વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે, મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે!

“પિયુની ઘણી પ્યારી હશે”                                      

જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે,
તેથી તારીને મારી સાચી યારી હશે.

સુંદર સ્નેહભરી પ્રીતી નિરાળી હશે,
નિર્મળ પ્રેમે સંગની વૃત્તિ સુહાની હશે.

વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે,
મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે.

સહવાસે વીતતી હરપળ પ્યારી હશે,
સાથે ઢળતી સાંજ બધીજ ન્યારી હશે.

ઉત્કટ પ્રેમમાં, સ્પર્શની ભાષા જારી હશે.
મોંઘી પળો મિલનની ઘણી પ્યારી હશે.

બંને હૈયે હામ ને આંખોમાં ખુમારી હશે,
ચારેય નેનોમાં, શમણાંની સવારી હશે.

પ્રત્યેક મિલનમાં દૂરીની પળો ભારી હશે.
હંમેશા સાથ નિભાવાની હામીદારી હશે.

ફરજો માંહીયે આપણી ભાગીદારી હશે.
વ્હાલા પિયુને, પિયુની ઘણી પ્યારી હશે!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે, મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે!

  1. Ramesh Patel કહે છે:

    બંને હૈયે હામ ને આંખોમાં ખુમારી હશે,
    ચારેય નેનોમાં, શમણાંની સવારી હશે.

    ફરજો માંહીયે આપણી ભાગીદારી હશે.
    વ્હાલા પિયુને, પિયુની ઘણી પ્યારી હશે!
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    ……………..
    સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું….
    એક ભાવ જે પરમ પાવન પ્રેમના વાયરે સદા આનંદ વરસાવે..એવી અનુભુતી આપતી સુંદર ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. Pragna કહે છે:

    પારૂબેન ,
    અતિ સુંદર ..હશે નો પ્રાસ ગમ્યો .. ઘણો જ આશાવાદી પ્રાસ છે ….જ્યાં પ્રેમ છે ત્યાં બધું જ હશે ..નહિ હોયનો સવાલ જ નથી …..
    બંને હૈયે હામ ને આંખોમાં ખુમારી હશે,
    ચારેય નેનોમાં, શમણાંની સવારી હશે.

    ફરજો માંહીયે આપણી ભાગીદારી હશે.
    વ્હાલા પિયુને, પિયુની ઘણી પ્યારી હશે!

    Like

  3. પારૂબેન,

    બહુ સરસ પ્રાસ રચના બનાવી છે. મન ને ખુબ ગમી ગઈ. એમાં પણ આ પ્રાસ :
    “બંને હૈયે હામ ને આંખોમાં ખુમારી હશે,
    ચારેય નેનોમાં, શમણાંની સવારી હશે ‘.
    તો બહુજ સરસ છે.
    જો જનમોજનમ ના ઋણાનુબંધ વાળી યારી હશે તો ચોક્કસ નિર્મળ અને વ્હાલભર્યા પ્રેમ સાથે ની જ હશે. કારણકે ત્યાં કોઈ દ્વેષ, ઈર્ષ્યા કે મનદુઃખ ની લાગણી વગર નો ચોખ્ખો પ્રેમ હોય છે એટલે તેમાં કાચ જેવી પારદર્શકતા હોય છે. અને આવા પ્રેમ ની અનુભૂતિ કરાવતી રચના બદલ આપને અભિનંદન.

    Like

  4. Daxesh Contractor કહે છે:

    રચનાના ભાવ સુંદર … હજુ તમે થોડો છંદ શીખી લો તો તમારી બધી રચનામાં સુગંધ ભળી જાય. ઉત્તમ રચના માટે જરૂરી ભાવ અને શાબ્દિક અભિવ્યક્તિ તમારી પાસે છે જ. મારા સુચન પર વિચારશો. લખવાનું ચાલુ રાખશો.

    Like

  5. P. K. Davda કહે છે:

    બહેન,
    પ્રત્યેક કોડિલી કુંવારી કન્યાના આવા જ સપના હોય છે, પણ આજના વાતાવરણમા
    એમાથી માત્ર થોડી વ્યક્તિઓ જ નશીબદાર નીવડે છે.
    સરસ રચના.
    -પી. કે. દાવડા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s