વર્તન તારું તું જરા તપાસને, નર્તન હળવું તું જરા રાખને…..

“શું તમે ક્યારેય……”

શું તમે ક્યારેય સાવ નિરાંતે બેસીને…
કાંઈ પણ બીજું કર્યા વિના…..
બાળકોને રમતા જોયા છે ?
શું તમે ક્યારેય વરસતા વરસાદનું સંગીત સાંભળ્યું છે ?
શું તમે ક્યારેય ચંચલ પતંગિયાનો પીછો કર્યો છે?
શું ક્યારેય સવાર પડતી જોઈ છે?
શું ક્યારેય સૂર્યને હળવેથી ,
સંધ્યાની આગોશમાંથી સરકી જઈને,
રાત્રીના આલિંગનમાં ખોવાતો જોયો છે?
શું તમે ક્યારેય ગરમીની રાતે ખુલી અગાશીમાં સુતા સુતા,
ખુલ્લા આકાશ નીચે તારાઓ ગણતા કુદરતી ઠંડી હવાને માણી છે?
શું તમે  ભાગદોડ વિના ક્યારેય દિવસ વિતાવ્યો છે ?
શું તમે ક્યારેય તમારાજ પૂછાયેલા “કેમ છો ?”
નો જવાબ સાંભળવાયે રોકાયા છો?
શું ભાગ દોડ ભર્યા દિવસને અંતે,
તમે પથારીમાં સુતા વખતેયે ‘આવતી કાલે’ કરવાના કાર્યોને મનમાંથી હાંકી કાઢી શક્યા છો?
શું તમે તમારા બાળકોને કાલે કરીશું એવું કહો છો?
શું પછી ક્યારેય તમારી તે ‘કાલ’ આવે છે ખરી?
શું તમે ક્યારેય તમારા પ્રિયજનોના ચહેરાના ભાવ વાંચી શકો છો?
શું તમે સમયના અભાવે મિત્રોથી દુર થતા જાઓ છો?
શું તમે ક્યારેય મિત્રોના ફોટાનું આલ્બમ જોતા વખતે બે બે પાનાઓ એકસાથે ફેરવી દીધા છે?
શું તમે આ વાંચતી વખતે વચ્ચે એકાદ બે લાઇન કુદાવી છે?
……………………………………………………………………………!!!!!
વહાલા પ્રિયજન , 

જ્યારે ક્યાંય કોઇક મુકામ ઉપર પહોંચવાની ઉતાવળી દોડમાં,
તમે ત્યાં પહોચવાના માર્ગની સફર આનંદ તો નથી વેડફી દીધોને?
જયારે તમે આવી ભાગદોડથી દિવસ વિતાવો છો ત્યારે માનો,
એક સુંદર મજાની ભેટ તમે તેનું પેકિંગ ખોલ્યા વિનાજ, ફેકી દ્યો છો !
આપના જીવનનો એક એક દિવસ , એક એક ક્ષણ,
પરમ કૃપાળુ પરમાત્માએ આપેલી એક અમુલ્ય ભેટ છે ……
તેને વેડફશો નહિ .

વચન સત્ય કહું વ્હાલા આપને ,
વર્તન તારું તું જરા તપાસને,
નર્તન હળવું તું જરા રાખને,
જીવન સંગીત તું જરા માણને!
અવરિત કદીયે તે ના ગુંજશે ….
ગુંજે જે આજે છે એમાંતું ખુદને જરા ઢાળને !
વર્તન તારું તું જરા તપાસને,
નર્તન હળવું તું જરા રાખને ….

Paru Krishnakant”Piyuni”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ, મારા સ્વરચિત કાવ્યો, Food for thought and tagged , , , , , . Bookmark the permalink.

5 Responses to વર્તન તારું તું જરા તપાસને, નર્તન હળવું તું જરા રાખને…..

 1. himanshupatel555 says:

  સુપરફાસ્ટ લાઈફ સ્ટાયલમાં પાછા વળી પોતાની ફેરતપાસ કરવા એક તક ઝડપી લેવાનું ઉત્તમ
  આહવાન…એક નાનકડા શબ્દ ‘ શું ‘વડે…..શું તમે ……
  વર્તન તારું તું જરા તપાસને,
  નર્તન હળવું તું જરા રાખને,

  Like

 2. Yashodhra says:

  Nice.. very right for today’s busy life

  Like

 3. Vijay says:

  અતિ સુંદર …… સુંદર વિચાર……

  Like

 4. pragnaji says:

  સુંદર વિચાર…and very true

  Like

 5. Ramesh Patel says:

  એક ઊંચાઈ પર લઈ જતી કવિતા.સરસ વિચારો..ભાવથી સભર.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s