જો છૂટી જાય મનની આંટી , તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,

“માનવી નું જીવન”

મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,

માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ .

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,

તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .

ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,

તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત ,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,

જો જાય છૂટી મનની આંટી ,

તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી .

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

પારૂ કૃષ્ણકાંત   “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to જો છૂટી જાય મનની આંટી , તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,

 1. શ્રી પારુબહેન,

  જો જાય છૂટી મનની આંટી ,

  તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,

  બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન

  વાહ વારે વાહ, સબંધોની હાથશાળ ચલાવીને

  રેશમની દોરી વડે સુંદર જીવન ઘડતરની જાજમ વણી છે.

  અભિનંદન.

  Like

 2. Ramesh Patel કહે છે:

  જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,

  જો જાય છૂટી મનની આંટી ,

  તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
  ………………….
  જીવન સંસારની એકએક વાત આપે નીખરાવી છે. ચીંતન સાથે સંસારનું દર્પણ અને તેમાંથી
  બહાર નીકળવાનું માર્ગદર્શન એક અનુભવની એરણ પર રમતું છવાય છે. ખૂબ જ હિતકારી
  કૃતિ.અભિનંદન..સુશ્રી પારુબેન
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. Vijay કહે છે:

  જો જાય છૂટી મનની આંટી ,

  તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી …..wah wah…. very true.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s