મસ્ત હવાનાં ઝોકાની જેમ ….

“અમ મધુવન”

મસ્ત હવાનાં ઝોકાની જેમ,
આવ્યાતા પ્રિયતમ,
મન મારું નાજુક ફૂલપાંખડી,
તાણી ગયા પ્રિયતમ!
ગગનેથી જાણે કોઈ ગેબી,
આશિષ હતી વરસી!
હેત હરિનું મુજપર જાણી,
તે મેં હ્રદયે સંઘરી!
અમ મધુવને ખીલીને મહેંકી.
વસંતે મધુમાલતી!
ઋતુઓની કારમી કસોટી,
ક્યારેક મારી સબુરી,
વળી કદી રહેતી તમારી ધૃતિ,
તેથી નહિ નુકસાની!
મધુવને આવી નહી આંચ ઉની!
ટકી રહી પ્રીત પુરાણી!
ખીલી રહ્યા હૂંફે એકમેકની ,
મધુવન પ્રાંગણે,
તનું તનયા ને દાનો દીકરો,
સંસ્કારે સંસાર ભર્યો!
સુખશાંતિને પ્રેમભાવે ન્યારો.
દેજે હંમેશા પ્રીતિ તારી,
પ્રભુને એજ નિરંતર પ્રાર્થના મારી.
કૃપા સદૈવ વરસાવી,
વસજે આવી અમ રુદિયા માંહી.                                                                                                    રાખી પ્રભુ દયા ન્યારી.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , . Bookmark the permalink.

4 Responses to મસ્ત હવાનાં ઝોકાની જેમ ….

 1. Dr P A Mevada કહે છે:

  તમારી રચનાઓ દિન-પ્રતિદિન ખૂબજ સુંદર અને અવનવા ભાવો લઈને આવે છે, પ્રગતિની કેડી સુંદર કંડારવા બદલ અભીનંદન! સરસ લખતા રહો અને અમે માણતા રહીએ એજ અભિપ્સા.
  “સાજ” મેવાડા

  Like

 2. Ramesh Patel કહે છે:

  મસ્ત હવાનાં ઝોકાની જેમ,
  આવ્યાતા પ્રિયતમ,
  મન મારું નાજુક ફૂલપાંખડી,
  તાણી ગયા પ્રિયતમ!
  સરસ, અભીનંદન!
  Ramesh Patel(Aakashdeep)
  ઝગમગતા વીણેલા મોતીના થાળ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

 3. raol pradipkumar કહે છે:

  Dear piyuniben
  very nice article , although i can not read it . Gujarati font have changed a bit. I have yet to try out at some other ciber cafe. Your views are fine.

  Like

 4. hema patel કહે છે:

  પારુબેન,
  સૌ પ્રથમતો બ્લોગની અંદર પ્રવેશો ત્યાં કેટલા સુન્દર ગુલાબના ફુલો !!!
  જોઈને જ મન પ્રસન્ન થઈ જાય . દિલને થંડક પહોચે . સુન્દર બ્લોગ .
  અમ મધુવન, હ્રદયના સુન્દર ભાવો પ્રગટ કર્યા છે . વાંચીને આનંદ થયો .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s