આદ્યશક્તિ માં નવદુર્ગાના બીજા ચાર સ્વરૂપો કાત્યાયની માં, કાલરાત્રી માં, મહાગૌરી માં, સિદ્ધિદાત્રી માં અને તેનું મહાત્મ્ય .

૬  આદ્યશક્તિ  કાત્યાયની માં   :
આદ્ય શક્તિ નું છઠ્ઠું  સ્વરૂપ તે કાત્યાયની માં .તેમના નામ અંગે ની પૌરાણિક વાર્તા પ્રમાણે …તેઓ એક મહાન ઋષિ કતા ના પુત્ર કાત્ય ઋષિ હતા. તમને  માતા ને પુત્રી સ્વરૂપે પામવાની ઈચ્છા હતી .તેમણે અતિ કઠોર તપસ્યા કરી અને માતા ને રીઝવ્યા હતા . જયારે મહિસાસુર રાક્ષસનો નો ત્રાસ અતિ વધી ગયો ત્યારે, બ્રહ્મા ,વિષ્ણુ, અને મહેશ ત્રણે દેવો એ પોતાની તેજ શક્તિ ભેગી કરી અને જે આદ્ય શક્તિ નો ઉદ્ભ્વ કર્યો તે કાત્યાયની માં અને આમ કાત્યાયની ઋષિની પણ માં ને પુત્રી સ્વરૂપે પામવાની ઈચ્છા પૂર્ણ  થઇ .માતાએ ત્રણ દિવસ સાતમ આઠમ અને નોમ સુધી કાત્યા ઋષિ ની સેવા નો સ્વીકાર કર્યો અને વિજયાદશમી ને દિવસે મહિસાસુર નો વધ કરી અને તેમની લીલા પૂર્ણ કરી . છઠ્ઠે નોરતે માં કાત્યાયની ની આરાધના નું મ્હ્ત્વ છે.

૭  આદ્યશક્તિ  કાલરાત્રી માં :
આદ્ય શક્તિ નું સાતમું સ્વરૂપ કાલરાત્રી માં . કાળો …ભૂરો વર્ણ અને ઘનેરો વિખરાયેલો  કેશાલાપ ,ત્રણ આંખો , એક હાથ માં મશાલ અને બીજા હાથમાં લોખંડ નું કાંટાળું આયુધ , ડોક માં વીજળીના તેજ લીસોટા સમી માળા અને તેઓ  મૃતદેહ  ઉપર  બિરાજમાન  છે . ગધેડો તેમનું વાહન છે. અત્યંત ભયાવહ રૂપ ધરાવતા આ માં હમેશા અતિ શુભ કરનાર અને વિવિધ પ્રકાર ના દુઃખ અને તાપ હરનારા મનાય છે .
સાતમે નોરતે કાલરાત્રી માં ની આરાધના નું મહાત્મ્ય છે.

૮  આદ્યશક્તિ મહાગૌરી માં :
આદ્ય શક્તિ માં નું આઠમું સ્વરૂપ તે મહાગૌરી માં .અતિ સુંદર, સુભ્ર શ્વેત વર્ણ ધરાવનારા આ માં હમેશા શ્વેત વસ્ત્ર અને અલંકાર જ ધારણ કરે છે અને હંમેશા આઠ વર્ષ ની બાળા સ્વરૂપે જ રહે છે . બળદ તેમનું વાહન છે. તેમને ચાર હાથ છે . અને એક હાથ માં ત્રિશુલ અને બીજા હાથે ડમરું ધરે છે .  તો એક હાથે ડર અને ત્રાસ ને હરે છે ,તો બીજા હાથે આશિષ વર્ષાવતા રહે છે .કહેવાય છે કે તેમના પાર્વતી સ્વરૂપે તેમણે  શિવજી  ને પામવા માટે અતિ કઠીન તપસ્યા કરી હતી અને તેથી તેમનો વર્ણ કાળો પડી ગયો હતો , ભગવાન શિવે પ્રસન્ન થઇ ને તેમને  પોતાના હાથે ગંગાજળ થી સ્નાન કરાવ્યું હતું તેથી તેમનો વર્ણ વીજળી સમો  તેજસ્વી થયો . આઠમાં નોરતે મહાગૌરી માં ના સ્વરૂપ ની આરાધના નું મહ્ત્વ છે . તેઓ સર્વે પાપ અને તાપ હરનારા છે અને તેમની કૃપાથી તુરંત ફળ પ્રાપ્ત થાય છે .

૯  આદ્યશક્તિ માં સિદ્ધિદાત્રી માં :
આદ્યશક્તિ માં નું નવમું સ્વરૂપ તે તમામ પ્રકારની ગૂઢ, અને અલૌકિક સિદ્ધિઓ આપનારું મનાય છે . આદ્ય શક્તિ નાં આ સ્વરૂપ થકી શિવજી પણ તેમનું અર્ધનારેશ્વર સ્વરૂપ પ્રાપ્ત કરી શકયા હોવાનું મનાય છે . આ માં ને ચાર હાથ છે, સિંહ તેઓ નું વાહન છે, અને તેઓ કમળ ઉપર બીરાજમાન છે . તેમના એક હાથ માં ચક્ર છે, બીજા હાથ માં તેમની શક્તિ નો દ્યોતક દંડ છે, એક હાથ માં કમળ અને એક હાથ માં શંખ ધરેલા છે. નવમે નોરતે સિદ્ધિ દાત્રી માં ની આરાધના કરી ને સાધક સર્વે પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓ પામી શકે છે . સિદ્ધિદાત્રી માં ની કૃપા થકી જ સાધક ભવસાગર પાર કરી અને મોક્ષ ને પામી શકે છે .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s