આદત પડી છે

“આદત પડી છે”

થઈને જુદા સ્વજનોથી ,
જીવન જીવવાની આદત પડી છે.
પાછી આવશે ક્યારેક તો કામિની,
દિલને મનાવવાની આદત પડી છે.
કરીને ભરોશો આપની વાણીનો,
તમારી રાહ જોવાની આદત પડી છે.
છૂટી ગયા બધાય કાફલાઓ ,
એકલા જીવવાની આદત પડી છે.
થતી રહે ભલેને દગાખોરી ,
આઘાત સહેવાની આદત પડી છે.
આંખો ભલેને રહેતી ભારી,
જાગતા સમણાં જોવાની આદત પડી છે.
રહેતી મનમાં યાદ તમારી,
હસતા ડૂસકાં ભરવાની આદત પડી છે.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to આદત પડી છે

  1. sapana says:

    પારુબેન સરસ આદત પાડી છે લખવાની..બ્લોગ સરસ છે આભાર તમે મારાં બ્લોગમા પધાર્યા..
    સપના

    Like

  2. nishitjoshi says:

    સુદંર….મને જે સુઝ્યુ તે મુકી રહ્યો છુ…..

    હવે ભલે ને પળ કરે સોદા,

    મને તો વહેચવાની આદત પડી છે….

    હવે ભલે ને તુટે કોઇ આભા,

    મને તો ખરવાની આદત પડી છે…..

    હવે ભલે ને રૂધીર બને સાહી,

    મને તો લખવાની આદત પડી છે……

    Like

  3. મારી ગઝલ ‘આદત તમારી’ આપને ગમી તે મને ગમ્યું.
    આપની ગઝલ ‘આદત પડી છે’ માં અભિવ્યક્તિ જોરદાર છે. વિચારોમાં દમ પણ છે.જો ગઝલના બંધારણનો સાથ મળે તો એક સરસ માણવા લાયક ગઝલ થાય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s