ગગનેથી જાણે કોઈ ગેબી, આશિષ હતી વરસી! હેત હરિનું મુજપર જાણી, તે મેં હ્રદયે સંઘરી!

“અમ મધુવન”

મસ્ત હવાનાં ઝોકાની જેમ,
આવ્યાતા પ્રિયતમ,
મન મારું નાજુક ફૂલપાંખડી,
તાણી ગયા પ્રિયતમ!
ગગનેથી જાણે કોઈ ગેબી,
આશિષ હતી વરસી!
હેત હરિનું મુજપર જાણી,
તે મેં હ્રદયે સંઘરી!
અમ મધુવને ખીલીને મહેંકી.
વસંતે મધુમાલતી!
ઋતુઓની કારમી કસોટી,
ક્યારેક મારી સબુરી,
કદી રહેતી તમારી ધૃતિ,
તેથી નહિ નુકસાની!
મધુવને આવી નહી આંચ ઉની!
જાળવી પ્રીત પુરાણી !
ખીલી રહ્યા હૂંફે એકમેકની ,
મધુવન પ્રાંગણે,
તનું તનયા ને દાનો દીકરો,
સંસ્કારે સંસાર ભર્યો!
સુખશાંતિને પ્રેમભાવે ન્યારો.
દેજે હંમેશા પ્રીતિ તારી,
પ્રભુને એજ નિરંતર પ્રાર્થના મારી.
કૃપા સદૈવ વરસાવી,
આવી વસજે અમ રુદિયા માંહી.                                                                                                             રાખી પ્રભુ દયા ન્યારી .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

10 Responses to ગગનેથી જાણે કોઈ ગેબી, આશિષ હતી વરસી! હેત હરિનું મુજપર જાણી, તે મેં હ્રદયે સંઘરી!

 1. શ્રી .પારુબહેન

  દેજે હંમેશા પ્રીતિ તારી,
  પ્રભુને એજ નિરંતર પ્રાર્થના મારી.
  કૃપા સદૈવ વરસાવી,
  આવી વસજે અમ રુદિયા માંહી. રાખી પ્રભુ દયા ન્યારી .

  બસ પ્રભુ આ પ્રાર્થનાનું હાર્દ સદૈવ વરસાવે એવી આશા.

  ખુબ જ સરસ.

  Like

 2. pragnaji says:

  પ્રભુ જે કંઈ આપે તેજ આશિષ .. અને જે મળે તે પ્રભુનો પ્રસાદ… આ વાત ખુબ જ સરસ રીતે રજુ કરી છે .પ્રેમ હોય ત્યાં તોફાની વાયરા પણ ટકી શકતા નથી .મધુવને આવી નહી આંચ ઉની…. અને જ્યાં સંસ્કાર છે ત્યાં સદાય વાસંતી વર્તે ..સંસ્કારે સંસાર ભર્યો!…
  પારૂબેન સુંદર રજુઆત ..

  Like

 3. very nice expression, always god is great

  Like

 4. પારૂબેન,
  ઈશ્વરે તો તમારા પર કૃપા વરસાવી જ છે અને એટલેતો તમને આટલા સરસ મોતી રૂપી શબ્દો અલૌકિક આનંદ ના મહાસાગર માંથી લાવવા ની કુનેહ જો આપી છે.

  Like

 5. venunad says:

  Excellent, especially, these lines liked the most.
  પ્રભુને એજ નિરંતર પ્રાર્થના મારી.
  કૃપા સદૈવ વરસાવી,
  આવી વસજે અમ રુદિયા માંહી.
  રાખી પ્રભુ દયા ન્યારી .

  Like

 6. juzar vora says:

  res paruben,
  no word 4 comment, just say thanx 4 nice poem

  Like

 7. Dilip Gajjar says:

  Paruji, Wah.. Khub sunder abhivyakti..
  fari fari maanvi game…
  prem ane divyaras thi bharpur..
  ગગનેથી જાણે કોઈ ગેબી,
  આશિષ હતી વરસી!
  હેત હરિનું મુજપર જાણી,
  તે મેં હ્રદયે સંઘરી!
  અમ મધુવને ખીલીને મહેંકી.
  વસંતે મધુમાલતી!

  Like

 8. આદરણીયબહેનશ્રી. પારૂબેન

  પ્રભુનો પ્રસાદ એટલે…………….!

  પ્ર…………..પ્રભુનો…………..!

  સા………….સાક્ષાત્કાર………………..!

  દ…………….દર્શન…………………………!…………..કરાવે તે….!

  ખુબજ સરસ

  અભિનંદન

  કિશોરભાઈ પટેલ

  Like

 9. SARYU PARIKH says:

  મીઠાં સમભાવી સંસારની વાત, સરસ રજુઆત.
  સરયૂ પરીખ

  Like

 10. hema patel says:

  અતિ સુન્દર !!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s