ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું….

“નથી ચાલતું”

વસંતે ઉપવનમાં ફૂલોને, મ્હેક્યાં વિના નથી ચાલતું.
મન મધુવનમાં સ્મૃતિને, વાગોળ્યા વિના નથી ચાલતું!

વીતી વાતોને વારેઘડી, વિચાર્યા વિના નથી ચાલતું.
સુખભરી યાદોની ઝડીમાં, ભીંજાયા વિના નથી ચાલતું.

વિફરેલા વીંછીને ઝેરીલો ડંખ, માર્યા વિના નથી ચાલતું.
દુઃખભરી યાદોની વીંધણીને, વિંઝાયા વિના નથી ચાલતું.

ગોરંભાયેલા મેહને ધોધમાર વરસ્યા વિના નથી ચાલતું.
વાહિયાત વાતોને જેમ આગ, ફેલાયા વિના નથી ચાલતું.

યાદોમાં વર્ષોના વહાણાંને તરવર્યા વિના નથી ચાલતું.
ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”
૨૭.૧.૨૦૧૧

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

11 Responses to ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું….

  1. શ્રી પારુબહેન ,

    યાદોમાં વર્ષોના વહાણાંને તરવર્યા વિના નથી ચાલતું.
    ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું.

    ખુબ જ સરસ ભાવન્કિત ઊર્મિના ભાવો રજુ કર્યા છે.

    સુંદર જ નહી અતિ સુન્દર ……………..

    પારુ બહેનીના કાવ્યો વાંચ્યા વગર નથી ચાલતું,

    કાવ્ય આવે તો મનના ભાવ પ્રદર્શિત કર્યા વગર નથી ચાલતું.

    આમ તો હું રોજ પીયુનીના બ્લોગની ઉઘરાણીએ જાઉં છું

    કાવ્ય કે લેખ ના હોય તો નિરાશ થયા વિના નથી રહેવાતું.

    Like

  2. સરસ બહુજ સુંદર , ધન્યવ્વાદ
    ગોવિંદભાઈ તલપ ને ધન્યવાદ
    ને બહેની આવી પોસ્ટ મળતી રહે
    તેવી શુભેછા

    Like

  3. પારૂબહેન તમે એટલી સરસ રચનાઓ લાખો છો તો અમારાથી કોમેન્ટ કર્યા વિના નથી રેહવાતું.
    માધવ મેજિક બ્લોગ

    Like

  4. pragnaji says:

    અને પારૂબેન અમને વખાણ કર્યાં વિના નથી ચાલતું …
    .યાદોમાં વર્ષોના વહાણાંને તરવર્યા વિના નથી ચાલતું.
    ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું.
    અતિ સુંદર અભિવ્યક્તિ

    pragnaji
    http://shabdonusarjan.wordpress.com/

    Like

  5. “દુઃખભરી યાદોની વીંધણીને, વિંઝાયા વિના નથી ચાલતું.”
    Very True.

    Like

  6. Dilip Gajjar says:

    મનગમ્તી મજબૂરીનું કાવ્ય ..નથી ચાલતું ખુબ જ સુંદર છે..
    પ્રક્રુતિ યાન્તિ ભૂતાની નિગ્રહમ કીં કરીશ્યતિ..આ સરળ ભાષામાં આપે કહી દીધું.

    પ્રિય તુજ ભાવને પામ્યા વિના નથી ચાલતું
    મિલનને બાદ પ્રતિભાવને આપ્યા વિના નથી ચાલતું

    Like

  7. narendra says:

    સુંદર વિચારોને શબ્દદેહ દીધા વિના નથી ચાલતું
    આવી કૃતિ ને સુંદર કહ્યા વિના નથી ચાલતું !

    નરેન્દ્ર

    Like

  8. Very nice !
    વસંતે ઉપવનમાં ફૂલોને, મ્હેક્યાં વિના નથી ચાલતું.
    મન મધુવનમાં સ્મૃતિને, વાગોળ્યા વિના નથી ચાલતું!

    Like

  9. Shriya says:

    અત્યંત સુંદર ગઝલ …. as always ma’m🙂

    Like

  10. Hemal says:

    wah wah….. too good. specially these..
    સુખભરી યાદોની ઝડીમાં, ભીંજાયા વિના નથી ચાલતું.
    દુઃખભરી યાદોની વીંધણીને, વિંઝાયા વિના નથી ચાલતું.

    Like

  11. P. K. Davda says:

    અને “પિયુની”ને પ્રેમ-કાવ્યો લખ્યા વિના નથી ચાલતું ઃ)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s