વહેંચવાથી વધતું વાંચન બ્લોગમાંરે …

કહેવત છે ને ….ઘરડા ગાડા વાળે …. આજે મારા પ્રિય વડીલ મિત્ર શ્રી દાવડાકાકા  એ સરસ કાવ્ય રચ્યું ……  તેનો ભાવાર્થ વધુ ગમ્યો …. તે વાંચીને મારા મહી “પિયુની” નો આવિર્ભાવ થયો ….. પછી તો મેં પણ થોડું ડહાપણ ડહોળીજ  દીધું …… !!!!!!  🙂
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

“બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે” 

બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા;

જૂની કવિતા ને ગીત ગોતવાને માટે,
રદ્દીના ઢગલા ફંફોળ મા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા.

ગમતી ગઝલ ને ગીત સાંભળવા,
ટંહુકાના “બુકમાર્ક”ને ભૂલ મા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા.

સાહિત્યની દુનિયામા ડૂબકી લગાડવા,
યાહુ ને ગુગલને ભૂલ મા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા.

બ્લોગમા બધું જ્યારે મફત મળે છે,
ચોપડી ખરીદવા પાકીટ ખોલમા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા.

“દાવડા” કહે તને સાવ વાત સાચી,
તું, કોપી કે પેસ્ટ ને વખોડમા રે,
તને જોઈએ તે છે બધું બ્લોગમા.

-પી. કે. દાવડા

બ્લોગમાં બ્લોગમાં બ્લોગમા રે ,
વાતો નવીન કેવી બ્લોગમાંરે,
નવો નાતો કવિઓનો બ્લોગમારે,
વણદેખ્યા મીઠા સંબંધો બ્લોગમાંરે,
નાની વાતોએ ખુશાલી બ્લોગમાંરે,
ખોટી વાતે ખેચાખેચી બ્લોગમાંરે,
નાગમતી કડવી વાતોય બ્લોગમાંરે,
સાગર સમ જ્ઞાનજગત બ્લોગમારે,
વહેંચવાથી વધતું વાંચન બ્લોગમાંરે,
તોયે ખોટી લડાઈઓ ચાલે બ્લોગમાંરે ……

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો, Uncategorized and tagged , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to વહેંચવાથી વધતું વાંચન બ્લોગમાંરે …

 1. શ્રી પારુબહેન,

  આદરણીય વડીલ પી. કે. .દાવડા સાહેબની પ્રેરણા લઈને

  બ્લોગમાં બ્લોગમાં સુંદર કવિતા રચી છે. બ્લોગનું અનોખું વર્ણન

  કરેલ છે. અભિનંદન……..

  Like

 2. કનકવો (Jay's Blog) કહે છે:

  દાવડાકાકાનું સરસ કાવ્ય.
  અને તમારી વાતે ય સાચી પારૂબેન. ખોટા લડાઈઓ શા માટે? આપણે શા માટે સંપીને જ્ઞાન વહેંચતા નથી? આખા ત્રણ આંકડામાં સમાઈ જતા હશે ગુજરાતી બ્લોગર્સ ને તોય ખેંચાખેંચી? દુખ લાગે છે. હું પણ એવું વર્તન કરી ચૂક્યો છું ભૂતકાળમાં કદાચ અને શરમાઉં છું એ માટે.

  Like

 3. nilam doshi કહે છે:

  સરસ રચના… માનવાની મજા આવી..અભિનંદન..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s