“ઓરે…. જીયરા …. તું શાને ભલા….”

“ઓરે…. જીયરા …. તું શાને ભલા”

ઓરે જીયરા …. તું શાને ભલા,
ઘેલો બાવરો થાય ?
તું જરા હળવેથી ઝૂમઝૂમ ,
નૈનોમાં સપનાની છે રુમઝુમ,
હૈયે શ્વાશોની ચાલે ધૂમધૂમ ,
વચન સત્ય કહું વ્હાલા આપને ,
વર્તન તારું તું જરા તપાસને,
નર્તન હળવું તું જરા રાખને,
જીવન સંગીત તું જરા માણને!
અવરિત ના તે કદી  ગુંજશે !

ગુંજે જે આજે છે એમાંતું ખુદને જરા ઢાળને,
ઢળતી રહે  ઉંમર એ તો તું માનને,
ઓરે…. જીયરા …. તું શાને ભલા,
ઘેલો બાવરો થાય ?
તું રે જરા હળવેથી ઝૂમઝૂમ ,
નૈનોમાં સપનાની છે રુમઝુમ,
હૈયામાં સ્વાશોની કેવી ધૂમધૂમ,
કરતબ કુદરતના કેવા હરદમ,
પરોઢે વિખેરાતું કુમકુમ ,
મધ્યાને તપીને ધરતી ચમચમ,
સંધ્યાની પગલી કેવી છમછમ!
કુદરતના રંગે તું રંગાઈને ઝૂમ ઝૂમ …..
નૈનોમાં ભલેને સપનાની રુમઝુમ….
શ્વાશોનીય સાંભળવી  સરગમ,
તું જરા હળવેથી ઝૂમઝૂમ ….
ઓરે જીયરા …. તું શાને ભલા,
ઘેલો બાવરો થાય ?
તું જરા હળવેથી ઝૂમઝૂમ ….!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to “ઓરે…. જીયરા …. તું શાને ભલા….”

 1. narendra કહે છે:

  Sundar Pras sathe arth sabhar shabdoni rumzum . Sunder .

  Narendra

  Like

 2. Dilip Gajjar કહે છે:

  કરતબ કુદરતના કેવા હરદમ,
  પરોઢે વિખેરાતું કુમકુમ ,
  મધ્યાને તપે ધરતી ચમચમ,
  સંધ્યાની પગલી છમછમ!
  કુદરતના રંગે તું રંગાઈને ઝૂમ ઝૂમ …..
  ભલે નૈનોમાં સપનાની રુમઝુમ….
  પારુજી, ખૂબ જ સુંદર મોહાંધ બની ને બેકાબુ બનેલા મન ને શીખ …ખૂબ જ ગમી રચના અને સંદેશ ..
  રવિવારની સવારે અમે યુકેની પીક district ની ગીરી કંદરાઓમાં કુદરત ના ખોળે ચાલવા મ્હાલવા નીકળી પડ્યા ..છ માઈલ જેટલું ચાલ્યા પણ થાક નહીં લાગ્યો અને ..માં પ્રકૃતિના સૌન્દર્ય અને પ્રેરણા પાસે અન્ય સૌન્દર્ય ઉણા લાગ્યા ..મને આપનાં કાવ્યથી પ્રેરણા મળી ..

  Like

 3. Dr P A Mevada કહે છે:

  Very nicely written, ‘Bhajan” -like poem with a convincing theme.
  Congrates!

  Like

 4. Ramesh Patel કહે છે:

  કુદરત અને જીવતરના સંબંધની ખૂબ જ મનનીય વાત કવિતા બની ખીલી.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. ગમ્યું, સરસ કાવ્ય It`s Cool.
  “કરતબ કુદરતના કેવા હરદમ,
  પરોઢે વિખેરાતું કુમકુમ”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s