શુદ્ધ વિચારોથી વૈભવ, શુદ્ધ આચાર તણી સમૃદ્ધિ! દુષ્ટ વિચારથી ગ્લાની, દુરાચાર વિપત્તિઓની જનની!

“સદાચાર”

હશે જેવા મનના વિચાર, થાશે તેવા આચાર,
સદાય રાખી મન સાફ , કરો સુંદર વિચાર.

સદાચારી મહાન, સદાચારીને સો સો માન,
સદાય રહી સાવધાન, રાખવું આચારનું ધ્યાન.

શુદ્ધ સુંદર આચારને, જીવનથી વિશેષ માન.
સદાચારીનું જીવન પાવન, તેને કુલીન જાણ.

સદાચારીની સદાય રહેતી માયાળુ વાણી,
દુરાચારીની છલનામયી તે તો જાણવી!

શુદ્ધ વિચારોથી વૈભવ, શુદ્ધ આચાર તણી સમૃદ્ધિ!
દુષ્ટ વિચારથી ગ્લાની, દુરાચાર વિપત્તિઓની જનની!

સદાચારીની દરિદ્રતાનો કદીના થાતો તિરસ્કાર,
સદાચારીને સન્માન, દુરાચારીનું નહિ કોઈ માન.

દુરાચારની સંપત્તિ સ્પર્શવાનોય ના કરવો વિચાર.
સદાચારની સંપત્તિ ને, સુખશાંતિનો નહિ કોઈ પાર!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

6 Responses to શુદ્ધ વિચારોથી વૈભવ, શુદ્ધ આચાર તણી સમૃદ્ધિ! દુષ્ટ વિચારથી ગ્લાની, દુરાચાર વિપત્તિઓની જનની!

 1. narendra કહે છે:

  Ati Uchcha vicharone sunder parantu sada sau samje teva shabdoma raju karava badal khub khub dhanyavad .

  Narendra

  Like

 2. Arvind Adalja કહે છે:

  “શુદ્ધ વિચારોથી વૈભવ, શુદ્ધ આચાર તણી સમૃદ્ધિ! દુષ્ટ વિચારથી ગ્લાની, દુરાચાર વિપત્તિઓની જનની!”
  આપની વાત સનાતન સત્ય છે પણ આજે વિચાર-વાણી અને આચારણમાં બે ધ્રુવ જેટલું અંતર મોટાભાગના ઉપદેશકોના જીવનમાં જોવા મળે છે અને તેથી જ કોઈ ઉપર આ ઉપદેશની અસર થતી નથી. પરિણામે દેશભરમાં અનૈતિક-અનીતિ-અપ્રમાણિકતા-લાંચ-રુશ્વત-બળાત્કાર-ચોરી-લૂંટફાટ -ભેલસેળ બે રોક ટોક ચાલ્યા જ નથી કરતી પરંતુ વધુ અને વધુ ફાલી ફુલી રહેલી છે. અને લોકો અસહાય થઈને સહન કરી રહ્યા છે. આદર્શની વાતો માત્ર સુ-વિચારોના પુસ્તકોમાં અને સુત્રોમાં જળવાઈ રહેવા માટે જ સર્જાય હોય તેવું લાગ્યા કરે છે.

  Like

 3. pravinshah47 કહે છે:

  જીવનમાં સદાચાર અપનાવીને જીવન આનંદમય અને સુખમય બનાવવું જોઈએ.
  સરસ બોધ, પારૂબેન.
  પ્રવીણ

  Like

 4. nabhakashdeep કહે છે:

  સદાચાર એટલે સૌને સુખી કરવાની કલા. આપે કાવ્ય દ્વારા સુંદર થાળ ધર્યો.
  સરસ રચના.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Dilip Gajjar કહે છે:

  સદાચારીની સદાય રહેતી માયાળુ વાણી,
  દુરાચારીની છલનામયી તે તો જાણવી!પીયુંનીજી આપનું કાવ્ય સુંદર છે અગત્યનો સંદેશ આપે છે
  ‘વિચારોના પ્રચારક તો ઘણા ઉપદેશ આપે છે’..આચાર જ સાચો પછી જે વિચાર હોય તે સાચા ..અને મુશ્કેલ છે સાચા કે ખોટને પારખવા કેમ કે અંતર થી અંતર હોય છે..ત્યારે સાચા પણ ખોટા લાગે ને ખોટા પણ સાચા લાગે …સાચા આચારવાન ઘણીવાર બહુ બોલતા પણ નથી કે કીર્તિ કે પ્રચાર પણ ન કરે..

  Like

 6. pkdavda કહે છે:

  હશે જેવા મનના વિચાર, થાશે તેવા આચાર

  તદ્દન સાચી વાત છે બહેન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s