“વાંકી વેળાએ વહાલું કોઈ નથી”

“વાંકી વેળાએ વહાલું કોઈ નથી”

“ઉગતા સૂર્ય ને સર્વે પૂજે, સુખમાં સોબતી થાય,
વૈભવ ખૂટે વિપદ આવે, દુ:ખમાં હળવેથી દુર જાય”
સાથી સખા સર્વે, સમય વર્તી સરી ગયા ,
અરે .. પંખીડા પણ સર્વે ઉડી ગયા …..
એક સુની વાદળીયે હળવેથી સરકતી જાતી ….
રહ્યા બાકી બસ આપણે બે જ ,
તાકતા અપલક નયને એકબીજા ને ….
અણનમ અવિચલ ગિરિવર એક તું અને હું .
ધરી હ્રદયે શુભ ભાવ, તુજને જો ગુરુ માન્યો,
આજ જાણ્યું મેં, માહ્યલોજ મારો પારસમણી.
શા કાજે આંસુ સારવા ? શાને ઊંડો નિશ્વાસ ?
મનોબળ મારું મક્કમ, ને મનસુબો ચટ્ટાન.
ધીરજ અને સાહસે થતા સમસ્યાઓનાં સમાધાન.
ઉચ્ચવિચાર ને સદ્વ્યહ્વારથી બનવું મહાન.
જીવનમાં ઉદ્યમ થકી ઉદ્ધાર, ને ઉધાર થકી ઉપહાસ.
એક એક કરીને જેઓ અનંતે ડગલાં ભરે,
ભલે તે ધીરે ધીરે ભરે, પરંતુ પામી અનંતતાને શકે.
પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to “વાંકી વેળાએ વહાલું કોઈ નથી”

 1. “શા કાજ આંસુ સારવા?
  શાને ઊંડા નિશ્વાસ?
  હસતે મુખે પ્રારબ્ધના
  કરતાં જશુ પરિહાસ”—હતભાગીનું ગાન(ઝવેરચંદ મેઘાણી)
  ખૂબજ સરસ રચના. પણ આગળ ની પોષ્ટો કરતાં જરા જુદી.
  “સાજ” મેવાડા

  Like

 2. શા કાજે આંસુ સારવા ? શાને ઊંડો નિશ્વાસ ?
  મનોબળ મારું મક્કમ, ને મનસુબો ચટ્ટાન.
  ધીરજ અને સાહસે થતા સમસ્યાઓનાં સમાધાન.
  ઉચ્ચવિચાર ને સદ્વ્યહ્વારથી બનવું મહાન.

  વાહ પારુબહેન વાહ,
  જીવન સંગ્રામ માં આવતા સુખોમાં અને દુઃખોમાં કેવી
  રીતે જીવવું.મનોબળ કેવું રાખવું. મનસુબો કેવો રાખવો .
  ધીરજ અને સાહસ દ્વારા જીવન ના સુખ દુઃખનું સમાધાન
  થઈ શકે. કાવ્ય દર્શન દ્વારા ખુબ સુંદર રજૂઆત.

  Like

 3. “એક એક કરીને જેઓ અનંતે ડગલાં ભરે,
  ભલે તે ધીરે ધીરે ભરે, પરંતુ પામી અનંતતાને શકે. ”

  ખૂબ સુંદર. ભાંગતા મનોબળને સધ્ધરતા અર્પતું..

  Like

 4. chandravadan says:

  .
  શા કાજે આંસુ સારવા ? શાને ઊંડો નિશ્વાસ ?
  મનોબળ મારું મક્કમ, ને મનસુબો ચટ્ટાન.
  ધીરજ અને સાહસે થતા સમસ્યાઓનાં સમાધાન.
  ઉચ્ચવિચાર ને સદ્વ્યહ્વારથી બનવું મહાન……………………………
  Paru..You said a lot in these lines !
  DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you again on chandrapukar !

  Like

 5. nilam doshi says:

  વાંકી વેળાએ કોઇ વહાલું નથી…. જીવનન્નું પરમ સત્ય….

  સુદર રચના… અભિનંદન…

  Like

 6. P. K. Davda says:

  “મનોબળ મારું મક્કમ, ને મનસુબો ચટ્ટાન.
  ધીરજ અને સાહસે થતા સમસ્યાઓનાં સમાધાન.
  ઉચ્ચવિચાર ને સદ્વ્યહ્વારથી બનવું મહાન.”
  ખરેખર મુશ્કેલીઓનું સમાધાન આપની આ પંક્તિઓમાં જ છે.
  -પી.કે.દાવડા

  Like

 7. nimisha5 says:

  મનોબળ મારું મક્કમ, ને મનસુબો ચટ્ટાન.
  ધીરજ અને સાહસે થતા સમસ્યાઓનાં સમાધાન.
  ઉચ્ચવિચાર ને સદ્વ્યહ્વારથી બનવું મહાન.
  જીવનમાં ઉદ્યમ થકી ઉદ્ધાર, ને ઉધાર થકી ઉપહાસ. ……………

  ખુબ જ હકારત્મક પંક્તિઓ…..ખુબ જ સરસ….!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s