સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે.

સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે.

હમણાંજ  થોડા સમય પર શાક માર્કેટમાં એક જુના સંબંધી બેન મળી ગયા . લગભગ બે અઢી વર્ષ પછી અમે મળ્યા હોઈશું , તે પહેલા ખુબ અવારનવાર મળવાનું થતું, તેઓનાં લગ્નજીવન માં કંઈ ને કંઈ ચઢભણ  ને કંકાસ ચાલતા રહેતા અને તેના નિવારણ અને સુલેહ માટે અમારે વારંવાર વચ્ચે પડવું પડતું . પછી તો તે ભાઈની બદલી થવાથી તેઓ બહારગામ ગયા અને સંપર્ક તૂટી ગયો . ઘણાજ  સમય પછી  એક બીજાને જોઈને અમારા ચહેરા એકદમ હસી ઉઠ્યા, અને મારાથી સ્વભાવિક જ પુછાઈ ગયું … કેમ છે બેના ? બધું બરોબર ને? તો તે કહે ,  “ઠીક હવે … છોકરાઓ સામે જોઈને  નિભાવી લેવાનું …. આપણો તો સ્ત્રીનો અવતાર …એટલે એમને સુખી કરવાની આપની ફરજ . એમની ફરજમાં તો એવું કંઈ આવતુંજ નથી ને !!! બસ કમાઈ લાવેને પૂરો પગાર હાથ માં મૂકી ધ્યે છે …એટલા સુધર્યા છે !!!!”

આ વાતથી મારા મન અને હ્રદયમાં જાણે વિચારોનો વંટોળ જાગ્યો …..

સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે. કોઈ પણ કોઈને સુખી કરી શકતું નથી. કોઈ પરિસ્થિતિ કોઈ પણ હોય તે માટે તમે તમારી ખુશી દર્શાવી શકો છો, પણ તમે તે માટે કોઈ બીજાને પરાણે ખુશ થવાનો  આગ્રહ કરી શકતા નથી. કોઈ વાત માં ખુશ થવું, અને સુખી થવું તે દરેક નો પોતાનો સ્વતંત્ર અનુભવ બની રહે છે. તમે ધારો તો કોઈ બીજી વ્યક્તિને તે પરિસ્થિતિ અંગેનાં લાભ અને ફાયદા વર્ણવી શકો છો …પરંતુ તે તમારો અંગત દ્રષ્ટિકોણ  હોય શકે છે, સામેવાળી વ્યક્તિ તે અંગે કઈ જુદુજ અનુભવતી હોય તેવું પણ બની શકે છે.
લગ્ન એટલે શું?  બે સ્વતંત્ર વ્યક્તિઓ વચ્ચેનો એક સામાજિક + ધાર્મિક કરાર, જેમાં બે વ્યક્તિઓ આવનાર સમયનો  સાથે રહીને અનુભવ કરવાના  અને એક બીજાનો સાથ નિભાવવાના વચને બંધાય છે. પરંતુ તેનાથી એકમેકને સુખ નથી આપી શકાતું, સુખી થવું કે દુખી, તે તો વ્યક્તિનો અંગત અનુભવ જ બની રહે છે. પતિ અને પત્ની તરીકે તેઓ એક બીજાનો ખ્યાલ રાખી શકે છે, એકબીજાની મરજી અને નામરજી સમજી અને તેને અનુકુળ થઇ શકે છે, પરંતુ જયારે કોઈ એક વ્યક્તિ, પોતાનો સુખ અંગેનો દ્રષ્ટિકોણ બીજા ઉપર લાદવાનો પ્રયત્ન કરે તો બંનેની સુખ અનુભવવાની આંતરિક ક્ષમતા હલી ઉઠે છે.
વ્યક્તિ કોઈ ને પ્રેમ કરી શકે છે, અને પ્રેમને કારણે તેની સાથે લગ્ન પણ કરે છે. જાહેર છે કે આ વ્યક્તિ તેના પ્રેમપાત્રનું સુખ  ઈચ્છે છે, અને તેને ખુશ રાખવાના બધાજ પ્રયત્નો કરે છે, પરંતુ અંતેતો સુખ થવું  તે તો કોઈ પણ વ્યક્તિનો અતિ અંગત અનુભવ છે, જે અંદરથી  ઉદ્દભવે છે. આમાં કોઈ પણ પ્રયત્નો ચાલતા નથી. જો પતિ કે પત્ની એમ માનતા હોય, કે જીવનસાથીને સુખી કરવું તે તેની ફરજ છે, તો પછી જયારે જયારે સામેનું પાત્ર ખુશ નથી એવું લાગે ત્યારે ત્યારે તે પોતે પણ ગ્લાનીનો અનુભવ કરે છે, અને આ વાત તેને પોતાને પણ સુખ નો અનુભવ કરવા દેતી નથી . આ માટે દરેક પતિ પત્ની એ સમજવાની જરૂર છે કે તેઓ એક બીજા ને સમજે અને જીવન અંગેનો એક સહિયારો અભિગમ કેળવે અને તેને દ્રઢતાથી વળગી રહે. પોતાની ખુશી અને આનંદ તમે જીવન સાથી સાથે વહેંચી શકો છો, પરંતુ તે કોઈના ઉપર પરાણે લાદી શકાતી નથી . તેનું સુખ શું છે તે કોઈને પણ ચીંધી શકાતું નથી. તમે તમારી,ખુશી આનંદ અને સગવતાઓ એક બીજા સાથે બિનશરતી વહેંચી શકો છો, પરંતુ જે પળે તમે તેના બદલામાં  કંઈ પણ ઈચ્છો છો ત્યારેતે શરતી બની રહે છે !
ગુસ્સો, ડર, દુઃખ કે વહેમ …આ બધીજ લાગણીઓ જે નેગેટિવ કહી શકાય, દોષારોપણ, ગુસ્સો, ડર, દુઃખ કે વહેમ …આ બધીજ લાગણીઓ જે નેગેટિવ કહી શકાય, તે બધીજ ખુબજ પીડાદાયકઅને ચીકણી  છે , તે મનને અશાંત કરી અને સતત તેમાંજ રોકી નાખનારી બની શકે છે, સુખનો અનુભવ કરવા માટે આમાંથી મુક્ત થવું ખુબજ જરૂરી છે.  જો તારણો કાઢવાનું અને અપેક્ષાઓ રાખવાનું મૂકી દઈએ, તો આપોઆપ જ બધીજ નકારાત્મકતાઓ નો નાશ થાય છે. બધુજ ભૂલી ને એકજ વસ્તુ યાદ રાખવી જરૂરી છે,   “મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો નથી. મને સુખી કરવાની જવાબદારી મારા પતિની નથી એની પાસે પણ એના પોતાના “અનુભવો”  કે “પરિસ્થિતિઓ” છે ! અમારા સંજોગો ગમે તે હોય,  પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે. એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.”
જીવન પરિવર્તનશીલ છે , તેથી પરિવર્તન આવ્યાજ કરશે, મહત્વની વાત એ છે કે આપણે  એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલીએ, અને પરિણામથી ખુશ રહી અને એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ. તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. જો એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત ક્ષમા આપવી .
તમે સુખી રહી શકો છો.  સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!  સુખી હોવું એ તમારા પર નિર્ભર કરે છે !

પારૂ  કૃષ્ણકાંત  “ પિયુની ”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથની વાત છે.

 1. Dilip Gajjar કહે છે:

  Saav Sachu..sukhi thavu potana haathni j vat chhe..bija pase thi bahu apeksha na rakhi shakaay..samgra srushtima sukh male tevu ghanu chhe..

  Like

 2. “સુખ થવું તે તો કોઈ પણ વ્યક્તિનો અતિ અંગત અનુભવ છે, જે અંદરથી ઉદ્દભવે છે. આમાં કોઈ પણ પ્રયત્નો ચાલતા નથી. ” —
  “સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે! સુખી હોવું એ તમારા પર નિર્ભર કરે છે !” —

  આમતો આખો લેખ રત્નકણિકા સમાન છે, છતાં સદા યાદ રાખવા જેવી અમુક રત્નકણિકાઓ તારવી.
  ઉત્તમ, અત્યોત્ત‌મ. આભાર.

  Like

 3. Bhupendrasinh Raol કહે છે:

  દરેક તાજા પરણેલા કપલને પ્રિન્ટ કઢાવી ભેટમાં આપવા જેવો લેખ છે.અને વાસી થઇ ગયેલા કપલના મોઢામાં ખોસી દેવા જેવો.જેથી લડતા ઝગડતા અટકે.

  Like

 4. shital baxi કહે છે:

  Very nice. Excellent

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s