“મીઠા સંભારણા” “દીકરી મારી …ત્યારે તું મને ખુબ વ્હાલી લાગી હતી……”

“મીઠા સંભારણા”
“દીકરી મારી …ત્યારે તું મને ખુબ વ્હાલી લાગી હતી……”ઋજુતા મારી નાન્હેરી વ્હાલી ઢીંગલી. બસ ચાર વર્ષનીજ હતી. પ્લેસ્કુલ માંથી હવે નસૅરી સ્કુલમાં જવા લાગી હતી, તને એકલી ન મુકવી પડે, માટે મેં પણ તો સ્કુલ ઓથોરીટી ને ખાસ રિક્વેસ્ટ અને થોડી જીદ કરીને પાર્ટટાઇમ કામ કરવાની રજા લઇ લીધી હતી . આપણે સાથેજ સ્કુલ બસમાં જતા અને સાથેજ આવતા . આખે રસ્તે બસમાં આવતા અને જતા ભાતભાત ની વાતો અને વાર્તાઓ ચાલુજ રહેતી . આજ તો આપણો ક્વોલિટી ટાઇમ રહેતો .

ઘરે આવી ને તો પછી હું એવી કામ માં ગુંથાતી કે ક્યાં સાંજ ઢળતી તે ખબર જ ના રહેતી . હું કામ કરું ત્યાં સુધી તારો હવાલો બા દાદા સંભાળતા . બપોરે ૩;૩૦ થી ૫;૦૦ તું સુઈ જતી સાંજે પાંચ વાગે તું ઉઠે એટલે તને દૂધ નાસ્તો કરાવી અને પછી અડધો કલાક આપણે તારું હોમવર્ક કરતા . હોમવર્ક માં તો વાળી શું હોય ? એકાદ રાઇટીંગ પેપર કે કોઈ કલરીંગ પેપર . હા કલરીંગ તારું ગમતું કામ … ખુબજ ચીવટ અને ધીરજ થી તે તું કરતી , બધાયે સ્ટ્રોક્સ એકજ સરખા, એક જ દિશામાં જવા જોઈએ , અને જરાય લાઈન ની બહાર નીકળવું જોઈએ નહિ . ક્રેયોન કલર્સ તો તને ખુબજ ગમતા અને ખુબ સાચવી ને તે તું રાખતી. કામ પતે એટલે પાછા બધાય બરોબર એક એક કરી ને કંપાસ બોક્ષમાં ગોઠવતી .  કલરીંગ કરવું તને ગમતું અને કલરીંગ કરતી તું મને ગમતી ….  તારી નાની-નાની, કુણી-કુણી, ગોરી-ગોરી આંગળીઓમાં ચટકદાર રંગોવાળા પ્લાસ્ટિક ક્રેયોન્સ કેવા શોભતા …   દિવાળીની રજાઓ પછી , સ્કુલ ખુલી ત્યારે તને પ્લાસ્ટિક ક્રેયોન કલર્સનું મોટું પેક લઇ આપ્યું હતું . એ લઇ ને સ્કુલે જવાનો તારો ઉત્સાહ પણ ખુબ હતો. પહેલે દિવસે સવારે સ્કુલે જતી વખતે આખે રસ્તે સ્કુલ બસમાં તું બસ એનીજ વાતો કરતી રહી હતી . આને બતાવીશ,અને તેને બતાવીશ ,મારા દીદી (ટીચર) ને પણ બતાવીશ વગેરે ….

એ દિવસે સાંજે જયારે આપણે તારું કલરીંગ પેપર લઇ ને બેઠા ત્યારે ……   આ શું ????        મારી તો જરા રાડ જ નીકળી ગયી ….. પણ પછી તરતજ તારા સામે જોઉં તો તારી મોટી મોટી કાળી આંખો માં કંઈક અજબ ભાવ દેખાયા ,  મને તો હતું કે મારી દીકરી રડી પડશે ….. નવાજ લીધેલા ક્રેયોન્સના બોક્ષમાં બધાજ ક્રેયોન્સના અડધા ટુકડા હતા !!!!  બીજો અડધો ભાગ હતો જ નહિ !!!!!  બે મિનીટ રહી ને ધીરેથી એને પૂછ્યું , આ શું બેટા? શું થયું? તો તું ક્હે , ‘ મમ્મા આજે તો બધાજ children પાસે નવા કલર્સ હતા …ખાલી ” **** ”  મારી ફ્રેન્ડ પાસેજ ના હતા, એટલે એ રડવા જેવી હતી ,  એટલે મમ્મા મેં એની સાથે share કર્યા .  મમ્મા તેજ તો કહ્યું હતું ને કે બધી વસ્તુ share કરવી જોઈએ ?  Good children selfish નાં હોય, good children sharing કરે? તો મમ્મા હું પણ તો તારી good baby છુ ને? ‘

ઓ મારી દીકરી તું મને ત્યારે એવીતો વ્હાલી લાગી એવી તો વ્હાલી લાગી ……. કે હૈયું મારું ઝરણું થઇ આંખોમાં વહી આવ્યું …. મારી Best baby એ તો મને Best મમ્મા બન્યાનો જાણે એવોર્ડ આપી દીધો હતોને?

પારૂ કૃષ્ણકાંત ” પિયુની “

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મીઠા સંભારણા” and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

21 Responses to “મીઠા સંભારણા” “દીકરી મારી …ત્યારે તું મને ખુબ વ્હાલી લાગી હતી……”

 1. Ruju કહે છે:

  mumma…….
  hu tari ‘best baby’ chu
  ane tu a duniya ni best mumma.

  Like

 2. laaganee કહે છે:

  લાગણી તમારા લેખમાથી ટપકે છે….અમારે એક લાડલી સુંદર દિકરી જ છે અમારી દુનિયા….
  મા તરિકે એ મારી તો મિત્ર છે જ પણ લાગે છે કે એના પિતાની એ બધુ જ છે…. મા, મિત્ર, દિકરી, સાથી, સહારો, હુંફ ……
  મને લાગે છે કે દિકરી વિના બાપ નુ અસ્તિત્વ અધુરુ છે….!!!
  શબ્દો ઝાંખા થાય છે… આંખોમા લાગણીની ભીનાશનુ વાદળ બન્ધાય છે….
  દિકરી વળગે છાતીએ ….. અસ્તિત્વ મારુ જાણે ઝરણુ હોવાનો ભાસ થાય છે…..

  Like

 3. dr.yogesh mehta કહે છે:

  lovely ….. like mom and dad like child…. we are proud to have friends like u.. God bless u all…..

  Like

 4. શું કહેવું?
  દરેકને પોતપોતાની નાનકડી ઢીંગલીઓ સજળ નજરે તરવરવા લાગે તેવી આ રજૂઆત છે.
  જ્યારે કોઈપણ લખાણમાં પોતાની અનુભૂતિ પ્રમાણિકતાથી રજૂ થાય છે ત્યારે જે તે લખાણ એક મૂલ્યવાન રચના બની જાય છે.
  ઓછા શબ્દોમાં પણ ખૂબ જ મજાની વાત કહી દીધી. લાગણીની રજૂઆતમાં રહેલો સંયમ પણ દાદને પાત્ર છે. જેના લીધે લખાણ અને સાથે સાથે લાગણીનું મહત્વ જળવાઈ રહ્યું છે.
  અન્ય લખાણોની રાહ છે.
  આભાર.

  Like

 5. સુંદર ભાવનાઓથી ભરેલો લેખ.
  અને જાણીને ઘણી ખુશી થઈ કે તમારી દીકરીને તમે જે સંસ્કાર સીંચ્યા છે તે તેને બરાબર પોતાની જીન્દગીમાં ઉતાર્યા છે.
  અભિનંદન.

  Like

 6. bhavin kothari કહે છે:

  awesome!extraordinary

  Like

 7. Prempriya કહે છે:

  Marvelous !!
  The tale of every mother, you could give such a impulsive words them……..
  I’m also a mother of 3 years little doll……….

  Like

 8. nilam doshi કહે છે:

  nice feelings…enjoyed…
  if u have daughter i think you should read book ” dikri mari dost ”
  am sure u will like it…

  Like

 9. શ્રી. પારુબહેન,
  ખુબ જ સુંદર સંસ્કાર આપે દીકરીને આપ્યા છે. અને માત પિતા
  અને ઘરના સંસ્કાર બાળકોમાં જરૂર રેડતા હોય છે. આપના પરગજુ
  સ્વભાવનું ઉમદા પ્રતિબિંબ આપની વ્હાલસોયી દીકરીએ પૂરું પડ્યું છે.
  મારા તેને આશીર્વાદ અને તેના પરાર્થે સમર્પણ ના કાર્ય બદલ વંદન.

  સ્વપ્ન

  Like

 10. સરસ લાગણીસભર લેખ ! આવી દીકરી કોને ના ગમે ?

  Like

 11. Dr P A Mevada કહે છે:

  માનનિય પારુબહેન,
  આવા નાના પ્રસંગો જીવનને ભરપૂર આનંદ આપે છે, સ્વાર્થી લોકો હંમેશા દુઃખજ વહેંચતા હોય છે. તમારી વહાલસોયી દિકરીને આશિર્વાદ!

  Like

 12. Batuk Sata કહે છે:

  બહુજ સરસ લેખ.

  Like

 13. ghanshyam કહે છે:

  Paruben,
  બહુજ સરસ લેખ.
  Ghanshyam Vaghasiya
  http://ghanshyam69.wordpress.com

  Like

 14. hiral કહે છે:

  I enjoyed reading this. Such a beautiful thought by a little girl. Tears came in my eyes. 🙂 So, Can imagine yr love and affection that time 🙂

  Like

 15. Shriya કહે છે:

  સુંદર વાત…. ખુબ ખુબ અભિનંદન

  Like

 16. pipaliya Jignesh કહે છે:

  marathi to radij javayu. karan ke marepan ek 9 month ni nani baby chhe. ek bap ni lagni ne to ek dikari j samji sake chhe. ane aetle to bap ne vahali dikari hoy chhe.

  Like

 17. jyotiaqua કહે છે:

  nice mare 2 dikari o chhe ak sasre chea pan aave tyare teni 2 varsh ni beby ne joy mari beby ne aapela sanshkar temnama dekhay chhe te joy khub harsh anubhavu chhu aapno lekh gamyo thanks.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s