ચાલો લગાવો ડૂબકી…..વ્હાલા મિત્રો, અને આદરણીય વડીલો , આપ સૌના વિચાર જરૂરથી મુકતા જશો ….. Please ……….

ચાલો લગાવો ડૂબકી……વિચારસાગરમાં …….. બોલો આપને શું વિચારરત્ન લાધ્યું ?

એક મિત્રએ ઇમેલમાં આ ફોટા મોકલ્યા …… એકજ સ્થળના જુદી જુદી ઋતુમાં જુદા જુદા સમયે લેવાયેલી તસ્વીરો ……..   એ જોઈને મને તો આવા વિચારો આવ્યા ….. બોલો તમને શું વિચાર આવે છે?????                                                            


“રહેતું નથી કાંઈ હંમેશા સમૂળ,
સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર,
શ્યામલ વાદળી માંહી વર્ષા,
ને વર્ષા માંહીજ મેઘધનૂષ,”

“સારા દિવસો થકી થયાં, જો આનંદ મંગલ,
બુરા દિવસો થકી ,અનુભવ ને અક્કલ,
સઘળું સંધુય જરૂરી , તેજ થકી જિંદગી પૂરી”

“સર્વે માં રહ્યો મુજ પરે પ્રભુ નો છાંયો,
બસ આજ એક વિશ્વાસ થકી ઉભરી,
સાક્ષી ભાવે સર્વે માં સુંદરતા નિહાળી”

“કોઈ પણ વ્યક્તિના વાણી કે વ્યહવારને મુલવવામાટે માત્ર એક અનુભવ ક્યારેય કાફી હોતો નથી. માનવીપરિસ્થિતિ કે સમયને આધીન રહીને વર્તન કરતો હોય છે. થોડા સમયની ઉપલક મુલાકાતથી કે કોઈ એક અનુભવથી કોઈ પણ વ્યક્તિ માટે અભિપ્રાય બાંધી લેવો તે ભૂલ ભરેલો કહેવાય. કેવળ લાંબા અનુભવ પરથી જ તેના વ્યક્તિત્વ અને સ્વભાવનો સાચો ખ્યાલ આવે છે. શિયાળાની કડકડતી ઠંડીથી ડરીને ભાગી જવાથી, વસંતની મદભરી મોહકતા તેમજ મધ્યાને તપતા સૂર્યની મજા પણ ગુમાવી બેસીએ છીએ. થોડી ધીરજ….થોડી સહનશીલતા કેળવવાથી જીવનનો સાચો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે.”

વ્હાલા મિત્રો, અને આદરણીય વડીલો , આપ સૌના વિચાર જરૂરથી મુકતા જશો ….. Please ……….

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Food for thought and tagged , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to ચાલો લગાવો ડૂબકી…..વ્હાલા મિત્રો, અને આદરણીય વડીલો , આપ સૌના વિચાર જરૂરથી મુકતા જશો ….. Please ……….

 1. Alkesh કહે છે:

  આ તસવીરો એ જ સંદેશો આપે છે કે બદલાતું નથી કશું, માત્ર “સમય” બદલાય છે. કોઈ વિદ્વાને કહ્યું છે તેમ માણસ તો એ જ હોય છે પરંતુ તેનો “સમય” બદલાઈ જતો હોય છે અને મુર્ખ માણસજાત કશું સમજ્યા વિના વ્યક્તિનું મૂલ્યાંકન કરી દે છે. એવું જ કુદરતનું છે, તે પણ અલગ અલગ “સમયે” અલગ અલગ રૂપ ધારણ કરે છે, પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો સ્થળ તો એ જ હોય છે. કેમ ખરું ને! જો આ “સમય” ન બદલાતો હોત તો કદાચ આપણે ઈશ્વરના અસ્તિત્વ વિશે વિચાર્યું ન હોત…

  Like

 2. બહુજ સરસ વાત કહી આપે અલકેશભાઈ,
  સમય બડો મહાન
  સમય ને સો સો માન ……..
  મારાબ્લોગ ની મુલાકાત લઇ ને comments આપી ને પ્રોત્સાહિત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર . આવતા રહેશો…..

  Like

 3. કનકવો (Jay's Blog) કહે છે:

  ખૂબ સરસ ચિત્રો.
  જીવનમાં પણ ઋતુઓ બદલાતી રહે છે. સુખ એ જેમ આવે જાય છે એમ દુખ પણ આવીને જતું જ રહે છે. જો ઉનાળાની સખત ગરમી ન હોય તો વર્ષાની કિંમત કોણ કરશે? જો ઠંડી ન પડે તો ગરમીની કદર ક્યાંથી હોય? યાદ રહેવું જોઈએ કે ઋતુઓ બદલાય છે પણ સ્થળ-જીવન તો એ જ છે. તો પછી સુખમાં ગમતું જીવન દુઃખમાં અકારું શાને લાગે છે?

  Like

 4. atuljaniagantuk કહે છે:

  ઘણાં ઘણાં વિચારો આવે છે આ દૃશ્યો જોઈને.
  ગતી ઘણાં પ્રકારની હોય છે પણ મુખત્વે તેને બે પ્રકારે વિચારી શકાય.
  ૧. સીધી લીટીમાં આગળ વધતી (આપણું જીવન – જેમાં એક પછી એક વર્ષો ઉમેરાતા જાય)
  ૨. ચક્રાકારે ફરતી (દિવસ – રાત, ઋતુઓ, સુખ-દુ:ખ)

  અત્યારે હવે વધારે વિવરણ કરવા નથી બેસતો કારણ કે રસોડામાંથી જમવા માટેનો પાંચમી વખતનો સાદ આવી ગયો છે. અને હવે ન જાઉ તો શ્રીમતીજી વેલણ સાથે ઉપર આવશે..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s