વિવેકતો આંખોનું આભુષણ, વિવેકથી બહુમાન છે! વિવેકહીન આંખોની નજર તે અકારું અપમાન છે …

“વિવેક”  

આવો બાળકો આજે જાણો, સ્વરૂપ સુંદર વિવેકનું,
વિવેક કદીનાં મૂકશું, વિવેક થકીજ અમે  જીતશું ……..(૨)

નભતી  સૃષ્ટિ સુખથી  તે વિવેક નોજ પ્રતાપ છે ,
મળતી સુવિધા જીવનમાં તે વિવેકનુંજ  કારણ છે ,
વિવેકહીન જે લોકો તે તો પૃથ્વી પર ભારરૂપ છે ,
વિવેક કદીનાં મૂકશું, વિવેક થકીજ  અમે  જીતશું ……..(૨)

વિવેકતો આંખોનું આભુષણ, વિવેકથી બહુમાન છે,
વિવેકહીન આંખોની  નજર તે અકારું અપમાન છે,
જે  આંખોમાં નથી અનુકંપા, તે આંધળી  અજાણ છે,
વિવેક કદીનાં મૂકશું, વિવેક થકીજ અમે જીતશું ……..(૨)

ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા,  વિવેકનું પ્રમાણ છે!
જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે.                                                      રાખીશું સહાનુભુતિ, ફરજમાં નહિ કોઈ ચૂક છે,
વિવેક કદીના મૂકશું, વિવેક થકીજ અમે જીતશું ……..(૨)

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

(રાગ …. આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્થાનકી…..)

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to વિવેકતો આંખોનું આભુષણ, વિવેકથી બહુમાન છે! વિવેકહીન આંખોની નજર તે અકારું અપમાન છે …

  1. ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા, વિવેકનું પ્રમાણ છે!
    જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે. VERY NICE POEM..KEEP IT UP..

    Like

  2. શ્રી પારુબહેન,

    વિવેકતો આંખોનું આભુષણ, વિવેકથી બહુમાન છે,
    વિવેકહીન આંખોની નજર તે અકારું અપમાન છે,
    જે આંખોમાં નથી અનુકંપા, તે આંધળી અજાણ છે,
    વિવેક કદીનાં મૂકશું, વિવેક થકીજ અમે જીતશું ……..(૨)

    ખુબ સરસ વિવેકની વ્યાખ્યા. અદભુત કલ્પના.
    ખુબ મઝાનું છે.

    Like

  3. Dilip Gajjar કહે છે:

    વિવેક ભ્રષ્ટાનામ ભવતી વીનીપાત શતમુખે..આપને ત્યાં આમ પણ કહ્યું છે પારુજી આપની કવિતા ખૂબ જ પ્રેરક છે ,…
    અને રાગ પણ સરસ છે આઓ બચ્ચો પર ..
    ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા, વિવેકનું પ્રમાણ છે!
    જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે. રાખીશું સહાનુભુતિ, ફરજમાં નહિ કોઈ ચૂક છે,
    વિવેક કદીના મૂકશું, વિવેક થકીજ અમે જીતશું ……..(૨)

    Like

  4. ખૂબ સરસ કાવ્ય પારૂબહેન.
    http://tinyurl.com/2uy2dhu
    આ લિંક પર નજર નાખવા વિનંતી.

    Like

Leave a comment