જરા મને કહી દેને … આપણાં તો પ્રેમની , છે ઘણી કથાઓ , તો હવે શાને આ વ્યથાઓ ?

” મને કહી દેને “….

પ્રેમ ઘેલું આ હ્રદય, થયું દુઃખી શાને?
એવી તે શું વાત બની ? જરા મને કહી દેને …
ભેગા રહીને પણ , જોજનોની છે દૂરી શાને ?
જરા મને કહી દેને …મને કહી દેને …
થતી ઘણીયે વાતો , આંખો થકી જે વાતો …
હવે શાને ના સંભળાતા ચિત્કારો ?
રહેતા પુરક જે, હુંફાળા શ્વાશો ,
હવે શાને ઉના ઉના નિશ્વાશો ?
સાથમાં રહેતી , જે અંતરે આશ ,
નથી ક્યાંય હવે, મનમાં ઉજાસ .
ઝાલી ને રાખતા , જે મનની લગામ ,
શું તે આજે ગયી છે પરગામ ?
આદતવશ સ્પર્શની ઝંખનાએ લંબાતા હાથ ,
આજે શાને પડીને ભોઠાં, પાછા વળતાએ હાથ ?
આપણાં તો પ્રેમની , છે ઘણી કથાઓ ,
તો હવે શાને આ વ્યથાઓ ?
મનાવું છું તુજ ને , હું ફરી ફરી ,
મારા હૈયાની છે , તે મજબૂરી !
પ્રેમે સુગંધ જે ફોરે …..
એમાજ તું રંગાઈને રે ને ….
હવે શાને તું , ના માને ?
ગુજરી જાય જે ઘડી , તે ફરી કદીના આવે …
વાવ્યું હતું …જે વર્ષોમાં …
શું તે લણાયું…. જરા જેવી વારમાં?
ઓરે …ઓરે…ઓરે…
હવે તો તું માની જાને….
હવે માની જાને …..

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

6 Responses to જરા મને કહી દેને … આપણાં તો પ્રેમની , છે ઘણી કથાઓ , તો હવે શાને આ વ્યથાઓ ?

 1. Dr P A Mevada કહે છે:

  Very nicely expressed poem, just like many other poems of your! Liked and enjoyed.

  Like

 2. શ્રી પારુબહેન

  ભેગા રહીને પણ , જોજનોની છે દૂરી શાને ?
  જરા મને કહી દેને …મને કહી દેને

  સરસ જ નહિ ખુબ જ સરસ ભાવન્કિત કલમે સ્ફુરેલા અનન્ય શબ્દો .

  કલ્પનાના સાગરમાં મનના ભાવ વહાવી સુંદર કાવ્ય ઉદભવ્યું

  અભિનંદન.

  Like

 3. Shriya કહે છે:

  I got emotional while reading ! …. you can create emotional wonders !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s