“જાળવજો” ….. એક બોધ કાવ્ય .

યુવાની માં પગ માંડી રહેલા મારા વાહલા બાળકો …અને વિદ્યાર્થીઓ આપ સૌને માટે વડીલો નાં મનોભાવ  કંઈક આવાજ હશે …… અતિશય પ્રેમ ચિંતા પ્રેરતો હોય છે ….. આપ સર્વે જીવન માં ખુબ પ્રગતિ કરો અને નામના મેળવો એવા આશીર્વાદ .

જાળવજો ”
જીવનમાં જાળવજો ભાઈ
,
બધુંય ક્ષણભંગુર ક્ષણમાં સરી જાય.
વિચારો ને જાળવજો ભાઈ
,
વિચાર
તો શબ્દો બનીને સરી જાય .
શબ્દો ને વાણી પણ જાળવવા ભાઈ
,
વાણી તેવું વર્તન થતું જાય
.
વર્તન પણ જાળવવું જોઈ
,
વર્તન થકી આદત પડતી જાય .
આદત પણ જાળવવી ભાઈ
,
આદતથી તો આદમી ઓળખાય .
આબરૂ પણ તો જાળવવી જોઈ ,
આબરૂથી તો સમાજમાં સ્થાન થાય.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , . Bookmark the permalink.

3 Responses to “જાળવજો” ….. એક બોધ કાવ્ય .

  1. બધુંય ક્ષણભંગુર ક્ષણમાં સરી જાય.
    વિચારોની સુંદર સીડી બનાવી

    Like

  2. Ramesh Patel કહે છે:

    “ જાળવજો ”
    આ શબ્દ દ્વારા આપે ખૂબ જ ઊંચો જીવન સંદેશ દઈ દીધો.
    સરસ જીવનોપયોગી બોધ દેતું કાવ્ય.
    ગુરૂપૂર્ણિમાએ મને સરસ એક શબ્દમાં ગુરુનો બોધ મળેલ,’અથડામણ ટાળજો”આપની પોષ્ટથી
    વાત યાદ આવી ગઈ.
    અભિનંદન
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. Atul Jani (Agantuk) કહે છે:

    શ્રી પારુબહેન,

    “જાળવજો” શબ્દમાં સુંદર શ્લેષ થયો છે.

    ૧. સાવધાની પૂર્વક વર્તવું – જ્યાં ત્યાં પગ મુકતા “જાળવજો”
    ૨. સાચવવું – સંતાનોને જતન પૂર્વક “જાળવજો”

    મારા એક મિત્ર તો ભગવદ ગો મંડળમાંથી કદાચ “જાળવજો” શબ્દના અનેક અર્થો ગોતી શકે. પણ આ તો મારા મનના શબ્દકોષમાં થી મળેલા અર્થો મેં જણાવ્યા છે.

    આપની પાસેથી ઘણું ઘણું જાણવા મળે છે.

    ચાલો હવે પેટ (પોસ્ટ) કરતા ચરણ (કોમેન્ટ) લાંબા ન થઈ જાય તે માટે હવે અહીં જ અટકું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s