મને સાંભળજે સખા …

“મને સાંભળજે સખા”
જયારે મનવીણાના તાર સુમધુરું સંગીત રેલાવતા હશે ,
ત્યારે મારી વાતો નહિ પણ મારો હાથ થામજે સખા ,

જયારે સંધ્યાનો રંગીન સાળુ ધરતી પર લહેરાતો હશે ,
ત્યારે મને અને મારા શમણાંઓને તું સાંભળજે સખા ,

જયારે ચંદ્રમાંની મૃદુલ ચાંદની રાત્રિને સોહાવતી હશે ,
ત્યારે હળવેથી મારા કાનમાં તારી પ્રીતિ કહેજે સખા ,

જયારે વાદળીઓ સોનેરી તડકે નાહીને નીખરતી હશે ,
ત્યારે મને ગુલાબ નહિ શમણાંની સોગાત દેજે સખા ,

જયારે દૂર ક્ષિતીજે ધરતી ગગન કેરું મધુરું મિલન હશે ,
ત્યારે જેમ સાગર કિનારાને, તું મને વ્હાલે ભીંજવજે સખા ,

જયારે કે ત્યારે ચાહીશું એકબીજાને વધારે ને વધારે !!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

7 Responses to મને સાંભળજે સખા …

 1. narendra કહે છે:

  Ek Sarikha swapno jovani Drashty apje Prabhu

  Pachhi swapno sakar karvani shakty apje Prabhu

  Narendra

  Like

 2. venunad કહે છે:

  પારુલબહેન,
  તમે સંવેદના-શિરોમણી છો.

  Like

 3. શ્રી પારુબહેન,

  આપે સંવેદના ના તાર કાવ્યમાં અપ્રતિમ રૂપે ઝીલ્યા છે.

  અભિનંદન.

  Like

 4. gujaratikavitaanegazal કહે છે:

  જયારે વાદળીઓ સોનેરી તડકે નાહીને નીખરતી હશે ,
  ત્યારે મને ગુલાબ નહિ શમણાંની સોગાત દેજે સખા ,——————————-ખુબજ સરસ રચના

  Like

 5. chandravadan કહે છે:

  જયારે ચંદ્રમાંની મૃદુલ ચાંદની રાત્રિને સોહાવતી હશે ,
  ત્યારે હળવેથી મારા કાનમાં તારી પ્રીતિ કહેજે સખા ,
  Liked the Post !
  So says Chandra…OR one can say “Chandramama”
  Bolave Mama to Kya Chho Paru Tame ?
  Malishu Chandrapukar par ApaNe.
  Ante Atlu kahe Chhe Aa Mama !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar !

  Like

 6. dr.yogesh કહે છે:

  nice creation…. now krishnakant will have to respond.. 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s