દિલ ના હોય કાંઈ અભેદ્ય કિલ્લો, મન મહેલના ઝરોખે, પ્રીતિનો કોઈ અવકાશ રાખજો!

“રાખજો …!”

છબી આપની અમે આંખોમાં રાખીશું,
બસ એક યાદી અમારી, આપના અંતરમાં રાખજો!
રહે ભલેને નયનોમાં અશ્રુની ભરમાર,
જાણે કોઈ ઝરણું વહેતું, નિર્મળ એવું દિલને રાખજો!
ભલેને થયું ઘાયલ દિલ આપણું,
સહી લેવાને આ દરદ, પથ્થર સમું હ્રદય ના રાખજો!
દિલ ના હોય કાંઈ અભેદ્ય કિલ્લો,
મન મહેલના ઝરોખે, પ્રીતિનો કોઈ અવકાશ રાખજો!
ચાલી જાઓ ભલે આપ દુર,
ભલે રહીને દુર, અમને આપના દિલની કરીબ રાખજો!
એમજ ના તૂટે કંઈ પ્રીતથી નાતો,
ભલે મુજથી નહિ, કોઈ સુભાગી અન્યથી જરૂર રાખજો!
ખુદ રહીને કેદ આપને આઝાદ રાખીશું,
બસ કરીને પાષાણ રુદિયુ, દોસ્તીની બુનિયાદ રાખજો!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to દિલ ના હોય કાંઈ અભેદ્ય કિલ્લો, મન મહેલના ઝરોખે, પ્રીતિનો કોઈ અવકાશ રાખજો!

  1. જયેન્દ્ર ઠાકર કહે છે:

    સરસ ……
    છીએ અમે સન્ગ દિલ પણ ફુલથી ઘવાયા,
    તમને ચાહવાની આ ભુલથી ભરમાયા!

    Like

  2. Pragna કહે છે:

    ભલે મુજથી નહિ, કોઈ સુભાગી અન્યથી જરૂર રાખજો!
    ખુદ રહીને કેદ આપને આઝાદ રાખીશું,
    બસ કરીને પાષાણ રુદિયુ, દોસ્તીની બુનિયાદ રાખજો!

    અતિ સુંદર …ઘણા વિશાળ હ્રદય થી વાત લખી છે ….પ્રેમ એટલે ત્યાગ

    Like

  3. શ્રી પારુબહેન,

    દિલ ના હોય કાંઈ અભેદ્ય કિલ્લો,
    મન મહેલના ઝરોખે, પ્રીતિનો કોઈ અવકાશ રાખજો!

    પ્રેમ અને ત્યાગની ભાવના વિશાલ દિલે શબ્દોમાં કંડારી છે.

    અત્યાન્તુર સુન્દરમ કવિતા આલેખી છે અને તે પણ અંતરના ઉડાણથી.

    ભાવવાહી શબ્દો કલમના સથવારે વહ્યા છે. અભિનંદન,

    Like

  4. ” એમજ ના તૂટે કંઈ પ્રીતથી નાતો,
    ભલે મુજથી નહિ, કોઈ સુભાગી અન્યથી જરૂર રાખજો! ”

    વાહ ! પ્રેમ અને ત્યાગનું કેટલું ઉત્કૃષ્ટ શબ્દોમાં વર્ણન. સુંદર રચના. આભાર.

    Like

  5. pravinshah47 કહે છે:

    separated radha ની વ્યથા ખરેખર ખુબ સરસ શબ્દોમાં વર્ણવી છે.
    પ્રવીણ શાહ

    Like

  6. Ramesh Patel કહે છે:

    મન મહેલના ઝરોખે, પ્રીતિનો કોઈ અવકાશ રાખજો!
    ચાલી જાઓ ભલે આપ દુર,
    ભલે રહીને દુર, અમને આપના દિલની કરીબ રાખજો!
    ……………………..
    સુંદર ભાવવાહી રચના…અભિનંદન,

    Ramesh Patel(Aakashdeep)

    Like

  7. જય ભટ્ટ કહે છે:

    બહુ જ સુંદર રચના ..
    “ભલેને થયું ઘાયલ દિલ આપણું,
    સહી લેવાને આ દરદ, પથ્થર સમું હ્રદય ના રાખજો!”

    પ્રેમ એટલે એક આવી અભિવ્યક્તિ છે જે પરસ્પર સ્નેહ અને આત્મીયતામાં
    પરિણમે છે. ‘અહમ’થી પર જી ‘સહ’માં આવિર્ભાવ થાય છે.

    પતંગ વિષે ઘણા વખત પહેલા (યાદ નથી ક્યારે) ગુજરાત સમાચાર માં પ્રસિદ્ધ થયેલો લેખ મને ખુબ ગમ્યો. એમાં થી થોડું લખું છું. “પતંગ કહે છે મારો પ્રેમ તો આકાશ છે. મારો પ્રેમ તો મને ઉડતાં શીખવે છે. એક પતંગ ને આત્મકથા લખવાનું મન થયું. તેણે લખ્યું કે, હું ઉડયો આકાશ ને પામવા. પવન મારે પાંખો બની ગઈ. વાદળ ને સ્પર્શી ને પતંગે કહ્યું કે હું તને વિંધવાં નહિ પણ પામવાં આવ્યો છું. વાદળ વરસી પડ્યું અને લથબથ પતંગે કહ્યું કે મારૂં ઉડવું સાર્થક થયું.”

    Like

  8. Hemal કહે છે:

    એમજ ના તૂટે કંઈ પ્રીતથી નાતો,
    ભલે મુજથી નહિ, કોઈ સુભાગી અન્યથી જરૂર રાખજો!
    ખુદ રહીને કેદ આપને આઝાદ રાખીશું,
    બસ કરીને પાષાણ રુદિયુ, દોસ્તીની બુનિયાદ રાખજો!……………….. very touchy, like it.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s