“પરાર્થે સમર્પણ” ગુજરાતી સાહિત્ય સ્પર્ધા

આપ સૌનું “પરાર્થે સમર્પણ” ગુજરાતી સાહિત્ય સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો
વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ
નો ખુબ ખુબ આભાર .


હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય આધારિત રાખવાનું નક્કી કર્યું છે , તો આપ
સૌ મિત્રો ને તેમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો
હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે .


ગુજરાતી ભાષાના પ્રચાર માટે હવેથી નિયમિત રીતે સ્પર્ધાનું આયોજન કરવામા આવશે આથી,
જેઓ લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા
સુવર્ણતક સમાન છે.આ સ્પર્ધા આજના તારીખ ૧ ૬ જાન્યુઆરી … પોષ સુદ અગિયારસ
ના શુભદિવસથી શરુ થાય છે.

આ વખતની સ્પર્ધાનો વિષય છે પદ્ય અને “પ્રેમ” ….પ્રેમ કાવ્ય / ગઝલ / ગીત /
સોનેટ …. કે પ્રેમ અંગેની આપ કોઈ પણ પદ્ય રચના મૂકી શકો છો.


પ્રેમનો પ્રકાર કોઈ પણ હોઈ શકે …. માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ,
મિત્ર કે સખી નો પ્રેમ , દામ્પત્ય પ્રેમ , કે પ્રેમીજનો નો પ્રેમ !

પ્રેમની ના કોઈ પરિસીમા,

પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.

પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,

પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

આપ સૌ આપની પોતાની રચના આજના શુભ દિવસથી નીચેની લીંક ક્લિક કરીને બ્લોગ

પર મૂકી શકો છો અને ઇનામ જીતી શકો છો.

http://www.gujaratio.com/profiles/blog/new

પ્રથમ ઇનામ રૂ. ૫૦૧, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦,ત્રીજું ઇનામ રૂ.૧૦૧ આપવામાં આવશે

(આ ઇનામ”પરાર્થે સમર્પણ “ની રકમ માતૃશ્રી “સુરજબા” ના સ્મરણાર્થે …” સુરજબા
મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા “મુ. જેસરવા. તા. પેટલાદ , જીલ્લો આણંદ –
૩૮૮૪૫૦ દ્વારા “સ્વપ્ન ” જેસરવાકર અને ચીમનભાઈ પટેલ તેમજ પરીવારનાસહયોગથી)

આ સ્પર્ધાના નિયમોઃ

બધાજ સભ્યોને વિનતી છે કે નિયમ વાંચીને જ રચના બ્લોગ પર મુકે. તમારી રચનાનાં
અંતમાં તમારૂ પુરુ નામ , સરનામું , કોન્ટેક્ટ નંબર અને રચના લખ્યાની તારીખ
લખવી જરૂરી છે.

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.અને સ્પર્ધામાં ભાગ લેવા તમે તમારી રચના સીધી
બ્લોગ પર મૂકી શકશો જે આ સ્પર્ધાના નિયમ મુજબની હોવી જરૂરી છે (તમને બ્લોગ
પોસ્ટ મુકતા તકલીફ પડે તો આ લીંક ક્લિક કરાવી

http://gujaratikavitaanegazal.ning.com/group/Help

૨) વધુ માં વધુ ૫ રચનાઓ બ્લોગ પર મૂકી તમે સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

૩) તમે તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ, સરનામું , કોન્ટેક્ટ નંબર અને અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે .

૪) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ હોવી ના જોઇએ.બીજે પ્રસિધ્ધ થયેલી રચના અહી મુકવી નહિ.

૫) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના ગુજરાતી ગ્રુપની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેને પુસ્તક સ્વરૂપે પણ મુકવાનો વિચાર છે.

૬)આ સ્પર્ધાની આખરી તારીખ ૨૮.૨.૨૦૧૧

૭)સ્પર્ધાના નિર્ણાયકો ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.

૮)સ્પર્ધામાં મુકેલ રચના ૩ મહિના સુધી બીજા બ્લોગો કે વેબસાઈટ કે બીજા કોઈ માંધ્યમમાં મુકવી (પબ્લીશ) કરવી નહિ

વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.
જય જય ગરવી ગુજરાતી
પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s