મસ્તીખોર પ્રીતમ શો ભાનુ , ભરી ચુંટી સંધ્યાની નાજુક કમરે ……..

“સંધ્યાસલૂણી”

અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને ,
નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને !
રાખીને સાક્ષી, શીતલ સરિતા તટની ,
રચે મિલન મધુરું ધરતી અને ગગન જોને !
મચાવતી ધમાચકડી ગગન ગોખે ,
નિર્દોષ ગોપિકા સમ વાદળીઓ જોને .
જાણે ઉરાડી રંગભરી પિચકારીને ,
ખોબે ભરી ગુલાલ જોને .
વળી મસ્તીખોર પ્રીતમ શો ભાનુ ,
ભરી ચુંટી સંધ્યાની નાજુક કમરે ,
કરતો ઠીઠોલી સલૂણી સંધ્યાની જોને !
મુગ્ધ નવયૌવના શી સંધ્યાના ,
ગુલાબી ગાલ પર લજ્જાના ખંજન જોને ,
નાન્હેરા ભાંડરડા સમા બંને ,
ચુગલીખોર ચાંદ, સંગે શુક્રતારિકા જોને ,
કરવાને ચુગલી પ્રકૃતીમાને,
હળવેથી દુર રહીને ઝાંખતા જોને !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to મસ્તીખોર પ્રીતમ શો ભાનુ , ભરી ચુંટી સંધ્યાની નાજુક કમરે ……..

  1. શ્રી પારુબહેન,

    સંધ્યાનું અનોખું, અદ્વિતીય અને મનોહર વર્ણન

    ખુબ જ સરસ ભાવ રજુ કર્યો છે.

    Like

  2. narendra કહે છે:

    Navo vishay Ane tema pan PRAKUTI na rango nu varnan nahi pan Darshan khubaj Anupam rite raju karva badal khub khub abhinandan .

    Narendra

    Like

  3. readsetu કહે છે:

    good expressions.. nice one

    Lata Hirani

    Like

  4. Dr P A Mevada કહે છે:

    સુંદર પ્રકૃતિ કાવ્ય, ભાવ સભર રચ્યું છે. ચિત્ર પણ સરસ. માણ્યું.

    Like

  5. પારુબેન,
    ચિત્ત પ્રસન્ન થઈ ગયું. વાહ! વાહ! વાહ!

    Like

  6. Yashodhara કહે છે:

    wow! So..o.. o….. very romantic! What a mind! What thoughts! wonderful.

    Like

Leave a comment