તુજ વિના …..

“તુજ વિના”

એવી ગુજરી તુજ વિના જિંદગી ,

જાણે થંભી રહી કોઈ વહેતી નદી!

એવી વીતી એક એક પળ ભારી ,

જાણે વિતી હોય કોઈ સદી લાંબી .

ભીડમાંય એકલતાનો એહસાસ ,

ભરી નદીનેય દરિયાની પ્યાસ !

તુજથી નહિ જિંદગીથી દુર હતી !

તારી બનીને હું ખુદથી દુર થતી !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , . Bookmark the permalink.

11 Responses to તુજ વિના …..

  1. Ruju કહે છે:

    Ma…. tara Papa winana samay na vicharon kawya swaroope sunder rite vyakt thaya chhe …..!

    Like

  2. શ્રી પારુબહેન,

    ભીડમાંય એકલતાનો એહસાસ ,

    ભરી નદીનેય દરિયાની પ્યાસ !

    એકે એક પંક્તિમાંથી કઈ ને વખાણું એજ સમજ પડતી નથી.

    આખી રચના બેનમુન અને અસરદાર છે. ધન્યવાદ.

    Like

  3. Dilip Gajjar કહે છે:

    તુજથી નહિ જિંદગીથી દુર હતી !

    તારી બનીને હું ખુદથી દુર થતી !

    પારુજી, આખી રચના જ બેનમુન છે ..આખી કોટ કરવા મન થાય એકાદ પંક્તિ શું કરું ?
    તુજ વિનાની વિરહી જિંદગી નો અહેસાસ અને ..તુજથી નહી જિંદગીથી દૂર હતી નું કારના અને સ્વયંથી જ જો દૂર રહીએ તો જિંદગી અને બધાથી દૂર થઇ જવાય
    યાત્રા જારી છે સ્વથી સ્વ સુધીની પછી જિંદગી વહેતી પલપલ અને સભર હશે અંતરના દીપથી …માણસ પોતાથી જ દૂર હોય છે માટે બધાથી દૂર રહી જાય છે અને વિશ્વાસ પ્રેમ તૂટતો જાય ને બેવફા બનતા જાય જીવન નેગેટીવિટી અને ફરિયાદ અજંપાથી ભરાઈ જાય…..
    કેટલાયે માનવો આવી ગયા
    ખૂબ થોડા જિંદગી જીવી ગયા
    માનવીના મન સુધી તો ના ગયા
    આખરે પાછા ઘરે આવી ગયા
    http://leicestergurjari.wordpress.com/2010/01/24/કેટલાયે-માનવો-આવી-ગયા-શ્ર/
    ખૂબ ગહન ચિંતન છે અધ્યાત્મને માર્ગે આપની કવિતા કેદી કંડારે છે
    શુભેચ્છા ..

    Like

  4. venunad કહે છે:

    સુંદર ભાવસભર રચના, ગમી અને માણી.

    Like

  5. Ramesh Patel કહે છે:

    એવી વીતી એક એક પળ ભારી ,

    જાણે વિતી હોય કોઈ સદી લાંબી .

    ભીડમાંય એકલતાનો એહસાસ ,

    ભરી નદીનેય દરિયાની પ્યાસ !
    આપની આ પંક્તિઓ પૂનમના ચાંદની જેમ સાહિત્ય ગગનમાં ચમકે છે.
    સરસ સુંદર અને ગમી જાય તેવી શૈલી.
    અભિનંદન, પારુબેન

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. પી. કે. દાવડા કહે છે:

    પારુબહેન,
    કવિતા બે પ્રકારની હોય છે, મસ્તક્જન્ય અને હ્રદયજન્ય. આપની કવિતા હ્ર્દયજન્ય છે.
    અભિનંદન.
    -પી.કે. દાવડા

    Like

  7. hema patel કહે છે:

    તુજથી નહી જિન્દગીથી દુર હતી ,
    તારી બનીને હુ ખુદથી દુર થતી .

    તદન સાચી વાત કરી છે , જ્યારે અંતરમુખ બનીએ ત્યારેજ
    દુનિયાથી અને ખુદથી પણ દુર થઈ જવાય અને ત્યારેજ
    ઈશ્વર પ્રાપ્ત થાય .

    Like

  8. nimisha5 કહે છે:

    ખુબ જ સરસ કવિતા,પારુ બહેન…..
    દરેકે દરેક પંક્તિ લાગણીભીની છે…..!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s