પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર, પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!

“પ્રેમ સોનેટ”

પ્રેમપંથ પનોતો પણ પથરાળ,
પ્રેમપંથે ઝીલવા પડે પડકાર.
પ્રેમમાં તો હરક્ષણ પરીક્ષણ,
પ્રેમપંથે તો પળપળ પરિહાર,
પ્રેમમાં પ્રતિક્ષણ, પતનના પોકાર!
પ્રેમપંથમાં તો પરસ્તીને પડકાર!
પ્રેમપરસ્ત જે પકવ પ્રેમપંથી,
પ્રેમપંથે પામે તે પ્રેમપીયુષ.
પ્રેમપીયુષ પાષાણે પૂરે પ્રાણ.
પ્રેમપંથે તો પત જ પરમ પ્રમાણ.
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ  પ્રભુ પરમેશ્વર!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”


About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

10 Responses to પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર, પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!

  1. પ્રેમપંથ પનોતો પણ પથરાળ,
    પ્રેમપંથે ઝીલવા પડે પડકાર.
    ખૂબ સરસ પારૂબહેન.

    Like

  2. Ramesh Patel કહે છે:

    પ્રેમની ના કોઈ પરિસીમા,
    પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
    પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
    પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!

    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    khuba ja saras.
    Ramesh Patel(Aakashdeep)

    Like

  3. Dr P A Mevada કહે છે:

    પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
    પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!
    પ્રેમનું જ્યારે ઊર્ધવીકરણ થાય ત્યારે, પરમાત્મા યાદ આવેજ. ખૂબજ સરસ રચના, ‘પ’ મયી નો પમરાટ બરાબરનો ગાજ્યો.

    Like

  4. pravinshah47 કહે છે:

    “પ” નો પથ, ઘણો જ સરસ. સાથે મુકેલ ચિત્ર તો ખુબ જ ગમ્યું.
    પ્રવીણ શાહ

    Like

  5. juzar vora કહે છે:

    use of “pa” is very good, little hard to understand 4 me, but nice one & also nice pic.

    Like

  6. Harshad / Madhav કહે છે:

    ખુબ સરસ રચના છે પારૂબેન.

    Like

  7. hema patel કહે છે:

    આખા કાવ્યમાં તો બસ પ્રેમ પ્રેમ પ્રેમ !!! જીવનમાં બીજુ શુ જોઈએ ?
    જેનો પ્રેણેતા જ પ્રભુ પરમેશ્વર .

    Like

  8. sunil rathod કહે છે:

    Khubaj Saras….. Maja Aavi Vachine Aa Saras Rachana….!!

    Like

Leave a comment