કેવું ગજબ કહેવાય નહિ ?

કેવું ગજબ  કહેવાય નહિ ?

૨૦ રૂપિયા ની એક નોટ …
કોઈ ગરીબ બાપડા ભિખારીને આપતી વખતે ખુબ મોટી લાગે,        પણ એજ નોટ મોલમાં શોપિંગ કરતી વખતે ખુબ નાની લાગે!

બે કલાક નો સમય ગાળો…
કોઈ મંદિરમાં વિતાવો મુશ્કેલ થઇ પડે ,
પણ કોઈ સરસ મુવી જોતી વખતે ઝટ પસાર થઇ જાય !

કહેવાના શબ્દો …
કોઈને મુશ્કેલીના સમયે મદદરૂપ થવા માટે શબ્દો અને સમય શોધ્યા ના જડે,
પણ મિત્રો સાથે મસ્તી મજાક કરતી વખતે તેજ ખૂટ્યા ના ખૂટે!

વાંચવાના ચાર પાના …
કોઈ ધાર્મિક ગ્રંથના ચાર પાના ચાર દિવસે વંચાઈ રહે ,
પણ કોઈ રસપ્રદ નોવેલ એકી બેઠકે પૂરી થાય !

બેઠક …
કોઈ સરસ નાટક,નૃત્ય કે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં આગળની સીટ માટે પડાપડી થઇ પડે,
પણ કોઈ ધાર્મિક જાગરણ , સત્સંગ, શોકસભા કે ભાષણ વખતે છેલ્લી બારણાં પાસેની સીટ શોધાય !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to કેવું ગજબ કહેવાય નહિ ?

 1. pragnaji કહે છે:

  પારૂબેન ,
  આવી સાચી વાત ચપટી માં કહી દીધી તમે … ખુબ જ સરસ અને વાસ્તવિક પણ ખરી ..
  pragna

  Like

 2. Dilip Gajjar કહે છે:

  કેવું ગજબ કહેવાય નહિ ?
  પીયુંનીજી,…આપનું અવલોકન ખૂબ જ ગમ્યું …
  પણ કોઈ રસપ્રદ નોવેલ એકી બેઠકે પૂરી થાય !..સાવ સાચું ..નો વેલ હોય તેમાં જ લોકોને રસ પડે છે ..આવા નામુનાય મળી રહે ત્યારે અચરજ થાય છે ને દયા પણ આવે કે બદ જીવનમાં આજ કમાણી કરી ?..
  કહેવાના શબ્દો …
  કોઈને મુશ્કેલીના સમયે મદદરૂપ થવા માટે શબ્દો અને સમય શોધ્યા ના જડે,
  પણ મિત્રો સાથે મસ્તી મજાક કરતી વખતે તેજ ખૂટ્યા ના ખૂટે!

  આપના આ વિચાર પરથી મને મારો અનુભવ યાદ આવ્યો….તે કહેવા મન થયું….
  અમે રવિવારે સવારે છ વાગે વોકમાં નીકળી પડ્યા ..મિત્ર મિલન ગ્રુપ ના સભ્યો તરીકે ..અમે ટીમ લીડર જે માર્ગ નક્કી કરે તે માર્ગે ચાલીયે ..રસ્તામાં ચાલત ચાલત વાતો થાય તેના પરથી ખ્યાલ આવે કે લોકો ના વિચારો કેવા હોય અને કેટલો વિકાસ સાધેલ છે ..હું ગાડીમાં મારી પાણીની બોટલ ભૂલી ગયો ..રસ્તામાં તરસ લાગી ..એક ઘૂંટડાની જરૂર હતી ..તે મીત્ર ભાવે સાથે ચાલતા પરિચિત માણસ પાસે પાણી માટે માંગણી કરી ..તો જવાબ મળ્યો ..પેશાબ કરી ને પાણી પી લો ..ભારતના વડાપ્રધાન પણ પિતા હતાં ..મને ખૂબ જ દુઃખ થયું અ જવાબથી ..બીએમ ડબલ્યુ કાર ફેરવી પોતાને ..સમથીંગ માનનારની ભાવના !..કેવી ગલીચ ..પણ કહીકત જ છે કે મિત્ર કોઈ માનવાથી નથી બની જતો..વર્તનથી જ પરખાઈ જાય ..ઘણીવાર વર્ષો સુધી મિત્ર માણી આપને સદ વર્તન કરીએ પણ તે પણ સમય આવતા ..અમિત્ર હોય તેવું પરખાઈ જાય છે..આદર્શોની વાત કરનાર પણ ..કુસંગના આસક્ત નીકળે ..ત્યારે ..આપના માટે તો ગજબ જ કહેવાય ..તેમના માટે …એમાં શું એમાં શું …?તો દુનિયા ઐસી હી હૈ..
  આપણો સદ સ્વભાવ નહીં છોડવો..અને અનૈતિક સુખોને લાત મારવાની હિમ્મત તે જ ચારિત્ર્ય .
  દિલીપ
  દિલીપ

  Like

 3. Hiral કહે છે:

  ભૂલો

  પોતાની ક્યારેય દેખાય નઈ, દેખાય તો તરત માની શકાય નઈ. માનીએ તો સુધારો ઝટ કરી શકીએ નઈ.
  પણ એજ ભૂલ કોઈ બીજાની હોય તો? એક આખો સવિસ્તાર નિબંધ લખી શકીએ કે કેટલાય લગતા વળગતાને કહીએ કે પછી મોટું ભાષણ પણ સરળતાથી આપી શકીએ.

  Like

 4. pravinshah47 કહે છે:

  ફક્ત પોતાના સ્વાર્થમાં રચ્યાપચ્યા રહેનારાઓને સાચી વાત સમજવી જ હોતી નથી.
  તમારી ટકોર ઘણી જ સરસ. આશા રાખીએ કે લોકો સાચી વાત સમજે.
  પ્રવીણ શાહ

  Like

 5. એકદમ સાચી વાત… સરસ અવલોકન… પહેલી લાઈન મને એસએમએસમાં મળી હતી પણ તમે તો ઘણી વાતો લઈ આવ્યા….

  Like

 6. Ramesh Patel કહે છે:

  એક એક વિચાર આ જગતનાં સાચાં દર્શન કરાવી દે છે..સૌને અનુભવ થતી વાતો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. વ્હાલા બહેની શ્રી પારુબહેન,

  આપના એકે એક વિચાર સત્ય અને આદર્શપૂર્ણ છે જો ભારતના ૨૫ થી ૪૦ ટકા માનવી

  અપનાવે તો ભારતમાં અમેરિકા યુરોપ જાપાન ચીન ખડું થઈ જાય. વાસ્તવિકતાને શબ્દોમાં

  ગુથી સરસ વિચારશીલ લખાણ મુક્યું છે………..અભિનંદન…..સુદર આદર્શ દર્શાવવા બદલ…

  Like

 8. mehul કહે છે:

  સાચી વાત છે,કહેવાના શબ્દો …
  કોઈને મુશ્કેલીના સમયે મદદરૂપ થવા માટે શબ્દો અને સમય શોધ્યા ના જડે,
  પણ મિત્રો સાથે મસ્તી મજાક કરતી વખતે તેજ ખૂટ્યા ના ખૂટે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s