સંબંધનું મૂળ તત્વ ….આ કોઈ ક્ષુલુક્ક, અપરિપકવ અને સ્વાર્થી સંબંધોની વાત નથી.

સંબંધો  …. આ શબ્દને  કેટલાય અલગ અલગ  પ્રકારોમાં વહેંચી અને વર્ણવી શકાય ! માતા અને બાળકનો સંબંધ … વળી તેમાંય, માં અને દીકરીનો સંબંધ … માં અને દીકરાનો સંબંધ, ક્યારેક વળી સાવકીમાં … તો વળી દત્તક લીધેલું બાળક ! મૂળ સંબંધ એજ પરંતુ એમાય પેટા પ્રકારો !!! પછી બાપ અને દીકરીનો સંબંધ, બાપ અને દીકરાનો સંબંધ, એમાય વળી પેલા અમુક એક્ષેપસન્સ (exceptions)  તો પાછા હોયજ  શકે !! પતિ અને પત્નીનો સંબંધ , પ્રેમી અને પ્રેમિકા, ભાઈ બહેનનો સંબંધ, ભાઈ અને ભાઈ વચ્ચેનો સંબંધ, બે બહેનો વચ્ચેનો સંબંધ … ત્યાર પછી પણ કઈ કેટલાંય .. દાદા, દાદી, નાના નાની, મામા, માસી, કાકા, કાકી, ફોઈ ફુઆ, કાકા મામા ના દીકરા દીકરીઓ ….. ઓહો અગણિત …. ત્યારે એક વિચાર એવો આવી જાય કે આ દરેક પ્રકારમાંથી સૌથી નજદીકનો અને અત્યંત નજીકનો સંબંધ કયો કહેવાય?

કહેવાય છે કે જન્મ દાત્રીમાં અને તેના બાળકનો સંબંધ જેવો અત્યંત નજદીકનો સંબંધ બીજો ન  હોઈ શકે …. તો પછી જન્મ આપીને ત્યજી દેતી માં ને શું કહેવું?  મજબૂરી?  ક્યારેક વળી માંથીયે અદકેરું વ્હાલ વર્ષાવી ને એકલા હાથે સંતાનો ઉછેરનાર પિતા ક્યાં નથી હોતા?  અરે વ્યવસ્થિત સુંદર કુટુંબ હોય તેમાયે શું પિતાનો ફાળો કંઈ ઓછો થોડો હોય છે? ક્યારેક વળી કોઈ સંજોગોવસાત માં બાપ ની ગેરહાજરી માં મોટા ભાઈ અથવા બહેન નાના ભાંડરડાંઓને  માં બાપની ખોટ નહિ સાલવા દઈને  ઉછેરતા હોય તેવા દાખલાઓ પણ આપના સમાજમાં  ક્યાં નથી જોયા?  કોઈ વખત બીજાના સંતાનને અથવા દત્તક સંતાનને  જન્મદાત્રી માં કરતાયે ચઢિયાતી રીતે ચાહીને ઉછેરનારી  માંઓં પણ ક્યાં નથી હોતી? અને આવી બધી તો અગણિત વાતો ..અને દાખલાઓ …. તો પછી પાછો એજ પ્રશ્ન ..    અત્યંત નજીકનો સંબંધ કયો કહેવાય?

ઘણાંયે  સંબંધો સગાઈના સંબંધો નથી હોતા છતાંયે ખુબજ નજીકના અને પ્રીતીભર્યા હોય છે  .. મિત્ર, દોસ્ત, સાહેલી, સહકાર્યકર્તાઓ … આ બધાયે લાગણીના સંબંધો હોય છે જે ક્યારેક  લોહીના સંબંધનેય આંટી દેનારા સાબિત થતા હોય છે. અમુક વખતે સાવ મુક … જેનું કોઈ નામ પણ ન આપી શકાય, અરે કદાચ એક બીજાનું પૂરું નામ પણ  ના જાણતા હોય , તે છતાંયે લાગણી અને માયાથી છલકાતા હોય એવાયે સંબંધો હોય છે !….

કોઈ પણ સંબંધનું મૂળ તત્વ લાગણી છે . સંબંધો એમ ને એમ કાંઈ નથી બંધાતા હોતા, તેમાં લાગણી, ભોગ , કાળજી, સહિષ્ણુતા જરૂરી હોય છે . વળી દરેક સંબંધની એક મર્યાદા હોય છે. સંબંધોમાં મૌનની પણ એક ભાષા હોય છે , ક્યારેક આંખોની પણ શરમ હોય છે ! સંબંધો સંવેદેનશીલ હૈયાની સાત્વિકતા છે, સંબંધોમાં આત્મીયતાનો ભાવ હોય છે .  સંબંધો માપવાની ચીજ નથી પણ માણવાની ચીજ છે. સંબંધો માપવાનું કોઈ સાધન નથી હોતું , સંબંધોમાં એકમાત્ર સત્ય છે ..સ્નેહ, લાગણી, પ્રેમ, માયા, મમતા .. ચાહો તે નામ આ સત્યને આપી શકાય છે ! તેનું મૂળભૂત તત્વ એકજ છે .. માત્ર સ્વરૂપ જુદા છે. આ વાત છે સાચા, દીર્ધાયું સંબંધો બાંધવાની અને તેને નિભાવવાની . આ કોઈ ક્ષુલુક્ક, માત્ર દેખાવના ઉપરછલ્લા, અપરિપકવ અને સ્વાર્થી સંબંધોની વાત નથી.

સાચો અને ઘનિષ્ટ સંબંધ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે …. ભલે પછી તેનું સ્વરૂપ કોઈ પણ હોય ! હું તો કહીશ કે દુનિયામાં પતિ પત્નીના સંબંધ જેવો પવિત્ર કોઈ સંબંધ નથી ! સંસારમાં પતિ પત્ની એક બીજાના પુરક બની રહે, એકબીજાની અત્યંત નજીક રહે, વિશ્વાસથી રહે  અને  જીવનને મધુર બનાવીને સંસાર વ્રુક્ષને આગળ વધારે તે માટે કામ પણ જરૂરી અને મંગલકારી છે,  તેથીજ પતિ પત્નીના સંબંધો માટે કામ પણ પવિત્ર છે!

જે સંબંધોમાં લાગણી-પ્રેમ અને સમર્પણનો અભાવ હોય છે તે સંબંધો ટકતા નથી. દરેક સાચા સંબંધો ઈશ્વરના આશીર્વાદ સમાં ધરતી પર વર્ષા જેવા છે, જે જીવનને હરિયાળું બનાવે છે. સાચો અને અત્યંત નજદીકનો સંબંધ એટલે શું તે પ્રશ્નનો માટેજ કોઈ એક સાચો ઉત્તર ક્યારેય હોઈ શકેજ નહિ !

હવે મિત્રો આપણે વિચારવાનું એ છે, કે આપણે આપણાં જીવનમાં કેટલા સંબંધો બાંધ્યાં અને કેટલા નિભાવ્યા ?

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું ...., Food for thought and tagged , , , , , , , . Bookmark the permalink.

10 Responses to સંબંધનું મૂળ તત્વ ….આ કોઈ ક્ષુલુક્ક, અપરિપકવ અને સ્વાર્થી સંબંધોની વાત નથી.

 1. સંબંધોમાં એકમાત્ર સત્ય છે ..સ્નેહ, લાગણી, પ્રેમ, માયા, મમતા …
  સુંદર ‘સત્ય’ પારુબહેન…

  સંબંધ ‘કેટલા’ સાથે એ નહિં પણ ‘કેવા’ સાથે છે એ મહત્વનું છે.સંબંધ વિશે વિગતે વાત કરી એ વાંચી આનંદ થયો….

  Like

 2. hirals કહે છે:

  truley said. “સંબંધોમાં એકમાત્ર સત્ય છે ..સ્નેહ, લાગણી, પ્રેમ, માયા, મમતા …”
  very nice article about relations 🙂

  Like

 3. Raol pradipkumar R. કહે છે:

  Dear Paruben,
  Really nice article about various relationships. You have rather overly valued relationship between husband and wife. In present days slowly its value and importance is decreasing. What you are stating is from general beliefs, from old norms. But see today’s culture, based on: what can you give me, What can you do for me. Divorce cases are piling up in courts. Mothers and fathers are shown the door and sent to ” Old age Homes”. The bond of relations is getting weaker and weaker. Please, live in reality and donot live in utopia. I perfectly(totally) agree with the last para of your article.

  Like

  • Dear Raolbhai,
   It was indeed nice to see you after along long time. Your visit and comments have always been encouraging .Thanks for the same and please keep doing so always … 🙂
   Actually it is the individual’s experience and exposure to the social circle which formats their outlook towards life and its intricacies, and develops their attitude !
   Now its in our hands whether to see a half filled glass or the same glass as half empty !!!!! As per my experience things are not all that bad ! …. and the only positive contribution we can make is….. work on our field of influence !

   Like

   • Raol pradipkumar R. કહે છે:

    Dear Paruben,
    You are very correct and just in your reply. Individual view point matters a lot and a positive attitude helps. At the same time i had wanted to indicate the other side’s existence. That is the relationships based on greed, selfishness and vested interests. One has to work hard to maintain healthy relationship going for long. Thank you, thank you

    Like

 4. Dilip Gajjar કહે છે:

  ખૂબ જ યથાર્થ લેખ સંબંધ વિષે ..પ્રથમ સંબંધ માબાપ જેના લીધે આ ધરતી પર આવ્યા ..પછી જેને માનવ જન્મ આપ્યો તે નો સંબંધ ..સર્જક નો સંબંધ ..પણ મોટેભાગે નગણ્ય અને ઉપેક્ષિત રહે છે .. સંબંધ ના પાયામાં જો ઈશ્વર હોય વધુ ટકે ..સમર્પણ પણ થઇ શકે મારા જીવનના પાયામાં ઈશ્વર નિષ્ઠા નહીં હોય તો પ્રેમ કે કોઈ સંબંધ ક્ષણિક નીવડશે ..ક્ષણભંગુર નીવડશે ..ક્ષમા નહીં બક્ષી શકે ..હું આવી ભાવના પાયામાં રાખું તેથી જ સ્વીકાર કરી શકું છું ..અન્ય માને કે ન માને તે ફરજીયાત નથી . સંબંધ પણ દૈવી થઇ શકે ..પાયામાં પ્રભુ વિશ્વાસ હોય તો ..

  Like

 5. juzar vora કહે છે:

  res paruben
  ur article is realy nice, i think relation must be “Dil se” otherwise it is use of relationship..

  Like

 6. Raghav કહે છે:

  દરેક સાચા સંબંધો ઈશ્વરના આશીર્વાદ સમાં ધરતી પર વર્ષા જેવા છે, જે જીવનને હરિયાળું બનાવે છે. These are the keywords. One has to deserve such a blessing

  Like

 7. devang કહે છે:

  Nice ! …. very well written.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s