વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……

પિયુની નો પ્રેમ કરે પમરાટ


સુણ્યો કાવ્યોનો કલશોર ને ,

તો ક્યાંક વળી ગુજરાતી ગઝલ ,

વેણું અને બંસરીના નાદ,

સુણી દાદાભાઈ ની દુંદુભિ,

સુણ્યા જો ચંદ્રના પુકારો ,

વળી લાગણી ની માંગણી,

જોયા તોરણ અને રંગોળી,

જોઈ જ્યાં ફૂલો ની વાડી ,

વેરાતા જે વિચારો ના મોતી.

વહેતા જે જ્ઞાન ના ઝરણાં,

ક્યાંક વળી મિત્રો નું મનોમંથન ,

તો ક્યાંક રેશનલ અભિવ્યક્તિ ,

તો ક્યાંક વળી વ્યંગ ની અસર ,

તો  સ્વપ્ન પણ પરાર્થે સમર્પણ ,

કોઈ ઉતારે હ્રદય કાગળ ઉપર,

તો વળી વિજય કરતા ચિંતન ,

થતી ઝીલમીલ જ્યાં રોશની,

દેખ્યા પરમ ને પણ સમીપે ,

ડાયરીને વળી ગુજરાતી શાયરી ,

આવ્યા અમે તો દોરાયી ને ,

તો દેખી શબ્દોની જે રોશની

અતિ આનંદે થઈ ઉત્સાહિત,

પ્રેમાળ મન થકી ને પ્રેરિત,

હ્રદયના ભાવ શબ્દો થકી અંકિત,

સજાવ્યો છે અમે પણ બ્લોગ,

નથી આપના જેવું અગાધ આભલું,

બસ નાની શુક્રતારિકા સમ તારલું,

પિયુની નો પ્રેમ કરતો ત્યાં પમરાટ,

લઇ સુગંધ ને થવા આનંદિત ,

બહેનાને કરવા ને પ્રોસ્તાહિત ,

આપ પણ જરૂર થી પધારશો ,

વચન મારું કરીશ આપને સ્નેહાંકિત .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , . Bookmark the permalink.

48 Responses to વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……

  1. dr bharat કહે છે:

    Superb! Unbelievable creation! Appreciations may not have words!

    Like

  2. Kartik કહે છે:

    જ્ઞાન નું ઝરણું – મજાક કરો છો? 🙂

    Like

  3. Mita Bhojak કહે છે:

    પારુબહેન આપનું વ્હાલસોયું નિમંત્રણ “ખુદને જ પામશો” માણવાની ખૂબ ખૂબ મજા આવી.

    Like

  4. nilam doshi કહે છે:

    nice one…read vishv gujarati on param samipe…

    Like

  5. Rupen patel કહે છે:

    વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
    પારૂ બેન સાચી વાત કહી તમે .
    સરસ રચના અને બીજા બાકી રહેલા મિત્રોનો પણ સમાવેશ થાય તેવી રચના પણ મુકશો .

    Like

  6. chandravadan કહે છે:

    Nice Post ! Thanks for the Invitation.
    Read and liked the Post !
    And, now from my Heart>>>
    વ્હાલસોયું નિમંત્રણમાં અનેક ગુજરાતી બ્લોગોને ગુંથી લીધા,

    પૂકારો “ચંદ્પૂકાર”ના સુણ્યા, અને અન્યને પણ સુણાવ્યા.

    વાંચી, પારૂને ચંદ્ર કહે..” ખુશ છું હું !”

    અને, જેમ મામા ભાણેજને કહે “લખી ખુશ રહે તું !”

    >>>>ચંદ્રવદન.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visit/comment on Chandrapukar !

    Like

  7. nishitjoshi કહે છે:

    બહુ જ સરસ રીતે બધાને આવરતી રચના.

    આટલુ સરસ વ્હાલસોયુ નિમંત્રણ મોકલ્યુ આપે

    હવે તો હમેંશા આવતા રહેશુ બહેનાને ત્યાં.

    Like

  8. nishitjoshi કહે છે:

    ન રહ્યા બાકી કોઇ શબ્દો અહિં,
    જોડી દીધા અમને પણ અહિં,
    નિમત્રણ આપ્યુ ભાઇને પહોચે જ,
    લો પહોચી ગયા બહેના પાસે અહિં,
    હતા અમે તો એક રાહના પથ્થર,
    કોહિનુરો સાથે મુક્યા અમને અહિં,
    મહક તો છો જ બાગના પીયુની,
    ઇશ્વર ચમકાવશે સીતારો સમા અહિં,
    બહેનાને નહી કહીએ આભારના શબ્દો,
    શીખર પર પહોચે એ પ્રાર્થના કરૂ અહિં.

    નીશીત જોશી

    Like

  9. venunad કહે છે:

    આપે કમાલ કરી સર્વે જાણીતા અને મનગમતા બ્લોગ્સ ને આવરી લેતી કવિતા રચી, વાહ! વાહ! જ કહેવું પડે. લખતા રહો અને અમે માણતા રહીએ.
    આભાર સહ,
    “સાજ” મેવાડા

    Like

  10. શ્રી પારુબહેન,
    બહેનના આમન્ત્રણ ને મન આપી અમે પધાર્યા,
    ઘણા બાધની સાથે અમે તો ખુદને જ પામ્યા.
    આવરી લીધા સર્વેને હવે કઈ રહ્યું નથી બાકી,
    પીયુનીના પમરાટની જોઈ છે સુંદર ઝાંખી.

    ખુબ સરસ મારા બહેનજી તમેતો ખુબ સરસ
    રચના , અદભૂત, અનન્ય ,અનોખી, અને સુંદર
    મન પ્રફુલિત કરી દે તેવી રચના માટે ખાસ
    અભિનંદન, ધન્યવાદ,પ્રાર્થના ,પ્રણામ, સલામ.

    Like

  11. vijayshah કહે છે:

    આપના આમંત્રણ બદલ આભાર

    Like

  12. પિંગબેક: વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો …… (via Piyuninopamrat’s Blog) « વિજયનુ ચિંતન જગત

  13. આપના બ્લોગ પર પ્રથમ વાર જ આવવાનું થયું, પરંતુ સ્વાગત જ અતિ ઉમળકાભરી રચના થી થયું.
    ખૂબજ સુંદર રચના સાથે ફૂલવાડી. શબ્દો જાણે બોલતા હોય …

    આપની અનુકુળતાએ જરૂરથી અમારી મુલાકત લેશો…

    આભાર…

    અભિનંદન…

    અશોકકુમાર – ‘દાદીમાની પોટલી’
    http://das.desais.net

    Like

  14. raol1810pr કહે છે:

    PIYUNI,
    What a wonderful poem! It is so sweet and soothing, I am really glad and thankful for it.

    Like

  15. Dilip Gajjar કહે છે:

    Are waah aa to jidi j rite kaavy kahyu..badha blog name aaavri ne…maja aavi gai..aakhar pamraat kono ?

    Like

  16. Bhupendrasinh Raol કહે છે:

    ગ્રેટ કવિતા.મઘમઘતો પમરાટ.અદ્ભુત કલ્પના થકી ઉત્તમ રચના.દાદાભાઈ નો હંમેશા સાથ છે બહેનાને..

    Like

  17. પિંગબેક: વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો …… (via Piyuninopamrat’s Blog) | "કુરુક્ષેત્ર"

  18. Bhupendrasinh Raol કહે છે:

    એક મીરાં કૃષ્ણ ને પામવા તરસતી હતી એના ભક્તિ કાવ્યો માં એ તલસાટ દેખાઈ આવે છે.કૃષ્ણ(મેડીકલ જાયન્ટ) ને પામી ચુકેલી મીરાં ના પમરાટ ને માણી ને જાત ને મહેકતી કરવી હોય તો પધારો અહી.અહી પ્રેમ ની પૂર્ણતા છે.

    Like

  19. himanshupatel555 કહે છે:

    તમારી બહુવિધતા વાંચી જોવાનો ખાસો આનંદ થયો.મળતા રહેજો મને @
    http://himanshupatel555.wordpress.com
    આભાર અને તમારી ક્રુતિ મોકલ્તા રહેશો તે અપેક્ષા…

    Like

  20. Govind Maru કહે છે:

    વહાલા પારુબહેન,
    આપને ગમતા બ્લોગરુપી પુષ્પોનો પુષ્પગુચ્છથી કરવામાં આવેલ અનોખું અને અનન્ય સ્વાગતથી ધન્યતા અનુભવી. આભાર..
    અભીનંદન…

    Like

  21. vijayshah કહે છે:

    Please visit http://gujarati.speakbindas.com/blog-ekvismi-sadi/
    aapanu aa kaavya aa lekha sarjan nu nimitt banyu
    “બ્લોગ”- એકવીસમી સદીની ટેકનોલોજીનું વરદાન -વિજય શાહ

    Like

  22. યશવંત ઠક્કર કહે છે:

    મજાની પ્રયોગશીલ રચના. અમને વધારે ગમી કારણ કે… [હા!હા!હા!]

    Like

  23. laaganee કહે છે:

    આભાર….. આટલી સુંદર રચના વરસતા વરસાદમાં માણવાનો મોકો આપવા બદલ …
    આપે કમાલ કરી છે…..!!!!!
    પામી આમંત્રણ આપના સ્નેહનું , ભીંજાયા લાગણીમાં લથ-બથ એવા ,
    કે નથી શબ્દો કોઈ, હવે પ્રતિભાવ આપની અભિવ્યક્તિનો દેવા……!!!

    Like

  24. પંચમ શુક્લ કહે છે:

    મઝાની પદ્યાત્મક બ્લોગસાંકળી.

    Like

  25. સુંદર રચના… અને સાચું કહું તો હું એકદમ પ્રભાવિત હતો તમારી રચનાઓથી પણ આ વાચ્યા પછી પ્રભાવિત શબ્દ નાનો લાગે છે.

    Like

Leave a comment