે … માટે જો તેનો ભાવાર્થ માણશો તો જરૂર વધારે આનંદ આવશે , આશા રાખું છું આપ સૌ મિત્રો ને આ કાવ્યાત્મક સંવાદ જરૂર ગમશે.

‘મન ની ડોરી’
જીવન ની ધરતી,સંબંધો એમાં શરતી,
સગાંઓ અને સબંધી ઓ ની પ્રીતિ,
તેમાં દાંપત્ય તો છે, મીઠી વીરડી,
મિત્રતા ના સમુદ્ર માં ઉઠતી,
લાગણી ઓ ની ભરતી,
ડગી જશે જો મન ની ડોરી,
ધ્રુજી જશે જો આત્મસંયમ ની ધરા,
તો તો પછી સંબંધોમાં સુનામી…..
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Comment by  Jaykant Jani એક શબ્દમિત્ર તરીકે તને આ મારુ સુચન કદાચ ગમશે….

આ કેવી ધુતારુ ધરતી ,
જેમા સંબંધો છે શરતી,
સગાં -સબંધી ઓ ની ભરતી,
સાથે સ્વાર્થની હોડી તરતી
તેમાં દાંપત્ય તો છે, મીઠી વીરડી,
સાહેબો મારો સાંઇ ,સંસાર અમારો શિરડી

My answer to him:

શબ્દ મિત્ર શ્રી જયકાન્તભાઈ,
મારા કાવ્ય માં એટલો રસ લઇ ને , વળી બદલા માં અતિસુંદર કાવ્યાત્મક comment બદલ આપનો ખુબ ખુબ આભાર…… આપના જેવા સહ્રદયી મિત્રો સાચેજ નવું લખવા માટે પ્રોત્સાહિત કરી જાય છે. સાચુજ કહું છું, આ જુઓને આપની ‘ કાવ્યાત્મક comment ‘ ફરી કરી ગયી કમાલ …..

‘પ્રતિકાવ્ય’                                                                                                                                                   ધરતી તો માતા છે અમારી,                                                                                                                   તો ક્યાંથી હોય તે ધુતારી?                                                                                                                   છે સંસાર માં સંબંધો જરૂર શરતી,                                                                                                      અને સગા સંબંધીઓ ની પણ ભરતી,                                                                                                 એમાં સ્વાર્થ ની હોળીઓ પણ ઘણી તરતી,                                                                                        પણ દાંપત્ય મારું તો છે, મીઠી વીરડી,                                                                                                સાહ્યબો મારો શ્રી કૃષ્ણ, ને સાહ્યબો જ મારો સાંઈ ,                                                                           ઘર અમારું દ્વારિકા , ને ઘરજ મારું દ્વારિકામાઈ .                                                                       મિત્રતા પણ પારખી ને કરવી પડે ભાઈ,                                                                                              સરળ હ્રદયને પડે ઘણા આઘાત સહેવાને આંહી.                                                                              મિત્રતા નો સાગર અતિઉત્તમ રાખ્યો છે ચાહી,                                                                                એની પાવન લાગણીઓ ની લહેરો માં નાહી,                                                                                     રહે કંચન સમ તન ને મન ,એમાં સંદેહ નહિ કાંઈ,                                                                           મેરુ સમ અમારા મન , ડગે નહિ ભાઈ ,                                                                                           આત્મસંયમ કેરી ધરા અમારી,                                                                                                        પ્રેમઅમૃત થકી તે સીંચી જાય.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો. Bookmark the permalink.

One Response to ‘પ્રતિકાવ્ય’ સાહ્યબો મારો શ્રી કૃષ્ણ, ને સાહ્યબો જ મારો સાંઈ , ઘર અમારું દ્વારિકા , ને ઘરજ મારું દ્વારિકામાઈ .

  1. પારૂ બહેન, કાવ્ય અને પ્રતિકાવ્ય બંને ગમ્યાં. સુંદર ભાવો વ્યક્ત કરવા બદલ ધન્યવાદ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s