“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે”

તોફાની નદીની જેમ હું ,
ધસમસતી આવતી ને ,
તમે સાગરની જેમ મને ,
ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે .

બળબળતી બપોરે હું ,
વૈશાખી વાયરાની જેમ લહેરાતી ,
ને તમે ગુલમહોર સમા ,
ખીલી ઉઠતા તે હજી યાદ છે .

કોઈ ભીની સાંજે તમે
ઝરમરિયા શ્રાવણ સમું વરસતા ,
ને હું રોમ રોમ ભીંજાતી તે હજી યાદ છે.
આજે, તોફાની નદી બની શાંત સરિતા ,

ઘૂઘવતો સાગર બન્યો રત્નાકર ,
બપોર બની જીવન સંધ્યા સલૂણી !
વાતિ શીતલ સુગંધિત પવન લહેર ,
ગુલમહોર મહોર્યો છે ઘટાટોપ !

પ્રેમહેલી પ્રીતમ કેરી વરસે અનરાધાર ,
પ્રેમઘેલી પ્રિયા તેમાં ભીંજાય તરબતર !

પારૂ કૃષ્ણકાંત.   ‘પિયુની’

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

9 Responses to “તે હજી યાદ છે”

  1. chandravadan says:

    તોફાની નદીની જેમ હું ,
    ધસમસતી આવતી ને ,
    તમે સાગરની જેમ મને ,
    ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે
    With these nice words your “shubh-sharuaat” of a nice touching Rachana.
    Like it !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru..Hope to see you for the New Post “Patni Ati Samvaad”…Mama

    Like

  2. Ramesh Patel says:

    ને તમે ગુલમહોર સમા ,
    ખીલી ઉઠતા તે હજી યાદ છે .

    very nice expression. Enjoyed its sweetness.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  3. ભરત ચૌહાણ says:

    તેદી સામા મળ્યાતા તે સજીવ સગપણ તમને યાદ છે ?
    બંને આંખો મળીતી ને એક મીંચીતી તે તમને યાદ છે ?

    પ્રથમ સ્નેહમિલનમાં જ પ્યારના મધમીઠા કોલ આપ્યાતા,
    જીવનભર સાથે રહેવાના શમણા જોયા હતા, તે તમને યાદ છે ?

    તમારી રચના વાંચીને મારી રચના યાદ આવી ગઈ
    ખૂબ સરસ રચના

    Like

  4. pravinshah47 says:

    ઝાડને વીંટળાઈ જતી વેલીના હૃદયમાંથી ઉઠતી પ્રેમની ભાવના. સરસ.
    પ્રવીણ શાહ

    Like

  5. Bina says:

    ખૂબ સરસ રચના!

    Like

  6. ખૂબજ સરસ, સુંદર પ્રતિકો અને ભાવથી તરબતર ભીંજવે એવી રચના.

    Like

  7. સરસ રચના છે.
    ખરેખર.. ઘણું-ઘણું યાદ છે…

    Like

  8. P. K. Davda says:

    જીવનમાં વચ્ચે વચ્ચે થોડા એવા બનાવો બનવા જોઈએ જે જીવનની બીજી અઘવડભરી ક્ષણોની ઉપરવટ જઈ યાદોનો મીઠો વિસામો બની જાય. કેટલીક યાદ એવી પણ હોવી જોઈએ કે જ્યારે પણ એ યાદ આવે ત્યારે ગાલે શરમના શેરડા પળે અને અંતરમાં આનંદની અનુભૂતિ થાય.
    “તોફાની નદીની જેમ હું ,
    ધસમસતી આવતી ને ,
    તમે સાગરની જેમ મને ,
    ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે .”
    આ એમાની એક યાદ હોઈ શકે!!!

    Like

  9. રમેશ બી. પટૅલ says:

    સરસ
    અભિનંદન

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s