ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!


“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી,
પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું.

પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે,
હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે.

ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.

શ્વાસોની ઘુંટાતી ગરમીમાં શબ્દો ઓગળી જાયછે,
મૌનની મ્હેક્તી નરમીમાં આંખો ચહેકી જાય છે.

પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

સ્વપ્ન જે થયું સાકાર, તે અકલ્પ્ય અનુભવ છે.
પ્રેમ થકી સ્વર્ગલોક પામ્યાનો જ અહેસાસ છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

  1. sister. Paruben

    very very nice

    ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
    કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.

    Dr. Kishorbhai M. Patel

    Like

  2. juzar vora કહે છે:

    paruben
    very nice poem like mirza galib,
    ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
    કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.
    but i dont understand meaning of
    આહ્લાદ & આવિર્ભાવ
    after all paruben creation is always a unique…

    Like

  3. pravinshah47 કહે છે:

    પ્રભુના પ્રેમની અનુભૂતિની સરસ રજૂઆત.
    પ્રવીણ શાહ

    Like

  4. Dr P A Mevada કહે છે:

    ખૂબજ સરસ પ્રેમકાવ્ય લખ્યું છે, એ પ્રભુમય લાગણીનો પડઘો હશે જ.

    Like

  5. Ramesh Patel કહે છે:

    સુશ્રી પારુબેન,
    ખૂબ જ ગમી જાય તેવી ભાવભરી કૃતિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s