પ્રિય ‘ગુજરાતીને’

પ્રિય ‘ગુજરાતીને’  

ચાનક  લાગી પ્રિય તુજ “ગુજરાતી” સાઈટની,
સંસારના કર્તવ્યમાં, વ્યહવારીઓના સાથમાં,
સહુ કામમાં, ખાતાં, પીતા, ઉઠતા અને બોલતા,
જે જે  કરતા બધાની સાથ વર્તતા સદાય,
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત પ્રેરણા મહી,
અમ લાગણીમાં, પ્રેમમાં, ચેતનામાં,
જીવન તણા સહુ રંગમાં, જીવન તણા સહુ ભંગમાં,
જીવન તણા અટપટા, આડા ઉભા તારમાં,
રસીલું ત્યાં વણાયા કરતું નામ, “અનુભવવાણી” કેરું,
તેથીજ, નાનાં મોટાં નિજ જીવનના સાંપડતા જે પ્રસંગો,
નકામાં નવ તે લેખતી, જરૂર હશે ગુઢ સંકેત પ્રભુનો,
તેમ હંમેશા હું જાણતી, રાખી હ્રદયે દઢતા,
નિત નવી શીખ લેવા હું મથતી,
સ્વભાવે દોરાઈને, નિજ જીવન ઘડવાના,
પ્રસંગો નવ હું ગુમાવતી ,
ઘડવાને પાકું આ જીવતર,
મળતી આધી વ્યાધીને ઉપાધી,
જીવી શકો એમાં જીવન કેવું એટલીજ તો છે કસોટી.
એવી થઇ  પાકી સમજણ મારી,
મળી જો મુજને “ગુજરાતી”  જેણે આવકારી મુજની “અનુભવવાણી”
વર્ષાવું  આશિષ ઊંડી ઉરની, ફૂલે ફાલે અને પ્રમરે હંમેશા,
“ગુજરાતી” અને તેના ગુજરાતીઓ.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to પ્રિય ‘ગુજરાતીને’

 1. chandravadan says:

  વર્ષાવું આશિષ ઊંડી ઉરની, ફૂલે ફાલે અને પ્રમરે હંમેશા,
  “ગુજરાતી” અને તેના ગુજરાતીઓ
  Your Thoughts read…..Words that come from the Heart mean a lot.
  Your Thoughts are from your Heart & posted as your “words”
  Liked the Post.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru..Hope to see your on Chandrapukar for the New Post.

  Like

 2. વ્હાલા બહેની પારુબહેન
  મળી જો મુજને “ગુજરાતી” જેણે આવકારી મુજની “અનુભવવાણી”
  વર્ષાવું આશિષ ઊંડી ઉરની, ફૂલે ફાલે અને પ્રમરે હંમેશા,
  “ગુજરાતી” અને તેના ગુજરાતીઓ.
  આપે ગુજરાતી અને ગુજરાતીઓની સાઈટને કાવ્યનુપ્રાસમાં વાણીને
  આબાદ રીતે વધાવી ને અનુભવવાણીનો નીચોડ વર્ણવ્યો તે કાબીલેદાદ છે
  અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s