લાગણીઓની લહેરખીએ ચઢી, ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું….

” જીવન એવું જીવ્યું ”

જીવન મેં કંઈક એવું જીવ્યું ,
એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
પ્રેમ નું ઝરણું બની વહ્યું ,
લાગણીઓની લહેરખીએ ચઢી,
ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું ,
ખુદને ઓગાળીને રહેવાને ચાહ્યું ,
પ્રિયજનો માં એકરસ થવાને ચાહ્યું ,
આદર્શો ને દિલ માં આરુઢી ,
આદ્રતાથી આરાધવાને ચાહ્યું ,
સ્વજનોના હ્રદય મહીં,
મોગરો બનીને મહેકવાને ચાહ્યું ,
પિયુને આધીન રહીને ,
આભલું મેં તો આંબવાને ચાહ્યું ,
અભિલાષાઓ અનાવિલ મનમાં ધરીને ,
પ્રેમ અમૃત મેં તો ચાખવાને ચાહ્યું ,
પ્રાર્થુ હમેંશા હું તો પ્રભુને,
ન તૂટે આ સુખ સ્વપ્ન ,
ન છુટે આ મીઠી તંદ્રા ,
લાગે કદીયના જરૂર મુજને ‘મારી’ ,
ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ .

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

12 Responses to લાગણીઓની લહેરખીએ ચઢી, ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું….

  1. “લાગે કદીયના જરૂર મુજને ‘મારી’ ,
    ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
    રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ .”

    ’મારું’ ને બદલે ’અમારું’ ! બસ આ એક “અ” લાગી જાય એટલે દુઃખ સુઃખમાં બદલી જાય !
    સુંદર, અતિસુંદર ભાવ ! (હું કાવ્યશાસ્ત્રની તકનિકી વિશે તો કંઇ નથી જાણતો બસ મને શબ્દો અને ભાવ ગમે ત્યાં નમ્રતાથી પ્રશંસા કર્યા વિના રહેવાતું નથી) આભાર.

    Like

  2. શ્રી પારુબહેન,

    મારું ને બદલે અમારું આજ જીવનને પ્રગતિના માર્ગે લઈ જાય અને સગાઓ

    સાથે એક પ્રેમનો અતુટ તાતને ભાધી એક મનોહર પ્રેમમાળા સર્જે છે.

    જુઓ અંગ્રેજી શબ્દ આઈ ઉભો હોય તો અહમનું પ્રતિક બને છે પણ જો

    તેને આડો કરવામાં આવે તો બ્રીજ ( પુલ ) બની જાય જેમાં બધાય અવર જવર

    કરી સમાનતાનો સેતુ સાધી શકે …. ખુબ જ સરસ…….અભિનંદન સુંદર કાવ્ય માટે.

    Like

  3. Ramesh Patel કહે છે:

    ન તૂટે આ સુખ સ્વપ્ન ,
    ન છુટે આ મીઠી તંદ્રા ,
    લાગે કદીયના જરૂર મુજને ‘મારી’ ,
    ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
    રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ .

    પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’
    …………………..
    ધન્ય! કેટલા સુંદર મનોભાવથી છલકતું હૃદય.સદા પ્રસન્નતા લહેરાવે એવું કવન.
    અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. Pragna કહે છે:

    સ્વજનોના હ્રદય મહીં,
    મોગરો બનીને મહેકવાને ચાહ્યું ,ખુદને ઓગાળીને રહેવાને ચાહ્યું ,
    પ્રિયજનો માં એકરસ થવાને ચાહ્યું ,very nice..thought it self is great….

    Like

  5. નિમિશા કહે છે:

    એકદમ હ્રદય પુર્વક લખેલી કવિતા…!
    ખુબ જ ઉચ્ચ ભાવના….!

    ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
    રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ ……વાહ…!!!

    Like

  6. juzar vora કહે છે:

    સ્વજનોના હ્રદય મહીં,
    મોગરો બનીને મહેકવાને ચાહ્યું ,

    લાગે કદીયના જરૂર મુજને ‘મારી’ ,
    ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
    રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ .

    res paruben,
    u can’t write also better than this… this is extra ordianry good…. shall i publish ???

    Like

  7. Dear Juzarbhai,
    Thanks a lot for your appreciation….. You may publish it . Just that I would like to have a copy of it.
    Regards,
    Paru Krishnakant.

    Like

  8. pravinshah47 કહે છે:

    લાગણીઓથી ભરપુર એવા કુટુંબમાં જીવન કેટલું બધું આનંદમાં જીવાય !!!!
    પ્રવીણ શાહ

    Like

  9. hirals કહે છે:

    touchy. It seems like I was reading my ‘mom and mother-in-law’s life story. May be almost all Indian lady’s emotions.

    Like

  10. hirals કહે છે:

    You look, so innocent and lovely in this pic 🙂

    Like

Leave a comment