“વ્હાલો દીકરો …. મીઠડો દિલ નો લુંટારુ …..” મારી ૧૦૦ મી પોસ્ટ …….

અરે વાહ….!  આજે દશેરા ના દિવસે આ મારી ૧૦૦ મી પોસ્ટ …….
પહેલી જુન ૨૦૧૦ ના WordPress  માં signup થઇ … તે પણ ગુજરાતીમાં … મારી માતૃભાષા માં લખવાને ઈરાદે ….  જે મારા જેવા English medium વાળા માટે જરા મુશ્કેલ હતું … પણ ધીરે ધીરે ઉત્સાહ વધતો ગયો .. અને confidence પણ આવતો ગયો … અને આજે  This is my 100th post ….. !!!  total 308 comments …and 5298 visits ….
Thanks for all the encouragement and comments given by  all my friends on Word Press. I am not a professional blogger,  or a writer, nor a computer wizard. Just trying to learn and venture out in a new field. Trying to share my ideas, views and experiences and reach out to all my friends, my students, and the younger ones. I am open to all the suggestions and learning …. Once again I heartily thank you all for accepting me as I am.
Regards,

Paru krishnakant “Piyuni”

*************************************************************************

“વ્હાલો દીકરો …. મીઠડો દિલ નો લુંટારુ …..”

હેતવ ….હા બિલકુલ અનોખું અર્થસભર નામ શોધ્યું હતું તારા માટે …… ત્યારે ક્યાં જાણ્યું હતું કે તું પણતો એવોજ થઈ બતાવીશ !!!!! હજી ત્રણ .. વર્ષનીજ તો તારી ઉમર હતી …. શાળાઓ માં ઉનાળુ વેકેશન હતું. આપણે ત્યારે બરોડા ગયા હતા, મોટા (નાના)  મોટી (નાની) પાસે રોકાવા. કાનનમાસી પણ અસ્મીને લઇને ત્યાંજ હતા. ઘરમાં મોટા મોટી તો હતાજ ને તમને ત્રણે બાળકોને સાચવવા માટે .. વળી અમને બંને બહેનોને પણ ક્યાં આવા મોકા વારે વારે મળે, એટલે અમે બંને બહેનોએ તો શોપિંગનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો, એમાં અમારે ક્યાં કોઈ ની રજા લેવાની હતી? મમ્મી ..પપ્પા તો કંઈ ના ક્હેવાનાજ ના હતા   અમે બંને તો તૈયાર થઇને નીકળવાની તૈયારીમાં હતા એટલે તે કહ્યું મને પણ આવવું છે … ઉનાળા નો તાપ, અને વળી બજારની ભીડ એમાં તમને ક્યાં લઇ જવા? … એટલે અમે તમને સમજાવી દીધું … બહાર બહુ તાપ લાગે છે અને બજારમાં તું થાકી જઈશ, ત્યાં બહુ અવાજ અને તાપ હોય માથું દુખી જાય અને માંદા પડાય એટલે તમે ઘરમાં જ રમો. આમે તમને બધાય બાળકોને મોટા મોટી હોય પછી કોઈ બીજાની જરૂર પણ ક્યાં પડતી ?  એટલે તમે બધાએતો તમારી ફરમાઇશ અમને આપી દીધી અને બાય બાય ટાટા કરી દીધું.

તે દિવસે, મોટાને પણ કંઈ કામ અંગે બહાર જવું પડ્યું, એટલે ઘરમાં રહ્યા તમે ત્રણે બાળકો અને મમ્મી. ઘરમાંતો  બરોબરની ધમાચકડી  મચી હતી, તમારા રમકડાનો આખો કબાટ ખાલી હતો …..બધીજ ગેમ્સ અને બધાજ રમકડા રૂમમાં પથરાયેલા હતા, અલબત્ત બરોબર લાઈનમાં બેઠેલા હતા …બિલકુલ ડાહ્યા વિદ્યાર્થી બનીને ! તારી  ઋજુતાદીદી અને અસ્મી  અમારા દુપટ્ટા ઓઢીને ટીચર બન્યા હતાને !!!!  તમારી સ્કુલના રીસેસ ટાઈમ વખતે મોટીએ તમને જમવાનું પીરસીને  જમાડી દીધા હતા. તું ડોક્ટર બન્યો હતો, અને પછી તમારી સાથે રમતા રમતા મોટીનો ચહેરો જરા ઝંખવાયેલો હતો. તે  જોઈ અને તે તરતજ પૂછ્યું, “મોટી તમને શું થાયછે?”  મોટી કહે  “મારું બહું માથું દુખે છે, સાચેજ”  તે તારા નાનકડા હાથ મોટીના કપાળે મુક્યા પછી કહે “બહુ ગલમ(ગરમ) છે. મોટી તને સાચેજ દાઈ થયી છે.” પછી તું મોટીનો હાથપકડી ને અંદર બેડરૂમમાં લઈ ગયો અને કહે અહી સુઈ જાઓ. પછી તે પલંગ ઉપર ચઢીને પરદા ખેંચી ને બંધ કર્યા, પંખો ચાલુ કર્યો, બાથરૂમમાં જઈને નેપકીન પાણીમાં પલાળીને ભીનો કરી લાવ્યો, અને તે મોટી ના કપાળ ઉપર હળવેથી મુકી દીધો. પછી પલોઠી વાળીને પલંગમાં જ મોટીના ઓશીકે બેસી ગયો, પછી કહે હમણાંજ મટી જશે હં.. સુઈ જાઓ…. વળી પાંચ મિનીટ થઈ ત્યાં ફરી પૂછે હવે મટી ગયું? મોટીએ  હા કહ્યું એટલે એની પાસેજ લાંબો થઇને એને વળગીને સુઈ ગયો તું પણ …. કદાચએ નાની અને તેના દોહિત્રની દુનિયાની સૌથી સુખમય નીંદર હશે ……  નાનીને તો સ્વર્ગસમું સુખ લાધી ગયું હતુંને!…  રમતો રમી રમીને, તારી પાછળ પાછળ ફરીફરીને તને ભરાવેલા એક એક કોળીયાઓ જાણે વસુલ હતા….. !!!

પારૂ  કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મીઠા સંભારણા” and tagged , , , , , , , , , . Bookmark the permalink.

11 Responses to “વ્હાલો દીકરો …. મીઠડો દિલ નો લુંટારુ …..” મારી ૧૦૦ મી પોસ્ટ …….

 1. Dilip Gajjar કહે છે:

  સુંદર બાળ વરતનની ઉજાગર કરતી લઘુવાત..નાનીને તો સ્વર્ગસમું સુખ લાધી ગયું હતુંને …

  Like

 2. Bhupendrasinh Raol કહે છે:

  પારૂબેન
  ૧૦૦ મી પોસ્ટ બદલ અભિનંદન.બાળકો માબાપ ની નકલ પ્રથમ કરતા હોય છે.

  Like

 3. Reading કહે છે:

  પારૂબેન
  Excellent Essay on son.
  G’shyam Vaghasia

  Like

 4. પારૂબેન, ૧૦૦મી પોસ્ટ બદલ ખુબ ખુબ અભિનંદન.
  તમારા પુત્રરત્નના સંસ્કારો આટલી નાની ઉમરથી જ દેખાય આવે છે જે તમે એકદમ સુંદર રીતે રજુ કર્યાં છે

  Like

 5. પારૂબહેન,
  અભિનંદન. સરળ રીતે રજૂ થયેલો પ્રસંગ મનને સ્પર્શવામાં સફળ રહે છે. ગમ્યું.

  Like

 6. રૂપેન પટેલ કહે છે:

  પારૂબેન ૧૦૦મી પોસ્ટ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ અને વધુ ને વધુ પોસ્ટ થકી જ્ઞાન અને જાણકારી આપતા રહેજો .

  Like

 7. શ્રી પારુબહેન,
  પ્રથમ તો તમને ૧૦૦ મી પોસ્ટ અંગે ખુબ ખુબ અભિનંદન.
  ૧૦૦ વટાવી હજાર અને લાખો પોસ્ટ થાય તેવી આ ભાઈની
  મહેચ્છા . નાનો વન મેન આર્મી ના સંસ્કારો માતૃવ સાથે
  ભળેલા છે. એક ડોક્ટરનું પાત્ર ભજવતા સાચે જ ડોક્ટર નું
  સાચું કર્તવ્ય જાણે અજાણ્યે બજાવી તેનામાં રહેલી માનવતા ,
  કુટુંબ પ્રેમ, અને વડીલોની સેવાના ગુણોની તાદ્રશ્ય સાક્ષી
  પૂરે છે. બાળ સહજ વર્તન સાથે જવાબદારી ને સમજવાની
  નાની વયે ક્ષમતા પુરવાર કરી છે. ધન્યવાદ અને સલામ.

  Like

 8. raol1810pr કહે છે:

  Dear paru bahenji fragrance vale,
  congratulations for putting 100 posts.And thank you for the same.You might be” navra” but it also takes lot of time, mind, energy, research and hard work if i donot consider internet charges.It is time that I evaluate the standard of your blog. Frankly speaking I will have to admit that it is an excellent Blog and rates very high for appealing to emotiontal people.Also I admire the importance given to family values and customs and to married life. These values are slowly forgotten or given less importance in present day modern cultures. In addition, presentation is very good and is thought provoking. How can I forget your poems many of which I can not understand however they are inspiring. My humble suggestion is that you open a post-marraige councelling buro and me and my brother will become it’s first members. Extra thanks for developing your blog so beautifully, this is because you have put in sincerity and hard work considering it as a job rather than just a time pass. Too much admirations are also harmful for health of mind, so i end here.

  Like

 9. Bina કહે છે:

  Excellent article. The understanding of such a small boy is very high!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s