પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી ! પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

“તો માનું”

પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી,

પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …. ૨

ઇન્દ્રધનુષી ખ્વાબોમાં પછી રાચજો પિયુજી,

પહેલા ફૂલોના રંગો જણાવો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે!…..૨ 

પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી !

પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! ……૨

પ્રણયની રોશની પછી ઝગાવજો પિયુજી !

પહેલા પ્રેમદીપક જલાવો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! ……૨

પ્રણય મસ્તીની સતામણી પછી રાખજો પિયુજી!  

પહેલા પ્રેમથી મનાવો તો માનું રે !

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …..૨

 શમણામાં સાથ પછી માંગજો પિયુજી !

પહેલા રાતભર તારા ગણો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …..૨

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી ! પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

 1. Dr P A Mevada કહે છે:

  “પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી !

  પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે ! ”
  માનનિય પારુબેન,
  આ રચનામાં આપે કમાલ કરી દીધી છે, અધારે કહેવું અઘરું લાગે છે.

  Like

 2. Dilip Gajjar કહે છે:

  પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી,
  પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!
  હુંતો ના માનું, ના માનું, ના માનું રે!
  પ્રિયા ના માને ના માને , ના માને રે! …. ૨
  સુંદર કાવ્ય….
  પ્રતિભાવો જો આપો તો માનું રે નહિ તો,
  હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

  Like

 3. Ramesh Patel કહે છે:

  પ્રિયા ના માને ના માને , ના માને રે! …..૨

  પારૂ કૃષ્ણકાંત “પિયુની”
  પ્રેમની સુંદર પરિભાષા ,પ્રેમ જેટલી જ મીઠી લાગે તેવીરીતે આપે રચનામાં મઢી.મજાનું ગીત.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. શ્રી પારુબહેન

  પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

  હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

  પ્રિયા ના માને ના માને , ના માને રે! ……૨

  પ્રેમનું સુંદર પ્રાગટ્ય ભર્યું પ્રેમ ગીત પારુ બહેનની પ્રેમભરી પેન દ્વારા

  પત્ર પર આલેખ્યું એજ કાવ્યનું સફળતાનું રહસ્ય છે. સરસ અભિવ્યક્તિ

  Like

 5. chandravadan કહે છે:

  પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી,

  પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!

  Prem…its Meaning…. Sudar Rite Samjavyu !
  Like the Post !
  DR. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Paru…Nice ! See you on Chandrapukar !

  Like

 6. પંચમ શુક્લ કહે છે:

  પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !
  પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી !

  એકદમ કુમાશ ભર્યું અને કુદરતી સંવેદન.

  Like

 7. hemapatel કહે છે:

  સુન્દર અભિવ્યક્તિ સાથેનુ , અતિશય સુન્દર કાવ્ય .

  Like

 8. narendra કહે છે:

  સુંદર અભિવ્યક્તિ .ખુબજ પ્રેમભર્યા શબ્દોમાં, વિચારો અને તેના અમલમાં રહેતી નિષ્ફળતા ને ખુબજ હળવી ટકોર .
  નરેન્દ્ર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s