મને તેની, અને તેને મારી રાહ રહે છે! કોને ખબર કેટલી બાકી સફર રહે છે?

“રાહ રહે છે !”

હવે ન જાણે કેમ, શાની મને રાહ રહે છે?
મને તેની, અને તેને મારી રાહ રહે છે!

જશે જો સુખ પછી દુઃખની રાહ રહે છે.
હસે જો મુખ પછી અશ્રુની રાહ રહે છે.

સુખની સફરના તો કંઈ હમસફર રહે છે,
દુઃખને દર્દની તો એકલીજ સફર રહે છે!

હવે ન જાણે કેમ, શાની મને રાહ રહે છે,
મને તેની, અને તેને મારી રાહ રહે છે!

જશે છુટી કારવાં, એક રિક્તતા રહે છે,
અને પછી લાંબી ડગર કબરની રહે છે.

મને તેની, અને તેને મારી રાહ રહે છે!
કોને ખબર કેટલી બાકી સફર રહે છે?

હશે જો જ્ઞાન, મનને મુક્તિની રાહ રહે છે.
થશે જે મિલન સંગે પરમની રાહ રહે છે!

હવે ન જાણે કેમ, શાની મને રાહ રહે છે,
મને તેની, અને તેને મારી રાહ રહે છે!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to મને તેની, અને તેને મારી રાહ રહે છે! કોને ખબર કેટલી બાકી સફર રહે છે?

 1. Dilip Gajjar કહે છે:

  હશે જો જ્ઞાન, મનને મુક્તિની રાહ રહે છે.
  થશે જે મિલન સંગે પરમની રાહ રહે છે,
  Very good poem..Piyuni-ji..Life is meastry..no need to know all…

  Like

 2. Ramesh Patel કહે છે:

  કોને ખબર કેટલી બાકી સફર રહે છે?
  હશે જો જ્ઞાન, મનને મુક્તિની રાહ રહે છે.
  થશે જે મિલન સંગે પરમની રાહ રહે છે,
  ………………………..
  one step ahead and above… nice expression.

  Thanks for sharing nice views.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 3. shriya કહે છે:

  oh… wow…. ma’m you are the best always..!

  Like

 4. chandravadan કહે છે:

  જશે છુટી કારવાં, એક રિક્તતા રહે છે,
  અને પછી લાંબી ડગર કબરની રહે છે.

  મને તેની, અને તેને મારી રાહ રહે છે!
  કોને ખબર કેટલી બાકી સફર રહે છે?

  Paru….Nice Rachana !
  I chose the above words….they tell a lot…..Jivan Safar is between the Birth & the Death…..It is important that your ultimate aim must be to reach that “Param Tatva”.
  If a Person is determined to do just that….even if “ups & downs” are there that Person will remain focussed to the Goal !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Keep visiting Chandrapukar..Mama

  Like

 5. શ્રી પારુબહેન,

  હવે ન જાણે કેમ, શાની મને રાહ રહે છે,
  મને તેની, અને તેને મારી રાહ રહે છે!

  ખુબ જ મનને સ્પર્શી જાય તેવી જાનદાર પંક્તિઓ સાથે જીવનની મધુર કવિતા.

  Like

 6. DANGAR HEMAT કહે છે:

  What a love poet ! realy i love your all gujrati poems

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s