Obsolescence-જીવનના અલગ અલગ મુકામ

થોડા દિવસ પહેલા મારા એક આદરણીય વડીલ મિત્ર શ્રી પી કે દાવડાએ  જીવનના અલગ અલગ મુકામ વિશે ખુબ સુંદર અને એકદમ સત્ય એવી વાત કહેતો લેખ લખ્યો તે આપ સૌ ની સાથે શેર કરવાની ઈચ્છાથી અહી મુકું છું . સાચેજ ખુબજ સંવેદના અને વિચાર પ્રેરક વાત છે, આપ સૌ પણ આપના અભિપ્રાય જરૂર થી આપશો ….. આપની વાત દાવડા કાકા સુધી જરૂરથી પહોંચી જશે .

Obsolescence-જીવનના અલગ અલગ મુકામ- (પી. કે. દાવડા)

ભારત સરકાર તરફથી નિમાયલા Immovable Property ના વેલ્યુઅર તરીકે મેં Obsolescence શબ્દ અનેક વાર વાપર્યો હશે. કોઈ પણ મકાનની ઓછી કીમત આંકવા આ શબ્દ દલીલ તરીકે વાપર્યો છે. ઉમરને લીધે કાં તો મકાનની strength ઘટી ગઈ હોય, અગર જૂના જમાનાના planning વાળું ઘર ખરીદવા કોઈ આગળ ન આવતું હોય ત્યારે હું આ શબ્દ વાપરતો.

આજે મને આ શબ્દ વયોવૃધ્ધ માણસો માટે બંધબેસતો લાગે છે. જ્યારે તમે યુવાન હો, સ્ફૂર્તિલા હો, ખુબ પૈસા કમાતા હો, ત્યારે કુટુંબમા, મિત્રોમા અને સમાજમા તમારૂં એક મોભાભર્યું સ્થાન હોય છે. તમારા નાના બાળકોને તમારામા role model દેખાય છે. તેમને લાગે છે કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનો તમારી પાસે જવાબ છે. કુટુંબના બધા જ નિર્ણયો તમારી સંમતિથી લેવાય છે.

જ્યારે તમે ૩૦-૩૫ વર્ષના થાવ છો, ત્યારે તમારા ૧૨-૧૪ વર્ષના બાળકો મનોમન તમારી સરખામણી પોતાના મિત્રોના પિતા સાથે કરવા લાગે છે. આનું કારણ એમની અપરીપક્વ વિચાર શક્તિ અને મિત્રોના કુટુંબોની વધારે સારી આર્થિક પરિસ્થિતિ સમજવાની અક્ષમતા હોઈ શકે. કોઈક્વાર માતા પાસે આ વિષય કાઢે છે. સમજદાર માતાનું એ વખતે કર્તવ્ય થઈ જાય છે બાળકને સમજ પાડે કે આપણા કરતાં એ વધારે પૈસાવાળા હોવાથી એ બાળકોને આવી મોંઘી વસ્તુઓ પોષાય પણ આપણને ન પોષાય. બાળક્ને ઉત્સાહ આપવા માતાએ એ પણ કહેવું જોઈએ કે સારી રીતે અભ્યાસ કરી, મોટો થઈ ખૂબ પૈસા કમાજે તો આનાથી પણ સારી વસ્તુઓ ખરીદી શકીશ. આ તબકે માતા જો પોતાની ફરજ સારી રીતે ન બજાવે તો બાળક નાનપણથી જ પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઈ જાય છે.

જ્યારે તમે ૫૦ વર્ષના થાવ છો અને તમારા બાળકો યુવાનીમા પ્રવેશ કરે છે ત્યારે કોઈ કોઈ વાર બાળકો સાથે ચર્ચા કે વિવાદ થાય છે. આ સમયે પણ માતાની ફરજ વધી જાય છે. બાળકો પિતા કરતાં માતાની વધારે નજીક હોય છે અને સામાન્ય રીતે માતા સાથે ખુલા દિલે વાત કરી શકે છે. માતા માટે આ કામ સહેલું નથી. પતિને અને બાળકોને એકી સાથે રાજી રાખવાનું કામ ખરેખર અઘરૂં છે. બાળકોનો પક્ષ લે તો પતિને માઠું લાગે છે.

બાળકો કમાતા થાય અને એમને આર્થિક સ્વતંત્રતા મળે ત્યાર બાદ પરિસ્થિતિમા મોટો બદલાવ આવે છે.
ઘરની બાબતમા નિર્ણય લેવાની તમારી સત્તામા ભારે ઘટાડો થાય છે. કેટલાક ફેરફારો તો તમને તમારી પત્ની દ્વારા જાણવા મળે છે, અને એ તમને સમજાવે છે કે જે થયું એ જરૂરી હતું. કોને ખબર છે માતાઓ ભવિષ્યમા પોતાના બાળકોને આસરે રહેવાની અજાણતા તૈયારી કરતી હોય. કેટલીકવાર તમને પૂછ્યા વગર કંઈ કરી, પછી તમને જણાવે એ બાબતમા તમે દુભાવ છો, પણ ધીરે ધીરે આદત પાડો છો.

લગ્ન પછી બાળકોના વર્તનમા થોડો ઘણો બદલાવ આવે એ સ્વભાવિક છે. જ્યાં સુધી એ બદલાવ હદમા હોય ત્યાં સુધી તમે બદલાતા સંજોગોને અનુકુળ થવાની કોશિશ કરો છો. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે સામાજીક રીતરિવાજો પ્રમાણે તમારૂં માન સન્માન જળવાતું નથી.

યુવાનોએ પોતાના વર્તુળમા પોતાની એક છાપ ઊભી કરી હોય છે અને તેને ધક્કો ન લાગે તે માટે તેઓ પૂરા સજાગ હોય છે. આ વર્તુળની હાજરીમા તમે અજાણતા કરેલી નાની ભૂલનો જ્યારે ઘરે જઈ તમારી પાસેથી જવાબ માંગવામા આવે ત્યારે તમને લાગે છે કે જે કુટુંબ માટે તમે વર્ષોસુધી રાતદિવસ એક કર્યા એ કુટુંબમા હવે તમારૂં કોઈ વજૂદ નથી.

સારા નશીબે આપણો સમાજ હજી પણ સંવેદનશીલ છે. તમારા કુટુંબની બહારના સભ્યો હજી પણ તમારા ડહાપણ, કુટુંબ માટે તમે કરેલી મહેનત અને તમારા સામાજીક મોભાની કદર કરે છે. આ એક ચીજ તમને જીંદગી જીવવાની નવી તાકાત આપે છે અને તમને Obsolescence થી થોડા દૂર રાખે છે. કદાચ તેઓ તમને Obsolescence નહિ પણ heritage નો અહેસાસ અપાવે છે.

આ પરિસ્થિતિમા બદલાવ લાવવો હોય તો જીવનના પ્રત્યેક તબક્કે તમને પોતાને બદલવા પડશે. બાળકો જેમ જેમ મોટા થાય તેમ તેમ તમારે હાથે જ એમને ઘરની સત્તા સોંપવી જોઈએ. જ્યાં જરૂરી હોય અથવા તમારી પાસેથી માગવામા આવે ત્યારે જ સલાહ આપવી. બાળકો પોતાની કમાઈ કેવી રીતે ખર્ચ કરે છે તેનો હીસાબ માગવો નહિં, તમને જો પૈસાની જરૂરત હોય તો તેમને જણાવવું, તેઓ જરૂર સમજદારી દાખવશે. તેમના પતિ-પત્નીના સંબંધોની બાબતમા હસ્તક્ષેપ કરવો નહિં, અને તેમના સાસરિયા સાથેની લેતિદેતિ અને સંબંધોમા રસ લેવો નહિં. બાળકોની ઈચ્છા ન હોય તો તેમના વર્તુળમા direct સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો નહિં. આટલું કરવાથી તમને માનસિક શાંતિ મળસે અને બાળકો તમને માન આપસે.

મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોસ પડોસમા જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે.

-પી. કે. દાવડા

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized and tagged , , , , . Bookmark the permalink.

7 Responses to Obsolescence-જીવનના અલગ અલગ મુકામ

 1. ખુબજ જરૂરી અને સાચી વાત લખી છે …. આ પરિસ્થિતિ અને મુશ્કેલી સમાજમાં અવારનવાર જોવા મળે છે, આમાં વાંક કોનો અને કોણ દોશી એ વિચારી અને દુઃખી થવા કરતા, તેને કેમ નિવારવી ..તે અંગે સૂચનો મુક્યા તે ખુબજ પ્રેકટિકલ છે. સમય ની સાથે સમાજ, રહેણીકરણી , મુલ્યો વગેરેમાં બદ્લાવ આવતાજ રહે છે, તે સ્વીકારી અને સાથે આપને પોતે પણ બદલાતા રહેવું જરૂરી છે, અને એમાયે જો આવનારા બદ્લાવ ને પહેલેથીજ પામીને તે અંગે ની તૈયારી રાખી શકીએ તો સાચેજ જિંદગીમાં જીતી જવાતું હોય છે …. અને આ વાત બંને પેઢીને સરખી રીતે લાગુ પડે છે .

  Like

 2. Dr P A Mevada કહે છે:

  પારુલબેન,
  ખૂબજ સત્ય વાતો કરી છે તમારા વડિલ શ્રી દાવડાજીએ. આવા પ્રસંગે રુમીએ લખેલી વાત પણ યાદ આવે છે, ” બાળકો તમારા થકી ભલે જન્મ્યા, પણ તમારો એમના ઉપર કંઈ હક કે દાવો લાગતો નથી.”
  “સાજ” મેવાડા

  Like

 3. juzar vora કહે છે:

  good article for all who think he can only do this….

  Like

 4. સરસ વાત. રજૂઆત પણ સુંદર.
  દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ.

  Like

 5. chandravadan કહે છે:

  મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોસ પડોસમા જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે.>>>>>>>>>>>>>>>>>>
  Parul….Nice Post !
  Dawdakaka’s lekh is written nicely…the lekh ends with the above words which are copy/pasted. Kaka said that the Lekh was based on “what he heard from others or what he had seen” & the “logics”
  But….these analytical deductions are applicable to any situation & MUST be kept in mind in “our personal prospective”….may be not applicable then but may be applicable later for our own family too ! What we preach, we must be ready to implement too !
  As a Elderly Senior of the Family, the Authorative Role that was in the “old days” can be obsolute, and in the Modern Age & Time the Seniors must be “ready to accept the changes which you NEVER imagined about”….”Sanyunkt Kutumb”dreams should be abandoned if the situation demands it…you must be prepared for such a situation with “needed support” so one can be independence. This is the REAL LOGIC !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru..Inviting you to read Post of “khulli Ankhna Sapana”.
  Inviting your Kaka to Chandrapukar !

  Like

 6. pradipsinh ratansinh raol કહે છે:

  Dear Paruben,
  Nice article regarding older people and what they have to go through in their later stages of life, when they are waiting for dear death. There is lot of truth in the article of Davda uncle and may guide many people who are likely to face such a situation in a joint family. According to me this prolem could be tackled from many fronts. 1) Remain active and physically fit as long as you can, so that you donot become a burden or a liabilty. Also you can help your family by remaining fit and hence increase your importance and win love from them. 2) Save some money for yourselves you will be needing it at the fag end of your life. this will also make you fill quite independant. Do not give away everything to your sons and daughters and feel cheated later on. This may sound selfish but it is the order of the day. 3) Most imprtant: Be intellectually powerful and guide the family, your help will be appreciated. Take interest in many activites it will keep the mind sharp and body healthy. 4) Do not criticize at a drop of a hat, younger generation has their own ideas about the world. 4) Adjust to the new circumstances, understand that there is a role reversal now, your wife even can not help that. 5) do not feel helpless , be mentally strong and see the film “Bagban”. 6) do not become a pain in the ___ instead, compromise and win hearts of your grandchildren. 7) create your value, there is no free meal anywhere. Even after all your honest efforts thing still could go wrong, then you might have learnt a new lession from life( a great teacher).

  Like

 7. nilam doshi કહે છે:

  સરસ અને સાચો લેખ…સરસ રજૂઆત… અભિનંદન…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s