“આદત પડી છે”

“આદત પડી છે”

થઈને જુદા સ્વજનોથી ,
જીવન જીવવાની આદત પડી છે.
વળશે પાછી કદીતો કામિની,
દિલને મનાવવાની આદત પડી છે.
કરીને ભરોશો આપની વાણીનો,
આપની પ્રતીક્ષાની આદત પડી છે.
છૂટતા જતા સંધાય કાફલાઓ ,
એકલા જીવવાની આદત પડી છે.
થતી રહેતી ભલેને દગાખોરી ,
આઘાત સહેવાની આદત પડી છે.
આંખો ભલેને રહેતી ભારી,
જાગતા રહેવાની આદત પડી છે.
રહેતી મનમાં યાદ તમારી,
ડૂસકાં ભરવાની આદત પડી છે.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to “આદત પડી છે”

  1. hema patel કહે છે:

    એકની એક વસ્તુ વારંવાર થાય એટલે તેની આદત પડી જાય .
    કાવ્યમાં ગેહરાઈ સમાયેલી છે .

    Like

  2. praheladprajapati કહે છે:

    રીઢા થયેલા દિલને ને ,પણ
    જખ્મો ખમવા ની આદત પડીછે
    સુંદર ધન્યાદ

    Like

  3. pragnaji કહે છે:

    પારૂબેન ,તમારી પ્રેમની કરવાની રીત વધુ ગમે છે .(દિલને મનાવવાની આદત પડી છે..) દિલને મનાવવાની આદત નહિ પડતા .. કારણ જે પ્રેમ કરવામાં પ્રય્તન કરવો પડે એમાં માત્ર આદત જ હોય ..પ્રેમ તો સરળતા નો માર્ગ છે ..

    Like

  4. Ramesh Patel કહે છે:

    આઘાત સહેવાની આદત પડી છે.
    આંખો ભલેને રહેતી ભારી,
    જાગતા રહેવાની આદત પડી છે.
    રહેતી મનમાં યાદ તમારી,
    ડૂસકાં ભરવાની આદત પડી છે.

    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    સરસ લાગણી સભર કૃતિ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s