કાવ્યાષ્ટક….. નવા વરસનું નઝરાણું !

કાવ્યાષ્ટક

(૧)

ઓ   બીજ ત્રીજના ચાંદ, સૌને  તું  સુંદર લાગે,                  

કિન્તુ મુજને તું વિધવાના તુટ્યા કંગનસમ ભાસે.

(૨)

પાષાણને કંડારીને મનુષ્યે તમને ઈશ્વર કર્યા,                                 

તમે  વેર લેવા મનુષ્યને પાષાણહ્રદયી કર્યા.

 

(૩)

બિલાડી આડી ઉતરી તો મનુષ્યને અપશુકન થયું,                       

મનુષ્ય  આડો  ઉતર્યો   તો  બિલાડીનું  શું  થયું?

 

(૪)

મા-બાપે  મહેનત કરીને  બાળકો  મોટા  કર્યા,                          

બદલો  દેવા, બાળકોએ  વૃધ્ધાશ્રમ ઊભા કર્યા.

 

(૫)

લોકો  બધા ટોળે વળી નિહાળતા ધ્યાનથી તને,                  

વાત તારી સાંભળવા  ઉત્સાહીને  તલ્લીન બને,

ઓ પ્રભુ માણસ મટાડી, ટી.વી. બનાવી દે મને.

(૬)

પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી                          

ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;

ના કીધેલી વકીલે મુજને તોય એનું ન માન્યુ,

શાને સાચું સમજી લઈને માન્યું તારું કલાપી?

(૭)                                                                                                        

ક્યાં  છે મારા છકો મકો  ને ક્યાં છે મારા  જેક અને જીલ?

ગુમાઈ ગયા છો તમે વર્ષોથી, કોના  નામે  કરૂં  હું  વિલ?

(૮)

કદી  ચૂંટ્યા  નથી  ફૂલો, કદી  વેણી  નથી ગુંથી,                 

અમે ચાંદો  નથી જોયો  કદી  પતનીની સૂરતમા,

છતાં  બ્લોગોની ચાહતમા અમે  કવિતા કરી બેઠા.

 

-પી. કે. દાવડા

(નવા વરસનું નઝરાણું)

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , . Bookmark the permalink.

9 Responses to કાવ્યાષ્ટક….. નવા વરસનું નઝરાણું !

  1. ખુબજ સરસ…. બધીજ પંક્તિઓ સુંદર અર્થ સભર .. ખુબજ સરસ…..

    Like

  2. venunad કહે છે:

    વાંચતાં અખાના છપ્પા યાદ આવી ગયા.

    Like

  3. શ્રી પારુબહેન,

    નવા વર્ષના વધામણા આપે ખુબ સુંદર કૃતિ દ્વારા કરવ્યા.

    આપને સમગ્ર કુટુંબી જનોને ૨૦૧૧ ના વર્ષના વધામણા

    Like

  4. Ramesh Patel કહે છે:

    સાહિત્ય રસની સૌરભ એ આપના બ્લોગની વિશેષતા છે.શબ્દ માધુર્ય અને સુવિચારોનો સંગમ.
    અભિનંદન…પારુબેન…Shri -પી. કે. દાવડા
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. chandravadan કહે છે:

    NICE POST !
    HAPPY NEW YEAR to PARU….to P.K. DAWADA…& to ALL the READERS of this Blog.
    Wishing ALL HE BEST to this Blog !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru…Thanks for your visits/comments on Chandrapukar in 2010..Hope to see you OFTEN in 2011.

    Like

  6. Bina કહે છે:

    ખુબ સરસ…પારુબેન અને પી. કે. દાવડા “Happy New 2011”

    Like

Leave a comment