સથવારો…. અમારો ૨૫ વર્ષોનો …..

સથવારો…. અમારો ૨૫ વર્ષોનો ….. !!!!! અરે હજી હમણાંજ તો જાણે પહેલીવાર મળ્યા હતા …. હજી હમણાંજ તો પહેલીવાર ….. બધીજ પહેલીવારની વાતો સ્મરણોમાં એવીજ તાજી … લીલીછમ ! અંતરની ભૂમિ એવીજ રસતરબોળ … અને તેમાં વ્હાલપની કુંપણો થતી રહે છે નવપલ્લિત ! કદાચ …. નવપલ્લિત રહેતી લાગણીઓના નરમકુણી અમરવેલ જેવા છોડવાઓને કારણેજ  જીવનમાં  ત્રાટકેલા વાવાઝોડાઓ પણ જીતી શકાયા હશે !!!!! લાગણીઓ જો મસ મોટું બરડ ઝાડવું હોત તો બટકીજ ગયું હોત ને ? મારા જીવનની સમજદારીના  ૨૫ વર્ષ …  હવેતો  એવુંજ કહી શકાય કે માતા પિતા સાથે રહ્યા તેથી વધુ એકમેકની સાથે રહ્યા !!!!!

આ અંગે કંઈ આવીજ ભાવનાઓ જાગે છે …….

” સથવારો ”

જો હોય વલ્લભનો સથવારો,
તો દુનિયા સુંદર લાગે છે,
રણમાં પણ હરિયાળી છાયે છે,
ને વેરાનો પણ સુંદર લાગે છે.
જાણું છું આ સંસાર ભારે છલનારો,
તોયે સઘળો સુંદર ભાસે છે,
સગાંઓ ને સંબંધોની ભુલભુલામણીમાં,
તારા હ્રદયનો રસ્તો સીધો ભાસે છે,
પીધું છે ઝહેર જાણીને સઘળા સંબંધોમાં,
એક તારીજ સોબત મધુરી લાગે છે !
જાણું છું મનુષ્ય થવાને ઓ ઈશ્વર,
વસવુજ પડે છે આ ધરતી પર,
તે પણ તો દેવલોકને પામવાને,
ટાંકણાનાં ઘાને ખમ્યાં છે !
જાણું છું ના અમર રહેતું કોઈ હંમેશા,
પરંતુ તારા વિનાનો સંસાર સુનો લાગે રે,
હંમેશા નિભાવી છે મેં દિલદારી,
પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
તારી બાંહોમાં સમાયીને,
તારાથી આગળ થાવું છે!
હોઠો પર રટણ શ્રીજીનું ને,
શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
મારે નિંદ્રાધીન થાવું છે .

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to સથવારો…. અમારો ૨૫ વર્ષોનો …..

 1. Bina says:

  Congrats on 25 years of marriage!

  Like

 2. venunad says:

  દરેક હિન્દુ સ્ત્રિને આ ગમેછે, પારુબેન તમે સનાતન ભાવનામાં રાચ્યાછો.

  Like

 3. શ્રી પારુબહેન,

  પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
  તારી બાંહોમાં સમાયીને,
  તારાથી આગળ થાવું છે!
  હોઠો પર રટણ શ્રીજીનું ને,
  શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
  મારે નિંદ્રાધીન થાવું છે

  અરે વાહ તમે તો ગજબની પંક્તિઓ લખી છે.

  આપના લગ્નજીવનની રજત જયંતિ પસંગે હર્ષને અભિનંદનના વધામણાં.

  ડોક્ટર સાહેબને પણ વધામણાં પાઠવશો. વ્હાલી બહેનાને ખુબ અભિનંદન.

  Like

  • સ્વપ્નભાઈ મારા મનોભવ સરસ રીતે સમજી અને અતિ સુંદર પ્રતિભાવ આપવા માટે આપનો ખુબ ખુબ આભાર … મારા વંદન સ્વીકારીને આશિષ પાઠવશો….. બસ કાવ્યમાં જે માગ્યું તે મળે …..

   Like

 4. chandravadan says:

  Paru….
  So December 6th is your Wedding Anniversary ?
  25 Years !…My Heartfelt CONGRATULATIONS to you & Krushnakant !
  Wish you have many more of Happy Married Life.
  Your Poem is filled your “deep Love & Feelings” and the the ending your Rachana with the “thoughts of Shreeji”touched me ! Human Life on this Earth had only REAL VALUE when there is the “Divinity” within. May you have good Health !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru….Mama is so happy to read the Post….I did not think of your Blog today…then as I was on Chandrapuikar….I thought about you…not seen you recently….then to your Blog & I read this Post. It must be God bringing me to your Blog in time to Congratulate you & Krushnakant.

  Like

 5. chandravadan says:

  Paru…I am back !
  I wanted to say “something” in Gujarati.
  And this is what I have to say>>>>>

  પારૂ અને ક્રુષ્ણકાંત અનેક વર્ષો પહેલા મળ્યા હતા,
  તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
  મળીને, પારૂ અને ક્રુષ્ણકાંત એકબીજાના દીલોમાં હતા,
  તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
  નથી પારૂ જાગતી કલ્પનાઓમાં કે નિંદરે સ્વપ્નમાં,
  તો, શું ખરેખર ૨૫ વર્ષ થઈ ગયા ?
  તો હવે….
  ક્રુષ્ણકાંતમાં છે આનંદભરી પારૂ,
  ખરેખર, એવું પારૂજીવન છે ન્યારૂં !
  જેના જીવનમાં છે રટણ શ્રીનાથજીનું,
  ખરેખર,”ચંદ્ર-અભિનંદન” એણે સ્વીકારવું !
  તારીખઃ ડીસેમ્બર,૭,૨૦૧૦ ચંદ્રવદન

  Like

  • Thank you so much ચાંદામામા …..
   Actually now this is 25th year of our togetherness … 6th was our engagement anniversary.
   મામાના અભિનંદન નહિ હું સ્વીકારું …
   મને મામાના આશીર્વાદની ઘણી આશરે …
   આજ મોકો મળ્યો પાયલાગણનો …
   એમ ખાલી અભિનંદનથી નહિ ચાલે રે ….
   મને તો આપની ઢગલો આશિષ ખપે રે ….

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s