આદ્યશક્તિ માં નવદુર્ગાના પહેલા પાંચ સ્વરૂપો શૈલપુત્રી માં, બ્રહ્મચારીણી માં , ચંદ્રઘંટા માં, કુષ્માંડા માં, સ્કંદમાતા , અને તેનું મહાત્મ્ય .

” આદ્યશક્તિ માં નવદુર્ગાના નવ સ્વરૂપો “
********************************************

૧  શૈલપુત્રી માં દુર્ગા :
શૈલ એટલે પહાડ …. પર્વત . પર્વત રાજ હિમાલય ના પુત્રી પાર્વતી , તે શૈલપુત્રી ના નામે પણ ઓળખાય છે . આદ્ય શક્તિ માં ના નવ સ્વરૂપો માં પ્રથમ સ્વરૂપ આ છે. નવરાત્ર ની પ્રથમરાત્રી , પાર્વતી માં ..એટલે કે શૈલપુત્રી માં દુર્ગાની આરાધના ની છે.

૨  બ્રહ્મચારીણી માં દુર્ગા :
આદ્ય શક્તિ માં નું બીજું સ્વરૂપ તે  બ્રહ્મચારીણી  માં દુર્ગા . બ્રહ્મ એટલે તપ કરે અને સદાચાર આચરે તે . અહી “બ્રહ્મ” એટલે તપ … તપ આચરનારી માં તે બ્રહ્મચારીણી માં દુર્ગા.તેઓનું આ સ્વરૂપ અતિ સુંદર અને ભવ્ય છે. તેમના એક હાથ માં પાણી નો કુંભ છે અને બીજા હાથ માં માળા છે . તેઓ પ્રેમ અને વફાદારીના પ્રતિક છે ,અને બુદ્ધિ અને જ્ઞાન નો ભંડાર છે . રુદ્રાક્ષના પારા તેમનું પ્રિય આભુષણ છે .

૩  ચંદ્રઘંટા માં દુર્ગા :
આદ્ય શક્તિ નું ત્રીજું સ્વરૂપ તે ચંદ્રઘંટા માં . તેઓ ના કપાળ ઉપર અર્ધ ચંદ્ર છે અને તેમનો વર્ણ સોનેરી છે . તેઓ આ સ્વરૂપે અત્યંત મોહક,  ચિત્તહારક, અને તેજસ્વી છે . તેમને ૧૦ હાથ અને ત્રણ આંખો છે . તેમના ૮ હાથો માં તેને શસ્ત્રો ધારણ કરેલા છે અને બે હાથ આશીર્વાદ આપવાની મુદ્રા માં ધરેલા છે . તેઓ વાઘ ઉપર સવારી કરે છે. ચંદ્ર જેમ શીતલ ચાંદની વર્ષાવે છે , તેમજ તેઓ પરમ સુખ, શાંતિ અને વિદ્યાની શાશ્વત વર્ષા કરે છે . મોટેભાગે  તમિલનાડુ માં લોકો તેમની આરાધના કરે છે . ત્રીજા નોરતે તેમની આરાધના થાય છે .

કુષ્માંડા માં દુર્ગા :
ચોથે  નોરતે માં આદ્ય શક્તિ ની કુષ્માંડા માં  સ્વરૂપે આરધના થાય છે . કુ એટલે થોડું , ઉષ્મા એટલે ગરમી અથવા ઉર્જા શક્તિ, અંડ એટલે ઈંડા આકાર નું જગત . માં દુર્ગા ના આ શક્તિ સ્વરૂપે પોતાની ઉર્જા શક્તિ થી આ જગત ની સ્થાપના કરી છે .કહેવાય છે કે જયારે કશુંજ નહતું ,જયારે માત્ર ખાલીપો અને અંધકાર હતા, જયારે સમય પણ નહતો , ત્યારે માં કુષ્માંડા એ પોતાની સંકલ્પ શક્તિ અને કલ્પના શક્તિ થી આ જગત ની સ્થાપના કરી. તેઓ નાં આઠ  હાથ છે, તેઓ શસ્ત્ર અને માળા ધારણ  કરે છે, અને વાઘ ઉપર સવાર છે અને સૂર્યપ્રકાશ નું પ્રભા વલય ધરે છે .

૫  સ્કંદમાતા માં દુર્ગા :
માં દુર્ગા નું પાંચમું સ્વરૂપ તે સ્કંદમાતા, તેઓ સિંહ ની સવારી કરે છે . તેઓ સ્કંદ ….કુમાર ….શ્રી કાર્તિકેય સ્વામી ના માતા છે ,જેઓ દેવો ના સેનાપતિ છે,અને શક્તિધર,અથવા કુમાર તરીકે ઓળખાય છે. સ્કંદ માતા ની પાંચમાં નોરતે આરાધના કરવા માં આવે છે. કહેવાય છે કે આ દિવસે ખરા પ્રયત્નો ની સાધના કરનાર નું મન  વિશુદ્ધચક્ર સુધી પહોચી શકે છે. સ્કંદમાતાના  સ્વરૂપમાં  બાળ સ્વરૂપે શ્રી સ્કંદ સ્વામી હંમેશાં હોય છે તેથી, માં ના આ સ્વરૂપ ની આરાધના કરવાથી સાથો સાથ શ્રી કાર્તિકેય સ્વામી ને પણ ભજી શકાય છે,  સ્કંદમાતા ના આશિષ થકી મુર્ખ પણ જ્ઞાન નો સાગર બની શકે છે.

આદ્યશક્તિ માં દુર્ગા ના બાકીના ચાર સ્વરૂપ તે માં કાત્યાયની , માં કલાદાત્રી, માં મહાગૌરી , અને માં સિદ્ધિદાત્રી … તે અંગે કાલે વાત કરીશું.
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to આદ્યશક્તિ માં નવદુર્ગાના પહેલા પાંચ સ્વરૂપો શૈલપુત્રી માં, બ્રહ્મચારીણી માં , ચંદ્રઘંટા માં, કુષ્માંડા માં, સ્કંદમાતા , અને તેનું મહાત્મ્ય .

 1. શ્રી પારુબહેન,
  આપના દ્વારા નવલા નવરાત્રીના પર્વમાં નવું નજરાણું
  હર હમેશ રજુ થતું હોય છે. આજે માતાના પાંચ સ્વરૂપોનું
  અનન્ય વર્ણન ખુબ જ સુંદર છે.

  Like

 2. Prempriya says:

  Good Info.
  For more details visit my blog everyday of navratri to know various Swaropa of Maa for each day.
  You will definitely like that !!
  🙂

  Like

 3. Ramesh Patel says:

  સુશ્રી પારુ બહેન
  શુભ નવરાત્રી.
  માના સ્વરુપ દર્શનનું માહત્મ્યની પ્રસાદી આનંદ ધરી ગઈ, નવરાત્રીના નવલા દિવસે
  ભક્તિ રસ ધારા વહેવડાવવા માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. પારુ બહેન,
  માંના નવ સ્વરૂપનું જ્ઞાન વહેચવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને આરતીનો અર્થ મળવો પણ ખરેખર દુર્લભ છે જે તમે અમારી સુધી પહોચાડી અમારી નવરાત્રી સુધારી દીધી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s