“મને સાંભળજે સખા”

“મને સાંભળજે સખા”

જયારે મનવીણાના તાર સુમધુરું સંગીત રેલાવતા હશે ,
ત્યારે મારી વાતો નહિ પણ મારો હાથ થામજે સખા ,

જયારે સંધ્યાનો રંગીન સાળુ ધરતી પર લહેરાતો હશે ,
ત્યારે મને અને મારા શમણાંઓને તું સાંભળજે સખા ,

જયારે ચંદ્રમાંની મૃદુલ ચાંદની રાત્રિને સોહાવતી હશે ,
ત્યારે હળવેથી મારા કાનમાં તારી પ્રીતિ કહેજે સખા ,

જયારે વાદળીઓ સોનેરી તડકે નાહીને નીખરતી હશે ,
ત્યારે મને ગુલાબ નહિ શમણાંની સોગાત દેજે સખા ,

જયારે દૂર ક્ષિતીજે ધરતી ગગન કેરું મધુરું મિલન હશે ,
ત્યારે જેમ સાગર કિનારાને, તું મને વ્હાલે ભીંજવજે સખા ,

જયારે કે ત્યારે ચાહીશું એકબીજાને વધારે ને વધારે !!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , . Bookmark the permalink.

4 Responses to “મને સાંભળજે સખા”

  1. Pragna કહે છે:

    શ્રી પારુબહેન,

    સુંદર અભિવ્યક્તિ

    ખુબ સુંદર રચના..

    જયારે મનવીણાના તાર સુમધુરું સંગીત રેલાવતા હશે ,
    ત્યારે મારી વાતો નહિ પણ મારો હાથ થામજે સખા , very nice….

    Like

  2. gujaratikavitaanegazal કહે છે:

    જયારે ચંદ્રમાંની મૃદુલ ચાંદની રાત્રિને સોહાવતી હશે ,
    ત્યારે હળવેથી મારા કાનમાં તારી પ્રીતિ કહેજે સખા ,

    જયારે વાદળીઓ સોનેરી તડકે નાહીને નીખરતી હશે ,
    ત્યારે મને ગુલાબ નહિ શમણાંની સોગાત દેજે સખા
    ખુબજ સરસ રચના

    Like

  3. Ramesh Patel કહે છે:

    હૃદયની ઊછળતી લાગણીઓને સુંદર રીતે ગુંથી છે.માધુર્ય ને લય સાથ સાથ વહ્યા છે.
    સુશ્રી પારુબેન..ખૂબ ખૂબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s